રાજકોટઃ56લાખનો ટેક્સ ન ભરવો હોય તો મને રૂ.3લાખ આપો, સેલટેક્સ ઓફિસર લાંચ લેતા પકડાયા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટઃ56લાખનો ટેક્સ ન ભરવો હોય તો મને રૂ.3લાખ આપો, સેલટેક્સ ઓફિસર લાંચ લેતા પકડાયા
રાજકોટઃ રાજકોટમાં સેલ્સ ટેક્સની તપાસમાં દંડની નોટિસ બહાર ન પાડવા બાબતે સેલ્સ ટેક્સ ઓફિસર રૂપિયા 2.25 લાખની લાંચ માગતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. ટ્રાન્સપોર્ટના મલિકને તમે રાજ્ય બહારથી વાહનો લઇ આવો છો તેમ કહી રૂપિયા 56 લાખનો ટેક્સ ભરવો પડશે તેવું કહ્યા બાદ સેલ્સ ટેક્સ ઓફિસરે પોતે જ સામેથી લાંચની માગણી કરી હતી.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
રાજકોટઃ રાજકોટમાં સેલ્સ ટેક્સની તપાસમાં દંડની નોટિસ બહાર ન પાડવા બાબતે સેલ્સ ટેક્સ ઓફિસર રૂપિયા 2.25 લાખની લાંચ માગતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. ટ્રાન્સપોર્ટના મલિકને તમે રાજ્ય બહારથી વાહનો લઇ આવો છો તેમ કહી રૂપિયા 56 લાખનો ટેક્સ ભરવો પડશે તેવું કહ્યા બાદ સેલ્સ ટેક્સ ઓફિસરે પોતે જ સામેથી લાંચની માગણી કરી હતી. રાજકોટમાં બહુમાળી ભવનમાં સેલ્સ ટેક્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાગીણીબેન શરદભાઈ રાવલ બે દિવસ પહેલા એક ટ્રાન્સપોર્ટની ઓફિસે ગયા હતા અને કહ્યું હતું કે તમે રાજ્ય બહારથી વાહન લાવો છો તમારે 56 લાખનો સેલ્સ ટેક્સ ભરવો પડશે અને નોટિસ આપી હતી. ત્યારબાદ ત્યાંથી ચાલ્યા ગયા હતા બીજે દિવસે રાગિણીબેને સામેથી ફોન કર્યો હતો અને સેટિંગ કરવાની વાત કહી હતી અને કાલાવડ રોડ પર મળવાની વાત કરી હતી. ત્યારબાદ નક્કી થયા પ્રમાણે ગઈકાલે રાગિણીબેન ટ્રાન્સપોર્ટ ઓફિસના માલિકને મળ્યા હતા અને નોટિસ પાછી ખેંચવી હોય તો રૂપિયા 3 લાખની લાંચની માગણી કરી હતી પરંતુ છેલ્લે 2.25 લાખમાં નક્કી થયું હતું. ત્યારબાદ ટ્રાન્સપોર્ટના માલિકે રાજકોટ એન્ટી કરપ્સન બ્યુરોનો સંપર્ક કર્યો હતો અને આજે જ્યારે કાલાવડ રોડ પર સેલ્સ ટેક્સ ઓફિસર ટ્રાન્સપોર્ટ માલિક પાસેથી રૂપિયા 2.25 લાખની લાંચ લેતા હતા ત્યારે એ સી બીના અધિકારીઓએ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.
First published: August 10, 2016
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...