Home /News /ahmedabad /વર્લ્ડ હાર્ટ ડે: વાયુ પ્રદુષણથી પણ હૃદય રોગ થઈ શકે, જાણો શું કહી રહ્યા છે નિષ્ણાત તબીબો

વર્લ્ડ હાર્ટ ડે: વાયુ પ્રદુષણથી પણ હૃદય રોગ થઈ શકે, જાણો શું કહી રહ્યા છે નિષ્ણાત તબીબો

(પ્રતિકાત્મક તસવીર: Shutterstock)

World Heart Day: અત્યાર સુધી એવું માનવામાં હતું કે વાયુ પ્રદૂષણ માત્ર ફેફસા અને શ્વસન સંબંધિત બિમારીઓ માટે કારણભૂત હોય છે, પરંતુ એક અભ્યાસમાં હ્રદય રોગ અને કેન્સર માટે પણ વાયુ પ્રદુષણ જવાબદાર છે.

અમદાવાદ: અત્યાર સુધી એવું માનવામાં હતું કે વાયુ પ્રદૂષણ માત્ર ફેફસા અને શ્વસન સંબંધિત બિમારીઓ માટે કારણભૂત હોય છે, પરંતુ એક અભ્યાસમાં હ્રદય રોગ અને કેન્સર માટે પણ વાયુ પ્રદુષણ જવાબદાર છે. તબીબી નિષ્ણાતઓના મતે હાઇવેની નજીક રહેતાં કે પછી વાહનોના ધુમાડાના વધુ સંપર્કમાં આવતાં વ્યક્તિને પણ હ્રદય રોગ થવાનું જોખમ વધારે છે. ડોકટર્સ હૃદય રોગને નંબર વન કિલર ગણાવી રહ્યા છે અને વાયુ પ્રદુષણ ઉપરાંત અન્ય ચાર એમ કુલ પાંચ મહત્વના કારણો પણ હૃદયરોગ માટે કારણ જવાબદાર છે.

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કાર્ડિયોવાસ્ક્યુલર ડિસિઝ મૃત્યુ માટે ટોચનું કારણ હોવાનું ધ્યાનમાં લેતાં ડોક્ટર્સે કાર્ડિયાક સમસ્યાઓ માટે કારણભૂત કેટલાંક જોખમી પરિબળોમાં બદલાવ વિશે ચિંતા વ્યક્ત કરી છે. જેમાંથી ઘણાં પરિબળો કોવિડ-19માંથી પેદા થયા છે. દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી કરાય છે, ત્યારે અપોલો સીવીએચએફ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદના કાર્ડિયોલોજી સર્વિસિસના ડાયરેક્ટર ડો. સમીર દાણીએ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસિઝમાં ટોચના પાંચ ટ્રેન્ડ વિશે જાણકારી આપી. જેમાં કોવિડ-19 દર્દીઓમાં ઓછા કે કોઇપણ જોખમી પરિબળ (ડાયાબિટિસ, કોલેસ્ટ્રોલ અથવા હાઇપર ટેન્શન વગેરે) ન હોવા છતાં હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે.

આ પણ વાંચો: નવરાત્રીમાં પીધેલાઓને પકડવા પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, શોખીનોમાં ફફડાટ

કોવિડ-19નું નિદાન થયાના મહિનાઓ બાદ એન્જિયોપ્લાસ્ટીના અને સાધારણ બ્લોકેજ ધરાવતા વ્યક્તિઓમાં બ્લોકેજ વધ્યું છે. 10-20 ટકા બ્લોકેજ ધરાવતા એન્જિયોપ્લાસ્ટીના દર્દીઓમાં કોવિડ-19 બાદ નિયમિત દવાઓ લેવા છતાં બ્લોકેજ વધીને 90 ટકા સુધી પહોંચ્યું છે. તેમજ હાઇવેની નજીક રહેતાં કે વાહનોના ધુમાડાના વધુ સંપર્કમાં આવતાં વ્યક્તિને હ્રદય રોગ થવાનું જોખમ વધુ હોય છે. ફેટ, સ્ટાર્ચ, એડેડ શુગર અને હાઇડ્રોજનેટટેડ ફેટ જેવાં ખાદ્ય પદાર્થોમાંથી તૈયાર કરાયયેલા પ્રોસેસ્ડ ફૂડનું સેવન પણ હ્રદયના સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. વાયુ પ્રદૂષણ અને પ્રોસેસ્ડ ફૂડને કારણે થતો સોજો લિપિડને આકર્ષિત કરે છે, જે પણ બ્લોકેજનું કારણ બને છે.

ડો. દાણીએ કહ્યું હતું કે, અગાઉ ડાયાબિટીસની સારવાર હ્રદય રોગથી બચવા શુગરને નિયંત્રણમાં રાખવા કરાતી હતી. હવે અભિગમ એવો છે કે, ડાયાબિટીસ માટે કરાયેલી સારવાર શુગરને નિયંત્રણમાં રાખવા ઉપરાંત હ્રદય રોગના જોખમને સંભાવનાઓ ઘટાડે છે. આજ પ્રકારનો અભિગમ કોલેસ્ટ્રોલની સારવાર માટે પણ અપનાવવામાં આવ્યો છે. એક સંશોધનમાં લિપોપ્રોટીન લિટલ (એલપી)નું સ્તરણ પણ છે. ભારતીયોમાં આ પ્રોટીનનું સ્તર ઊંચું હોવાથી તેમને સીવીડીનું જોખમ વધુ રહે છે.

માનસિક આરોગ્ય ઉપર અસરઃ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નક્કી કરવું સરળ છે, પરંતુ તણાવનું પ્રમાણ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે. લાંબા સમય સુધી તણાવ, ચિંતા અને ડિપ્રેશનનો અનુભવ કરતાં વ્યક્તિઓ હાઇ બ્લડ પ્રેશર અને હ્રદયના ધબકારામાં વધારો અનુભવે છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat News, Heart Disease, Heart Problem

विज्ञापन
विज्ञापन