Home /News /ahmedabad /

અમદાવાદ: જબરું 'જુગાડ' કરી મહિલા 5 વર્ષ ઓસ્ટ્રેલિયા રહી આવી, પરત ફરતાં ઝડપાઇ

અમદાવાદ: જબરું 'જુગાડ' કરી મહિલા 5 વર્ષ ઓસ્ટ્રેલિયા રહી આવી, પરત ફરતાં ઝડપાઇ

ઓસ્ટેલિયા ગયેલ મહિલા પરત આવતા પકડાઈ ગઈ

Ahmedabad News: નકલી પાસપોર્ટ પર ઓસ્ટ્રેલિયા જઈ પાછી આવેલી મહિલા ઇમિગ્રેશન ચેકીંગમાં પકડાઈ, આમ ફૂટ્યો ભાંડો

અમદાવાદ: નકલી પાસપોર્ટ પર ઓસ્ટ્રેલિયા જઈ પાછી આવેલી મહિલા પકડાઈ ગઈ છે. મહેસાણાની મહિલા ઇમિગ્રેશન ચેકીંગમાં પકડાઈ અને આધાર કાર્ડે ભાંડો ફોડ્યો હતો. જેમાં મુંબઈની મહિલાના પાસપોર્ટમાં પોતાનો ફોટો ચોંટાડી પાસપોર્ટમાં ચેડાં કર્યા હોવાનું સામે આવ્યું છે.

કેવી રીતે પહોંચ્યા હતા ઓસ્ટ્રેલિયા?

ક્રાઇમ એસઓજી તપાસમાં મહિલા મુંબઈની એજન્ટ મારફતે ઓસ્ટ્રેલિયા ગઈ હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ એસઓજીની ગિરફતમાં આવેલ મહિલાનું નામ ભારતી જયેશ પટેલ છે. તે મૂળ મહેસાણા ગામના સાંથલના રહેવાસી છે. આજથી પાંચ વર્ષ પહેલાં મહિલા મુંબઈના એક એજન્ટ મારફતથી મહિલા અને તેનો પતિ 35 લાખ રૂપિયામાં નકલી પાસપોર્ટના આધારે ઓસ્ટ્રેલિયા ગયા હતા. પાંચ વર્ષ બાદ મહિલા અમદાવાદ આવી હતી, જ્યાં અમદાવાદ ઇન્ટનેશનલ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી આવેલી ફ્લાઈટમાં આવેલી મહિલા શંકાસ્પદ જણાતા તેના પાસપોર્ટની હિસ્ટ્રી ચેક કરવામાં આવી હતી, જેમાં પેસેન્જર મહિલાનું નામ રૂહી મુસફર રાજપકર અને મુંબઈનું એડ્રેસ લખેલું હતું. જ્યારે તેનું આધારકાર્ડ ચેક કરતા તેમાં પેસેન્જરનું નામ ભારતી પટેલ હોવાનું જાણવા મળ્યું હતું.

પાંચ વર્ષ ઓસ્ટ્રેલિયામાં રહીને પરત આવતાં ઝડપાઇ મહિલા

જે બાદ પૂછપરછ કરતાં મહિલા આરોપીએ કબૂલ્યું હતું કે, તે નકલી પાસપોર્ટ આધારે ઓસ્ટ્રેલિયા ગઈ હતી. પકડાયેલ મહિલા ભારતી પટેલની પૂછપરછ કરતાં સામે આવ્યું કે, મહિલાનો પતિ જયેશ પટેલ હાલ ઓસ્ટ્રેલિયામાં છે. દંપતીને બે બાળકો છે, જે પોતાના વતન મહેસાણામાં છે. પરંતુ પટેલ દંપતી છેલ્લા પાંચ વર્ષથી ઓસ્ટ્રેલિયા રહેતા હોવાથી બાળકોને મળી શક્યા ન હોવાથી ખાસ અમદાવાદ મળવા આવી હતી.

આ પણ વાંચો: 'મિસ્ટ્રી ફિલ્મ' જેવી છે વેપારીની હત્યાની કહાણી, પોલીસ પણ ખોટા પાટે ચઢી!

...ને ઓસ્ટ્રેલિયા જ રોકાઇ ગયા હતા

આરોપી મહિલા ભારતીનું કહેવું છે કે, તે મુંબઈના એક એજન્ટ મારફતે ઓસ્ટ્રેલિયા ગયા હતા. જેમણે  મુસ્લિમ દંપતીવાળું નકલી પાસપોર્ટ બનાવી ઓસ્ટ્રેલિયા મોકલ્યા હતા. જોકે, વિઝીટર વિઝા આધારે ઓસ્ટ્રેલિયા ગયા હતા જે બાદ ત્યાં રોકાઈ ગયા હતા. નકલી પાસપોર્ટના આધારે પટેલ દંપતી ઓસ્ટ્રેલિયા જતા રહ્યા હતા અને મહિલા ઓસ્ટ્રેલિયાથી પરત ભારતમાં આવી હતી. આમ, એરપોર્ટથી લઈ ઇમિગ્રેશન વિભાગની મોટી બેદરકારી સામે આવી છે, ત્યારે હાલ દંપતીના નકલી પાસપોર્ટ બનાવનાર મુંબઈના એજન્ટની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ મહિલાના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन