વધુ ત્રણ અરબ દેશોએ કતર સાથે સંબંધો તોડ્યા, ખાદ્ય સંકટનો ખતરો

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 6, 2017, 8:52 AM IST
વધુ ત્રણ અરબ દેશોએ કતર સાથે સંબંધો તોડ્યા, ખાદ્ય સંકટનો ખતરો
સાઉદી અરબ, સંયુક્ત અરબ અમિરાત, બહરીન અને મિશ્ર પછી ત્રણ વધુ દેશોએ કતર સાથે રાજનયિક સંબંધો તોડી નાખ્યા છે. ગઇ કાલે સાજે લીબિયા, યમન અને માલદીવ્યએ સંબંધો સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. સાઉદી અરબએ કતર સાથે જોડાયેલી પોતાની સીમા બંધ કરી દીધી છે. આને કારણે જમીનના રસ્તે કતર ખાદ્ય અને અન્ય જરૂરીયાત વસ્તુઓ પહોચી નહી શકે. મનાય છે કે આને લઇ કતરમાં ખાદ્ય સંકટ વધી શકે છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 6, 2017, 8:52 AM IST
સાઉદી અરબ, સંયુક્ત અરબ અમિરાત, બહરીન અને મિશ્ર પછી ત્રણ વધુ દેશોએ કતર સાથે રાજનયિક સંબંધો તોડી નાખ્યા છે. ગઇ કાલે સાજે લીબિયા, યમન અને માલદીવ્યએ સંબંધો સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. સાઉદી અરબએ કતર સાથે જોડાયેલી પોતાની સીમા બંધ કરી દીધી છે. આને કારણે જમીનના રસ્તે કતર ખાદ્ય અને અન્ય જરૂરીયાત વસ્તુઓ પહોચી નહી શકે. મનાય છે કે આને લઇ કતરમાં ખાદ્ય સંકટ વધી શકે છે.
અરબ દેશોમાં આવેલી આ દરારની અસર પશ્વિમી દેશો અને ભારત જેવા એશિયાઇ દેશો પર પડી શકે છે. નોધનીય છે કે કતરમાં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસી વસવાટ કરી રહ્યા છે.
-સંબંધો સમાપ્ત કરવા સાથે આ દેશોએ કતર જતી ફ્લાઇટો પણ રદ કરી દીધી છે. સાઉદી અરબએ અલ-જજીરા સમાચાર ચેનલનું સ્થાનિક કાર્યાલય પણ બંધ કરાવી દીધુ છે. આ બધા દેશોએ કતરમાં પોતાના રાજનયિક કર્મચારીઓને પાછા બોલાવવા નિર્ણય કર્યો છે.

આ દેશોએ કહ્યુ કે કતર ઇસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા જેવા આતંકી સંગઠનોને સમર્થન કરે છે.કતર 2022માં ફીફા વર્લ્ડકપની મેજબાની કરવાનું છે. અહી સૌથી વધુ ભારતીય પ્રવાસી નિવાસ કરે છે. ચાર દેશોના આ પગલા પછી ક્રુડ ઓઇલની કિંમતોમાં ઉછાળો થયો છે કતરે આ અંગે હાલ કોઇ ટિપ્પણી કરી નથી. સઉદી અરબ દ્વારા જાહેર કરાયેલ એક નિવેદનમાં કહેવાયું છે કે, દેશના સામ્રાજ્યને બચાવવા આ પગલું ઉઠાવાયું છે. નિવેદનમાં કહ્યુ છે આ કદમ આતંકવાદ આતંકવાદને સમર્થન કરતા કતરના પ્રયાસો, યમનમાં અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકી સમુહોને સમર્થન આપવાને કારણે ઉઠાવાયું છે.
First published: June 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर