Home /News /ahmedabad /અમદાવાદ : દર 10 વ્યક્તિએ 8 ને કમરના દુખાવાની તકલીફ, ડોક્ટર્સે આપી આવી સલાહ
અમદાવાદ : દર 10 વ્યક્તિએ 8 ને કમરના દુખાવાની તકલીફ, ડોક્ટર્સે આપી આવી સલાહ
સમગ્ર વિશ્વમાં 16મી ઓક્ટોબરે વર્લ્ડ સ્પાઇન ડે (World Spine Day-2021) તરીકે ઉજવાય છે
World Spine Day-2021 - નોકરીયાત વર્ગ કે જેઓ લાંબુ બેઠાળું જીવન જીવતા હોય, કાર્યશૈલીમાં બેઠાળુ જીવન પસાર કરતા હોય, ઇલેક્ટ્રોનિક ગેજેટનો વધુ ઉપયોગ કરતા હોય તેમને લાંબા ગાળે સ્પાઇન અને કમરના દુખાવાની સંભાવનાઓ પ્રબળ રહેલી હોય છે
અમદાવાદ : સમગ્ર વિશ્વમાં 16મી ઓક્ટોબરે વર્લ્ડ સ્પાઇન ડે (World Spine Day-2021) તરીકે ઉજવાય છે. આ વર્ષે બેક ટુ બે થીમ (World Spine Day Theme)આધારિત આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આપણી કમરને મજબૂત રાખીને કાર્યક્ષમતા વધારીએ તે આ થીમનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. રાજ્યના ખ્યાતનામ સ્પાઇન સર્જન અને ભૂતપૂર્વ સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી સ્પાઇન ડે (World Spine Day)ના દિવસે નાગરિકો આરોગ્યપ્રદ જીવન જીવે તેની શુભેચ્છા પાઠવીને સ્પાઇન-કરોડરજ્જુને અસરકારક રાખવાની કેટલીક સલાહ આપી છે.
ખાસ કરીને યુવાનો અને નોકરીયાત વર્ગ કે જેઓ લાંબુ બેઠાળું જીવન જીવતા હોય, કાર્યશૈલીમાં બેઠાળુ જીવન પસાર કરતા હોય, ઇલેક્ટ્રોનિક ગેજેટનો વધુ ઉપયોગ કરતા હોય તેમને લાંબા ગાળે સ્પાઇન અને કમરના દુખાવાની સંભાવનાઓ પ્રબળ રહેલી હોય છે. આ દુખાવાથી બચવા અને કમરના મણકાને મજબૂત રાખવા માટે લાંબા સમય સુધી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ ટાળવો જોઇએ. કોમ્પ્યુટર સામે બેસીને લાંબા સમય કામગીરી કરતા નોકરીયાત વર્ગ માટે પણ તેઓ સમયતાંરે બ્રેક લઇને કામ કરવાની સલાહ આપી છે.
મનુષ્ય બાય પેડલર એટલે કે બે પગ પર ચાલનારૂ વર્ગ છે. જે કારણોસર સમયસર કમરની સારસંભાળ રાખવામાં ન આવે તો કમરનો દુખાવો લાંબા ગાળે મોટી હાનિ સર્જી શકતો હોય છે. આજકાલ ખૂબ જ નાની વયે બેકએક એટલે કે કમરના દુખાવાની તકલીફ ધરાવતા યુવાનોની સંખ્યાં પણ વધારો થતો જોવા મળે છે. દર 10 વ્યક્તિએ 8 વ્યક્તિમાં આ તકલીફ જોવા મળી રહી છે. જે કામ સંલગ્ન ડિસેબિલિટી માટેનું કારણ સાબિત થઈ રહ્યું છે.
જેનાથી બચવા એકમાત્ર ઉપાય છે નિયમિત કસરત અને લાંબા સમય સુધી કોઇ પણ એક પોઝિશનમાં બેસવાનું ટાળવું. સ્થિતિ બદલીને કાર્ય કરવામાં આવે તો આ તકલીફમાંથી બચી શકાય છે. ખુરશીમાં બેસીને કામ કરતી વખતે પણ સમયાંતરે પોઝિશન બદલતા રહેવાની સલાહ તબીબ ડૉ. મોદી આપે છે.