લોકસભામાં યોગી આદિત્યનાથના પ્રહાર, કહ્યું-યૂપીમાં જનાદેશ વિકાસ વિરોધીને મોં પર તમાચો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
લોકસભામાં યોગી આદિત્યનાથના પ્રહાર, કહ્યું-યૂપીમાં જનાદેશ વિકાસ વિરોધીને મોં પર તમાચો
ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે આજે લોકસભામાં ઉત્તરપ્રદેશની અગાઉની સરકારો પર નિશાન સાધતાં કહ્યું કે, યૂપીમાં જનાદેશએ વિકાસ વિરોધીઓને મોં પર તમાચો છે. યોગીએ સંસદમાં તમામ સાંસદોને યૂપી આવવાનું પણ આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું કે, યૂપી હવે વિકાસના નવા રાસ્તે ચાલશે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે આજે લોકસભામાં ઉત્તરપ્રદેશની અગાઉની સરકારો પર નિશાન સાધતાં કહ્યું કે, યૂપીમાં જનાદેશએ વિકાસ વિરોધીઓને મોં પર તમાચો છે. યોગીએ સંસદમાં તમામ સાંસદોને યૂપી આવવાનું પણ આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું કે, યૂપી હવે વિકાસના નવા રાસ્તે ચાલશે. યોગીએ કહ્યું કે, જે સ્થિતિઓમાં દેશમાં મોદીજીની સરકાર આવી હતી, એ વખતે દેશમાં આર્થિક સ્થિતિ ખરાબ હતી. પરંતુ છેલ્લા ત્રણ વર્ષોમાં દેશની આર્થિક સ્થિતિ સુધરી છે. આજે દેશ દુનિયામાં જ્યાં પણ ચૂંટણી થઇ રહી છે ત્યાં વડાપ્રધાનજી એક આઇકનના રૂપમાં સામે આવી રહ્યા છે. યોગીએ કહ્યું કે, જ્યારે દેશમાં જીડીપી આઠ ટકા કરતાં ઓછો હતો ત્યારે મોદીજીએ સત્તા સંભાળી હતી. પરંતુ છેલ્લા ત્રણ વર્ષોમાં દેશની આર્થિક સ્થિતિનો પ્રગતિ દર 8.5 ટકા પહોંચ્યો છે. દેશમાં આર્થિક વૃધ્ધિ દર પણ 7.9 ટકા રહ્યો છે. આ માટે નાણામંત્રીને ઘણા અભિનંદન આપું છું. યોગીએ 2014 પહેલાના માહોલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જે રીતે ચૂંટણી પહેલા ભાજપને લઇને વાતો કરાતી હતી એનાથી ઉલટું દરેક વર્ગ માટે ભાજપ સરકારે કામ કર્યું છે. પહેલા ખેડૂતોને ચેક અપાતા હતા પરંતુ એ ખબર ન હતી કે ઘણા ખેડૂતો પાસે બેંક ખાતા પણ ન હતા. મોદીજીના સત્તામાં આવતાં જ જન ધન ખાતા યોજના અને મુદ્દા યોજના જેવી ગરીબ કલ્યાણની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબોને રસોઇમાં પણ મોદી સરકારે મહત્વનું કામ કર્યું છે.
First published: March 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर