Home /News /ahmedabad /Gujarat Assembly Election: વિધાનસભા ચૂંટણીમાં ફરજ બજાવનારા કર્મચારીઓને મહેનતાણું ન ચૂકવાતા પત્ર લખી રજૂઆત કરી

Gujarat Assembly Election: વિધાનસભા ચૂંટણીમાં ફરજ બજાવનારા કર્મચારીઓને મહેનતાણું ન ચૂકવાતા પત્ર લખી રજૂઆત કરી

કર્મચારીઓ દ્વારા પત્ર લખી સરકારને રજૂઆત કરવામાં આવી

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે પણ હજુ સુધી સરકારી કર્મચારી કે જેમણે આ વિધાનસભાની ચૂંટણીમાં ફરજ બજાવી છે, તે સરકારી કર્મચારીઓને આપવામાં આવતું મહેનતાણું આપવામાં આવ્યું નથી. જેને લઈને તમામ કર્મચારીઓમાં રોષ ફેલાયો છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામો પણ આવી ગયા છે પણ હજુ સુધી સરકારી કર્મચારીઓ જેમણે આ વિધાનસભાની ચૂંટણીમાં ફરજ બજાવી છે, તે સરકારી કર્મચારીઓને આપવામાં આવતું મહેનતાણું હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું નથી. ચૂંટણી પૂરી થયાંને ઘણો સમય વીતી ગયો હોવા છતાં આ મહેનતાણું ચૂકવવામાં ન આવતા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને તમામ વિધાનસભા મત વિભાગના ચૂંટણી અધિકારીઓને પત્ર લખવામાં આવ્યો છે.

પત્રમાં શું લખવામાં આવ્યું?


આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ‘1 ડિસેમ્બર, 2022 અને 5 ડિસેમ્બર, 2022 એમ બે તબક્કામાં પૂર્ણ થઈ છે. વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયે એક મહિના જેટલો સમયગાળો વીતી ગયેલો હોવા છતાં મતદાન સ્ટાફ તથા ચૂંટણીલક્ષી કામગીરી માટે રોકાયેલા અન્ય સ્ટાફને મહેનતાણાંના નાણાં નહીં મળ્યાં હોવાની રજૂઆતો અત્રે મળે છે. આથી, પ્રિસાઈડીંગ ઓફિસર, પોલિંગ ઓફિસર તથા ચૂંટણીલક્ષી કામગીરી માટે રોકાયેલા અન્ય તમામ સ્ટાફને તેમનાં મહેનતાણાનાં નાણાં 10 દિવસમાં અચૂક ચૂકવી દેવામાં આવે તે બાબત આપના સ્તરેથી સુનિશ્ચિત કરવા તથા નાણાં ચૂકવ્યા બાદ હવે કોઈ મહેનતાણાંના નાણાં ચુકવવાના બાકી રહેતાં નથી તે મતલબનું પ્રમાણપત્ર અત્રે 15 જાન્યુઆરી, 2023 સુધીમાં મોકલી આપવા વિનંતી છે. વિધાનસભા મતવિભાગના ચૂંટણી અધિકારીઓએ જિલ્લા ચૂંટણી અધિકારીને તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓએ તે મતલબનું સંકલિત પ્રમાણપત્ર અત્રે રજૂ કરવા વિનંતી છે.’


નિયમ પ્રમાણે ભથ્થા આપવામાં આવતા હોય છે


સામાન્ય રીતે જે મહિનામાં ચૂંટણી પૂરી થતી હોય છે. ત્યારપછીના મહિનામાં પગાર સાથે કર્મચારીઓને તેને કરેલા વધારે કામ માટે સરકારી નિયમ પ્રમાણે આપવામાં આવતા ભથ્થાઓની ચૂકવણી કરી દેવામાં આવતી હોય છે. આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે કર્મચારીઓએ ચૂંટણી કામગીરી કરી છે તેમને ચૂકવવામાં આવનાર પથાવો હજુ સુધી ચૂકવણી ન થતા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 15 જાન્યુઆરી સુધીમાં આ તમામ કર્મચારીઓના ભથ્થાઓ ચૂકતે કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022, Gujarat Assembly Elections 2022

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन