Parth Patel, Ahmedabad : લગ્ન હોય કે એનિવર્સરી, બર્થડે પાર્ટી હોય કે તહેવાર દરેક પ્રસંગનાં જમણવારમાં મીઠાઈનું અનોખું મહત્વ હોય છે. આપણે સૌએ ગુલાબજાંબુ, હલવો, રબડી, મોહનથાળ, લાડવા જેવી મીઠાઈ તો ખાધી છે. ત્યારે અમદાવાદમાં તુલી સ્વીટ સેન્ટર ખાતે બંગાળના સ્ટ્રીટ ફૂડની સાથે બંગાળની મીઠાઈઓ પણ મળી રહી છે.
કુલ 40 પ્રકારની બંગાળી મીઠાઈઓ અલગ અલગ વેરીયટીમાં જોવા મળે છે. જેમાંથી સોન્દેશ, ખીર કદમ, ચમચમ, રોસોગુલ્લા, મિષ્ટી દોઈ, રસમલાઈ, ચિત્રકૂટ, લડ્ડૂ, બુંદી જેવી મીઠાઈઓની વિશાળ અને સ્વાદિષ્ટ શ્રેણીનો સમાવેશ થાય છે. આ સાથે સોન્દેશમાં પણ 10થી વધુ વેરાયટી મળી રહે છે.
બંગાળથી કારીગરો લાવવામાં આવ્યા
આ મીઠાઈઓની કિંમતની વાત કરીએ તો સોન્દેશ 15 થી 25 રૂપિયામાં એક પીસ, ખીર કદમ 20 રૂપિયામાં એક પીસ, ચમચમ 15 રૂપિયામાં એક પીસ, રોસોગુલ્લા 15 રૂપિયામાં એક પીસ, રસમલાઈ 25 રૂપિયામાં એક પીસ, ચિત્રકૂટ 20 રૂપિયામાં એક પીસ છે. જ્યારે અન્ય મીઠાઈઓ પણ 15 થી 25 રૂપિયામાં એક પીસ સુધીની છે. ખાસ વાત તો એ છે કે, આ સ્પેશિયલ બંગાળી મીઠાઈઓનો ઓરિજનલ સ્વાદ માટે બંગાળથી કારીગરો લાવવામાં આવ્યા છે. બંગાળના શ્રેષ્ઠ માસ્ટર કારીગરો દ્વારા બનાવવામાં આવેલ સ્વીટ હવેથી અમદાવાદીઓને બંગાળી મીઠાઈનો ટેસ્ટ આપશે.
અમદાવાદમાં ઓરિજિનલ બંગાળી વાનગીઓ મળવી મુશ્કેલ છે
તુલી બેનર્જીએ જણાવ્યું હતું કે, ઘણાં સમયથી ફૂડ ઉદ્યોગ સાથે સંકળાયેલી હોવાથી અવનવા સંશોધન અને અવલોકન કર્યા બાદ મારા ધ્યાનમાં આવ્યું કે, અમદાવાદમાં દુર્ગા પૂજાના સમયગાળા દરમિયાન લોકો બંગાળી વાનગીઓ માણતા હોય છે. આ સાથે અમદાવાદમાં ઓરિજિનલ બંગાળી વાનગીઓ મળવી મુશ્કેલ હોય છે. આથી લોકોની માંગને ધ્યાનમાં રાખીને અમે હવે એક્ટીવીટી સેંટરની બહારની ખુલી જગ્યામાં બંગાળી મીઠાઈ અને નાસ્તાની યાદીમાં ઑથેન્ટીક રસગુલ્લા થી લઇ સોન્દેશ, ઝાલ મુરી, સિંગ્હારા (એક જાતના સમોસા), લુચી (નરમ પુરી), ચોલાર દાળ, તેલે ભાજા ઝૂરી, રાધા બલ્લવી, ઘુઘની, બંગાળ સ્પેશ્યિલ પુચકા, મુગલાઈ પરાઠા, વેજ ચોપ, દહીં ફૂચકા, ઝૂરી આલુ ભાજ, નિમકી જેવા અનેક બંગાળી નાસ્તા, 40 જાતની બંગાળી મીઠાઈઓ અને કોમ્બો મીલ્સ કાફેની શરૂઆત કરી છે.
જો તમારે પણ આ બંગાળી સ્વીટનો ટેસ્ટ કરવો હોય તો તુલી સ્વીટ સેન્ટર, સીમા હોલની પાછળ, આનંદનગર, પ્રહલાદનગર રોડ, અમદાવાદ ખાતે જઈ શકો છો.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.