Home /News /ahmedabad /Ahmedabad News: ગુજરાતમાં પહેલીવાર ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ: જે કૂખે દીકરીઓ જન્મી હતી એ જ કૂખે દીકરીઓ હવે પોતાના સંતાનોને જન્મ આપશે

Ahmedabad News: ગુજરાતમાં પહેલીવાર ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ: જે કૂખે દીકરીઓ જન્મી હતી એ જ કૂખે દીકરીઓ હવે પોતાના સંતાનોને જન્મ આપશે

કેડી હોસ્પિટલ

Uterus Transplant in Gujarat: બંને દર્દી મહિલાઓ અને તેમને ગર્ભાશય ડોનેટ કરનારી ડોનર તેમની માતાઓ સ્વસ્થ છે. હવે સાત મહિના પછી બંને મહિલાઓ ગર્ભ ધારણ કરી શકશે.

અમદાવાદ: ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટની ઘટના બની છે એટલું જ નહીં કોઈ સરકારી હોસ્પિટલમાં ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ થયું હોય એવી દેશમાં પ્રથમ ઘટના બની છે. જી હા અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસની કિડની હોસ્પિટલમાં અમદાવાદ અને કેશોદ એમ બે મહિલાઓનું ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ થયું છે. અને આ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટે પુનથી 10 ડોકટર્સની ટીમ અમદાવાદ આવી હતી. હવે ગુજરાતમાં પણ ગર્ભાશયના પ્રત્યારોપણ ઉપલબ્ધ બનતા માતૃત્વની ઝંખના રાખતી મહિલાઓ માટે આ ટ્રાન્સપ્લાન્ટ વરદાન રૂપ સાબિત થશે.

દર 5000 હજાર મહિલાઓમાં એકાદ કિસ્સો એવો હોય છે જેમાં મહિલાને જન્મથી જ ગર્ભાશયની કોથળી હોતી નથી. ગુજરાતની આવી જ બે મહિલાઓનું ગર્ભાશયનુ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. એક અમદાવાદ અને એક કેશોદની બે મહિલાઓની માતાઓમાંથી મહિલાઓને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

આ અંગે કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડો. વિનીત મિશ્રાએ જણાવ્યું કે, આમ તો ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટની પ્રોસેસ 12 કલાકની હોય છે પણ ડો. શૈલેષ પુતામ્બેકરની ટીમે 10થી12 કલાકમાં બંને ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા છે. બંને મહિલાઓમાં સફળ રીતે ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ થતા આશાનું કિરણ બંધાયું છે બંને મહિલા હવે ગર્ભ ધારણ કરી શકશે.

આ પણ વાંચો:  પ્રેમીએ આપઘાત કરતા સગીર પ્રેમિકાએ પણ ગળાફાંસો ખાધો

પુનાથી આવેલા ડો. શૈલેષએ જણાવ્યું કે ગુજરાતમાં ઈતિહાસ સર્જાયો છે એક જ દિવસમાં બે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ થયા છે. વર્ષ 2017માં પહેલું મહારાષ્ટ્રના પુનમાં અમે ગર્ભાશયની કોથળીનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. મહારાષ્ટ્ર સિવાય દેશમાં ક્યાંય આ ટ્રાન્સપ્લાન્ટ થયું ન હતું હવે ગુજરાતમાં આ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. અમે આ આખું ઓપરેશન દૂરબીનથી કર્યું છે જે આખા વિશ્વમાં કોઈ કરતું નથી. બંને દર્દી મહિલાઓ અને તેમને ગર્ભાશય ડોનેટ કરનારી ડોનર માતાઓ સ્વસ્થ છે. હવે સાત મહિના પછી બંને મહિલાઓ ગર્ભ ધારણ કરી શકશે. એટલે કે. જે ગર્ભાશયમાં એ મહિલાઓએ જન્મ લીધો હતો તેમ તેઓ પોતાના બાળકને જન્મ આપી શકશે. મહત્વનુ છે કે ગુજરાતમાં ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ થાય એ માટે છેલ્લા 2 વર્ષથી કિડની હોસ્પિટલ દ્વારા પ્રયાસ કરવામાં આવતા હતા. જે આખરે હવે  ટ્રાન્સપ્લાન્ટ થતા માતૃત્વની ઝંખના રાખતી મહિલાઓ માટે આ ટ્રાન્સપ્લાન્ટ આશીર્વાદ રૂપ બનશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन
विज्ञापन