અમદાવાદ : મહિલા તલાટીનો આપઘાત, ACBએ લાંચ કેસમાં કરી હતી ધરપકડ

4 મહિના પહેલા 4000 રુપિયાની લાંચમાં ACBએ ધરપકડ કરી હતી

News18 Gujarati
Updated: September 11, 2019, 11:08 PM IST
અમદાવાદ : મહિલા તલાટીનો આપઘાત, ACBએ લાંચ કેસમાં કરી હતી ધરપકડ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 11, 2019, 11:08 PM IST
ભાવિક આચાર્ય, અમદાવાદ : અમદાવાદના(Ahmedabad) નારોલ (Narol) વિસ્તારમાં શીતલ વેગડા (Sheetal Vegda) નામની તલાટી (Talati) મહિલાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા (Suicide)કરી લેતા ચકચાર મચી છે. નારોલ પોલીસે અકસ્માતે મોત નોધી તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું નારોલ શ્રીનાથ રેસીડેન્સીમાં રહેતી શીતલ વેગડા મેમનગરમાં તલાટી તરીકે ફરજ બજાવતી હતી. શીતલ વેગડા સામે 14 મે 2019ના રોજ વારસાઈનું પ્રમાણપત્ર કાઢી આપવા બદલ 4000 રુપિયાની લાંચની એસીબીની ટ્રેપ થઈ હતી. જેમાં એસીબીએ તેની ધરપકડ કરી હતી. લાંચ લેવાનો આરોપ લાગતા મનમાં માઠું લાગી આવ્યું હતું. જેને પગલે બુધવારે બપોરના સુમારે ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચો - અમદાવાદના થલતેજમાં કાશ્મીરની અનોખી થીમ પર ગણેશજી બિરાજમાન

પોલીસને શીતલ વેગડાની સુસાઇડ નોટ પણ મળી આવી છે જેના આધારે નારોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નારોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એ.જાધવે જણાવ્યું હતુ કે શીતલ વેગડાના ઉપર ગત મે મહિનામાં લાંચ લેવાનો ગુનો નોંધાયો હતો જેના કારણે તે માનસિક તણાવમાં રહેતી હતી. જેનો ઉલ્લેખ તેણે સ્યુસાઈડ નોટમાં કર્યો છે. તેમના પતિ તુષાર વેગડા જે પોસ્ટ ખાતામા ફરજ બજાવે છે તે ઘરે હાજર ન હતા તે દરમિયાન તેમણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરવાનું પગલુ ભર્યુ હતું. હાલમાં પોલીસે ગુનો નોધી સ્યુસાઈડ નોટના આધારે તપાસ હાથ ધરી છે.
First published: September 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...