Home /News /ahmedabad /મહિલા પોલીસ કર્મચારીએ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વિરુદ્ધ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, પોલીસે કરી ધરપકડ

મહિલા પોલીસ કર્મચારીએ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વિરુદ્ધ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, પોલીસે કરી ધરપકડ

પોલીસે વિપુલ મકવાણાની કરી ધરપકડ

Rajkot Police Action: રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે મહિલા પોલીસ કર્મચારી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વિપુલ મકવાણા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે એટીપી વિપુલ મકવાણાની ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે

વધુ જુઓ ...
રાજકોટ: રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે મહિલા પોલીસ કર્મચારી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વિપુલ મકવાણા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે એટીપી વિપુલ મકવાણા વિરુદ્ધ ipcની કલમ 376, 506 તેમજ 323 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અત્યારે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિપુલ મકવાણા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ


પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તે મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે રાજકોટમાં ફરજ બજાવે છે. વર્ષ 2018 માં રૈયા રોડ પર ડિમોલિશન સમયે તેનો પરિચય રાજકોટ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવનારા વિપુલ મકવાણા સાથે થયો હતો. ત્યારબાદ વિપુલ મકવાણાએ તેના નંબર માગતા તેણીએ તેનો નંબર આપ્યો હતો. વિપુલ મકવાણા દ્વારા બાદમાં પોતાને હથિયાર લાયસન્સ કઢાવવું છે તેવું કહેતા તેણીએ રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે આવેલ લાઇસન્સ ખાતેથી ફોર્મ લઈ વિપુલ મકવાણાને આપ્યું હતું. ત્યારબાદ સતત બંને વચ્ચે whatsapp સહિતના માધ્યમોથી વાતચીત થતી હતી.

આ પણ વાંચો: રાજ્યમાંથી માવઠું લેશે વિદાય? જાણો હવામાન વિભાગની આજની આગાહી

આ રીતે થયો હતો પ્રેમ


દરમિયાન વર્ષ 2019માં મારી તબિયત ખરાબ થતા તે સમય વિપુલ મકવાણાનો મારા પર ફોન આવ્યો હતો. વિપુલ મકવાણાનો ફોન આવતા મેં મારી તબિયતના નાદૂરસ્ત હોવાનું જણાવતા તે તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો. ત્યારે મને જણાવ્યું હતું કે, તમે મને ખૂબ જ ગમો છો. આપણે એક જ જ્ઞાતિના છીએ. આપણે લગ્ન કરી લઈશું. તેમ કહી ત્યારબાદ મને ઘરે પણ મૂકી ગયો હતો. રાજકોટ નજીકના ગામે માતાજીનો માંડવો હોય જે બાબતનો વિપુલ દ્વારા આમંત્રણ આપવામાં આવતા હું મારા પરિવાર સાથે ત્યાં હાજરી આપવા પણ ગઈ હતી.

અનેક વાર મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો: પીડિતા


મારા પિતાના અવસાન બાદ એક દિવસ વિપુલ બપોરના સમયે ઘરે આવ્યો હતો. મારે તારી સાથે લગ્ન કરવા જ છે કહી હમદર્દી બતાવી મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ વર્ષ 2021માં હોળીના તહેવાર સમયે પણ મેં તેને ના પાડવા છતાં તેણે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ એપ્રિલ મહિનામાં પણ તેણે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. મેં તેને લગ્નનું કહેતા તેણે કહ્યું હતું કે હું યુપીએસસીની તૈયારી કરી રહ્યો છું. હું એક્ઝામ આપી દઉં ત્યારબાદ આપણે લગ્ન કરીશું. વર્ષ 2022 માં મેં લગ્નનું કહેતા તેણે કહ્યું હતું કે હું પરિવારમાં વાતચીત કરી જોઈશ. દિવાળીમાં વિપુલ તેના ભાઈ ભાભી ને મળવા મને નાગેશ્વરમાં લઈ ગયો હતો. જ્યાં વિપુલના ભાભીએ મને કહ્યું હતું કે વિપુલ માટે કોઈ સારી છોકરી હોય તો બતાવજો. જેથી મેં કહ્યું હતું કે હું જ વિપુલ સાથે લગ્ન કરવાની છું. તે સમયે વિપુલે પણ તેની ભાભીને કહ્યું હતું કે, અમે બંને લગ્ન કરવાના છીએ.


વિપુલ વારંવાર ધમકી પણ આપતો હતો


ડિસેમ્બર 2022માં વિપુલ મને તેના ભાડે રાખેલા નાગેશ્વર ખાતેના ફ્લેટ પર લઈ ગયો હતો. જ્યાં મને ફડાકા મારી મારી સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. 14 ફેબ્રુઆરી 2023 ના રોજ વિપુલે મને મહાનગરપાલિકાની કચેરી ખાતે મળવા બોલાવી હતી. ત્યારે તેણે મને લગ્ન નથી કરવા તેવું કહેતા અમારી વચ્ચે ઝઘડો પણ થયો હતો. વિપુલ પાસે મારા બંનેના ફોટા હોય તેથી તે સગા સંબંધીઓને ફોટા મોકલી આપશે તે પ્રકારની ધમકી પણ આપતો હતો. તો સાથે જ અગાઉ વિપુલ એ મને વીડિયો કોલ કરી કહ્યું હતું કે જો તું મને પ્રેમ કરતી હોય તો તારા હાથ બાળી નાખ. જેથી મેં જે તે સમયે મારા હાથ પર ગરમ તેલ રેડ્યું હતું.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, Gujarati news