Home /News /ahmedabad /

અમદાવાદ: ખુરશીમાં બેસવા મામલે તકરાર, બેંકના સિક્યોરિટી ગાર્ડે ફાયરિંગ કરતા મહિલા ઈજાગ્રસ્ત

અમદાવાદ: ખુરશીમાં બેસવા મામલે તકરાર, બેંકના સિક્યોરિટી ગાર્ડે ફાયરિંગ કરતા મહિલા ઈજાગ્રસ્ત

ખુરશીમાં બેસવાની તકરારમાં ફાયરિંગ

Ahmedabad firing: પોલીસના જણાવ્યા પ્રમાણે બેંકમાં ખુરશીમાં બેસવા મામાલે પીડિત મહિલા (ગ્રાહક) અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે તકરાર થઈ હતી. જે બાદમાં સિક્યોરિટી ગાર્ડે ફાયરિંગ કર્યું હતું.

    અમદાવાદ: અમદાવાદ શહેરમાં ફાયરિંગ (Ahmedabad firing)નો એક બનાવ બન્યો છે. જેમાં એક્સ આર્મીમેન તરફથી ફાયરિંગ કરવામાં આવતા એક મહિલાને ઇજા પહોંચી છે. મહિલાને સારવાર માટે ખસેડાયા છે. આ મામલે એરપોર્ટ પોલીસ (Airport police) તરફથી વધારે તપાસ કરવામાં આવી રહી છે. હકીકતમાં એક્સ આર્મીમેન બેંકમાં સિક્યોરિટી ગાર્ડ (SBI security guard) તરીકે નોકરી કરે છે. આ મામલે પોલીસે એક્સ આર્મીમેનને કોર્ડન કરી લીધા છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

    સામાન્ય બોલાચાલી બાદ ફાયરિંગ


    આ અંગે મળતી માહિતી પ્રમાણે એરપોર્ટ પોલીસ મથક વિસ્તાર હેઠળ આવતી મહારથી સોસાયટી પાસે આવેલી એસબીઆઈ બેંકમાં આ બનાવ બન્યો છે. જેમાં સિક્યોરિટી તરીકે ફરજ બજાવતા એક્સ આર્મીમેને ફાયરિંગ કર્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બેંકમાં ખુરશીમાં બેસવા મામલે પીડિત મહિલા (ગ્રાહક) અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે તકરાર થઈ હતી. જે બાદમાં સિક્યોરિટી ગાર્ડે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ગોળી મહિલાને વાગી હતી. બનાવ બાદ મહિલાને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેવામાં આવી છે. એરપોર્ટ પોલીસે આ મામલે સિક્યોરિટી ગાર્ડ એવા એક્સ આર્મીમેનને કોર્ડન કરી લીધા છે.

    ગુજરાતના અન્ય અપડેટ્સ:


    બીજેપી નેતાઓની દારૂ પાર્ટી!


    બાકોરમાં ભાજપ નેતાઓએ દારૂ પાર્ટી (BJP worker liquor party) કરી હોવાની વિગતો સામે આવી છે. બાકોરના સુંદરવન (Bakor Sundarvan) ખાતે બીજેપી નેતાઓ અને કાર્યકરો દારૂ પીને છાકટા બન્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. દારૂ પાર્ટી બાદ તમામ કાર્યકરો ડી.જે.ના તાલે ઝૂમ્યા હતા. આ કાર્યક્રમમાં બીજેપીના ધારાસભ્ય જિગ્નેશ સેવકે (BJP MLA Jigneshkumar Sevak) પણ હાજરી આપી હતી. જોકે, ધારાસભ્ય તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, તેઓ નીકળી ગયા બાદ આ પાર્ટી યોજાઈ હતી. તેમની હાજરીમાં દારૂ પાર્ટી થઈ નથી. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)


    રાજકોટમાં આસિફ જુણેજાની હત્યા


    રાજકોટ શહેરમાં હત્યાનો વધુ એક બનાવ (Rajkot murder case) સામે આવ્યો છે. રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન (Pradyuman Nagar police station) વિસ્તારમાં આવેલા કિટીપરામાં પિતરાઈ ભાઈની નજર સમક્ષ જ પિતરાઇ ભાઇની હત્યા નિપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. છરીના બે ઘા ઝીંકી આરોપી વિકી ઉર્ફે અશોક પરમારે (Ashok Parmar) આસિફ જુણેજા (Asif Juneja) નામના વ્યક્તિની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરી છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

    'તું મરી જા' કહીને માતા સગીર દીકરી પર ચપ્પુ લઈને તૂટી પડી હતી


    ગત અઠવાડિયે વડોદરામાં એક ચકચારી બનાવ સામે આવ્યો હતો. જેમાં એક માતાએ તેની 13 વર્ષની સગીર દીકરી પર ચપ્પુથી હુમલો (Woman slashes her teenage daughter) કરી દીધો હતો. માતાએ એક પછી એક સગીરા પર ચપ્પુથી 20 વાર કર્યાં હતા. હાલ સગીરાની સયાજી હૉસ્પિટલ (Shree Sir Sayaji General Hospital - Vadodara) ખાતે સારવાર ચાલી રહી છે. સારવાર દરમિયાન સગીરાએ એવું જણાવ્યું છે કે તેની માતાએ ત્રણ દિવસ પહેલાથી જ હુમલાનું આયોજન કર્યું હતું. સગીરાએ તેની માસી સાથેની વાતચીત દરમિયાન આ હકીકત જણાવી છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર