Home /News /ahmedabad /Human Rights Day 2021: અમદાવાદ : તિબેટની આઝાદીમાં લેવો જોઈએ ભાગ, જાણો શા માટે

Human Rights Day 2021: અમદાવાદ : તિબેટની આઝાદીમાં લેવો જોઈએ ભાગ, જાણો શા માટે

તિબેટિયન સ્વેટર માર્કેટ

Riverfront Tibetan Sweater Market - વિશ્વ માનવ અધિકાર દિવસ અને દલાઈ લામાને (Dalai Lama)એનાયત કરાયેલા 32માં નોબેલ શાંતિ પુરસ્કાર દિવસ પર રિવરફ્રન્ટ તિબેટિયન સ્વેટર માર્કેટ ખાતે કાર્યક્રમ યોજાયો

અમદાવાદ : વિશ્વ માનવ અધિકાર દિવસ (World Human Rights Day-2021)અને પવિત્ર દલાઈ લામાને (Dalai Lama)એનાયત કરાયેલા 32માં નોબેલ શાંતિ પુરસ્કાર દિવસ પર રિવરફ્રન્ટ તિબેટિયન સ્વેટર માર્કેટ ( Riverfront Tibetan Sweater Market )ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ભારત તિબેટ મૈત્રી સંઘ અને તિબેટિયન સ્વેટર માર્કેટના સંયુક્ત પ્રયાસથી વિશ્વ માનવ અધિકાર દિવસ અને પવિત્ર દલાઈ લામાને એનાયત કરાયેલા 32માં નોબેલ શાંતિ પુરસ્કાર દિવસ પર યોજાયેલા કાર્યક્રમમાં મેયર કિરીટ પરમાર (Mayor Kirit Parmar), એમ જે પુસ્તકાલયના સભ્ય ડો હેમંત ભટ્ટ તેમજ ભારત તિબેટ મૈત્રી સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.અમિત જ્યોતિકર ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મેયર કિરીટ પરમારે તિબેટની સંસ્કૃતિ તેમજ ભારત સાથેના સંબંધો વિશે છણાવટ કરી હતી. ડો. અમિત જ્યોતિકરે તિબેટની આઝાદીમાં શા માટે ભારતીયોએ ભાગ લેવો જોઈએ તેના વિશે જણાવ્યું હતું કે ભારત તિબેટ મૈત્રી સંઘ 1956થી તિબેટની આઝાદી અને ભારતની સુરક્ષાના સિદ્ધાંત સાથે કાર્ય કરી રહ્યું છે. ભારત અને ચીન વચ્ચે તિબેટ બફર સ્ટેટ છે. તેનો રાષ્ટ્રધ્વજ રાજ પ્રધાન સંસ્કૃતિ તેમજ એક શાંતિપ્રિય તેમજ ધાર્મિક સ્વભાવના પ્રજા ધરાવતો દેશ છે. ચીનની સામ્રાજ્યવાદી નીતિના કારણે તાઈવાન, હોંગકોંગ અને તિબેટ જેવા દેશોને પણ ગળી ગયું છે.

1949માં તિબેટને ગુલામ બનાવ્યા બાદ ચીનની બોર્ડર ભારતની નજીક આવતા ભારતના સંરક્ષણનો ખર્ચો ખૂબ જ વધી ગયો છે. જો તિબેટ આઝાદ થાય તો ભારતનો આ ખર્ચો બચે જે ભારતમાં માળખાકીય સુવિધા તેમજ વિકાસના કાર્યોમાં વપરાય જેનાથી ભારતના સુખાકારીમાં વધારો થાય. તિબેટ દુનિયાનું છાપરું છે આ છાપરા ઉપર ચીને મિસાઈલ રાવલપિંડી લાહોર અને કરાંચી તરફ નહીં પરંતુ ભારતના મહાનગર તરફ રાખ્યા છે. પર્યાવરણનું જે રીતે નિકંદન કાઢી રહ્યું છે તેના પરીણામ સ્વરૂપે જંગલો નાશ થઈ રહ્યા છે. નદીઓના વહેણ પણ ભારત તરફ આવવાથી વિનાશક પૂર પણ આવે છે.

આ પણ વાંચો - AMCના ઇંડા-નોનવેજ લારીઓ પર પ્રતિબંધના નિર્ણય પર HC નારાજ, અધિકારી અને સત્તાધીશોને વેધક સવાલ

કરોડો હિંદુઓની આસ્થાનું પ્રતિક કૈલાસ માન સરોવર ચીનના તાબા હેઠળ આવવાથી પ્રત્યેક ભારતીયે 500 ડોલર ચૂકવવા પડે છે. આમ ભારત તિબેટ મૈત્રી સંઘ કૈલાસ માન સરોવર મુક્તિ આંદોલન વર્ષોથી ચલાવી રહ્યું છે. તિબેટની આઝાદી ભારતની સુરક્ષા છે એવું દૃઢપણે માને છે માટે તિબેટીયન પ્રજા તેમજ પરમ પૂજ્ય દલાઈ લામા પ્રત્યે આદર્શને અને તેમની દુઃખની ઘડીમાં પ્રત્યેક ભારતીય ઉભો રહે છે.

કોરોના મહામારીમાં ભારત તિબેટ મૈત્રી સંઘના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી રાહતફંડમાં પણ યથાયોગ્ય મદદ તિબેટીયન સ્વેટર માર્કેટ દ્વારા પહોંચાડી છે. આમ ભારત અને તિબેટ વચ્ચેના સંબંધો ખૂબ જ ઘનિષ્ઠ છે, સાંસ્કૃતિક એકતા છે પરિણામ સ્વરૂપે તિબેટની આઝાદી એ જ ભારતની સુરક્ષા જે વિચારધારા સાથે આગામી સમયમાં તિબેટ મુક્તિ સાધનામાં પ્રત્યેકે ભારતનો નાગરિક જોડાય તેવું આહવાન ડો.અમિત જ્યોતિકરે કર્યું હતું.

ગરમ કપડાના ભાવમાં વધારો

ગરમ કપડા ખરીદતા પહેલા લોકોનો મોટો પ્રશ્ન હોય છે કે ક્યાંથી ખરીદવું? કારણ કે બજારની અંદર ઠંડીથી રક્ષણ આપવા કપડાંની જગ્યાએ દેખાવમાં સુંદર હોય પરંતુ ઠંડી સામે ટકી જ ના શકે તેવા કપડા મળવા લાગ્યા છે. ગરમ કપડા માટે તિબેટિયન માર્કેટ પ્રખ્યાત છે. જોકે આ વર્ષે જુદી જુદી ચીજોમાં જે પ્રકારે ભાવવધારો જોવા મળ્યો છે એ જ પ્રકારે ગરમ કપડાના ભાવમાં પણ ભાવવધારો જોવા મળશે. ગત વર્ષની સરખામણીમાં 20 ટકા જેટલો ગરમ કપડાના ભાવમાં વધારો થયો છે. બાળકોના સ્વેટર, જેકેટના ભાવની શરૂઆત 600થી 800 રૂપિયા, જ્યારે યુવાનો માટે જેકેટના ભાવની કિંમત 800થી 1000 રૂપિયા છે. તિબેટિયન રેફ્યુજી સ્વેટર બજાર અમદાવાદ સિવાય રાજ્યના જુદા જુદા શહેરોમાં ખૂલ્યા છે. એકલા અમદાવાદમાં 400 પરિવારો સ્વેટરનું વેચાણ કરે છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Human Rights Day-2021, અમદાવાદ, તિબેટ, રિવરફન્ટ

विज्ञापन
विज्ञापन