Home /News /ahmedabad /

અમદાવાદનો ચકચારી બનાવ: બાળકને માર મારવા મામલે પત્નીએ કરી પતિની હત્યા

અમદાવાદનો ચકચારી બનાવ: બાળકને માર મારવા મામલે પત્નીએ કરી પતિની હત્યા

પત્નીએ પતિની હત્યા કરી. (પ્રતીકાત્મક તસવીર, Shutterstock)

Ahmedabad murder cas: મૃતક વિજયસિંહ યાદવ (Vijaysinh Yadav) બસ ચલાવવાનું કામ કરતો હતો. હત્યાના ગુનામાં પોલીસે હાલ આરોપી પત્ની દીપમાલા (Deepmala)ની ધરપકડ કરી લીધી છે.

    અમદાવાદ: અમદાવાદ શહેરમાં હત્યાનો એક બનાવ (Ahmedabad murder case) સામે આવ્યો છે. જેમાં એક પત્નીએ તેના પતિની હત્યા કરી (Wife kills husband) નાખી છે. એવી માહિતી સામે આવી છે કે દીકરાને ઢોર માર મારતા ગુસ્સામાં આવીને પત્નીએ પતિની છરી મારીને હત્યા કરી નાખી હતી. મળતી માહિતી પ્રમાણે રાત્રે પતિ તેના બાળકને માર મારી રહ્યો હતો. આ દરમિયાન પત્ની બાળકને છોડાવવા વચ્ચે પડી હતી. પતિએ બાળકને માર મારવાનું ચાલુ રાખતા પત્નીએ તેના પતિને છરી (Knife) મારી દીધી હતી.

    બસ ડ્રાઇવર હતો મૃતક


    સામે આવેલી વિગત પ્રમાણે મૃતક વિજયસિંહ યાદવ (Vijaysinh Yadav) બસ ચલાવવાનું કામ કરતો હતો. હત્યાના ગુનામાં પોલીસે હાલ આરોપી પત્ની દીપમાલા (Deepmala)ની ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર બનાવ ચાંદલોડિયાની જય અદિતી સોસાયટી ખાતે બન્યો હતો. એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પતિ તેની પત્નીને દરરોજ માર મારતો હતો.

    ગુજરાતના અન્ય અપડેટ્સ:


    સરકારે ભરતસિંહ સોલંકીને સુરક્ષા આપી

    કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) છેલ્લા થોડા દિવસોથી સતત ચર્ચામાં રહ્યા છે. તાજેતરમાં પારિવારિક કલેશને કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે. હવે સમાચાર પ્રાપ્ત થયા છે કે ગુજરાત સરકાર તરફથી ભરતસિંહ સોલંકીને 24 કલાક સુરક્ષા (Bharatsinh Solanki Security) આપવામાં આવી છે. વીડિયો વિવાદ (Bharatsinh Solanki viral video) બાદ ભરતસિંહે પોતાના પર હુમલો થવાની આશંકા વ્યક્ત કરી હતી. જે બાદમાં સરકારે તેમને ફૂલ ટાઇમ એક ગનમેન સાથે સુરક્ષા આપી છે. ઉલ્લેખનીય છે કે વીડિયો વિવાદ બાદ ભરતસિંહ સોલંકીએ થોડા સમય માટે સક્રિય રાજકારણમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. હવે આગામી સમયમાં ભરતસિંહ સોલંકી સામાજિક સંમેલનો યોજશે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)



    દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા પહેલા ધોકા ઉડ્યા

    દૂધસાગર ડેરી (Dudhsagar Dairy)ની આજે વાર્ષિક સાધારણ સભા મળી છે. જોકે, સામાન્ય સભા મળે તે પહેલા જ ઘર્ષણ (Dudhsagar dairy scuffle)નો બનાવ બન્યો છે. ઘર્ષણમાં બે લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે દૂધસાગર ડેરીના ગેટ (Dudhsagar dairy campus) પાસે જ ઘર્ષણનો બનાવ બન્યો હતો. એવી માહિતી મળી છે કે વાર્ષિક સાધારણ સભા (Dudhsagar dairy annual generla meeting) પહેલા જ ડેરી સંકુલ બહાર વિપુલ ચૌધરી (Vipul Chaudhary)ના સમર્થકો અને અશોક ચૌધરી (Ashok Chaudhary)ના સમર્થકો આમને સામને આવી ગયા હતા . (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

    સુરતમાં પૂર ઝડપે દોડી રહેલા ડમ્પરે બે યુવકને કચડી નાખતા અરેરાટી

    સુરતમાં ખૂબ જ કરુણ ઘટના (Surat Accident) બનવા પામી છે. જેમાં બેફામ ઝડપે દોડી રહેલા એક ડમ્પરે બે યુવાનોને કચડી (Truck crushed two youth) નાખ્યા છે. બંને યુવાનના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જોકે, વાત આટલેથી અટકી ન હતી. જીવ ગુમાવનાર બંને યુવાનોનાં મૃતદેહ કલાકો સુધી ઘટનાસ્થળે પડી રહ્યા હતા. હકીકતમાં બે પોલીસ વચ્ચે હદનો વિવાદ થતાં મૃતદેહો રઝળ્યા હતા. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Husband, અમદાવાદ, ગુનો, પોલીસ

    આગામી સમાચાર