Home /News /ahmedabad /અમદાવાદની યુવતીના બેઉં બગડ્યા! પ્રેમી માટે પતિને છૂટાછેડા આપ્યા ત્યાં પ્રેમી પણ ભાગી ગયો!
અમદાવાદની યુવતીના બેઉં બગડ્યા! પ્રેમી માટે પતિને છૂટાછેડા આપ્યા ત્યાં પ્રેમી પણ ભાગી ગયો!
યુવતીએ પ્રેમી સામે નોંધાવી ફરિયાદ.
Ahmedabad Love Affair: બે મહિના પહેલા આ યુવતી તથા જીવન કુબેરનગર ખાતે મળ્યા હતા ત્યાં નરોડા ખાતે આવેલી એક હોટલમાં ગયા હતા. જ્યાં જીવન યુવતી સાથે બળજબરી કરવા લાગ્યો હતો, જેથી યુવતીએ તેવું કરવાની ના પાડતા જીવને હું તારો પતિ થવાનો છું, લગ્ન કરવાનો છું, તારાથી કોઈ દિવસ અલગ નહીં રહું, આખી જિંદગી પત્ની બનાવીને રાખીશ તેમ કહી શરીર સંબંધ બાંધ્યો હતો.
અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતી સાથે બાવાના બે બગડ્યા જેવો ઘાટ ઘડાયો છે. યુવતીએ એક યુવક સાથે લગ્ન કર્યાં હતા, એવામાં ઇન્સ્ટાગ્રામમાં યુવતીનો સંપર્ક એક યુવક સાથે થયો હતો અને તેણી તે યુવકના પ્રેમમાં પડી હતી. આ પ્રેમી તેની સાથે વાતો કરી લગ્નની લાલચો આપી હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધતો હતો. યુવતીનો પ્રેમી તેણીને તેના પતિને છૂટાછેડા આપી દેવા માટે જણાવતો હતો. પ્રેમીની વાતમાં આવીને યુવતીએ તેના પતિને છૂટાછેડા આપી દીધા હતા. જોકે, યુવતીએ પતિને છૂટાછેડા આપ્યા બાદ લગ્ન કરી લેવાનું વચન આપનાર તેનો પ્રેમી પણ ફરાર થઈ ગયો હતો. આ મામલે યુવતીની ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં લગ્ન બાદ પણ અન્ય યુવકને પામવાની લાલચમાં યુવતીએ પતિ અને પ્રેમી બંને ગુમાવવાનો વારો આવ્યો છે.
શહેરના સરદારનગરમાં રહેતી 19 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2021માં એક યુવક સાથે થયા હતા. પતિ સાથે મનમેળ ન રહેતા યુવતી સાસરે રહેવા ગઈ ન હતી અને તેની માતા તથા માસી સાથે રહેવા લાગી હતી. આઠ મહિના પહેલા Instagram થકી રોયલ જીવન નામના એક છોકરાની આ યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જેથી યુવતીએ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ તેની સાથે મેસેજથી વાતચીત કરવા લાગી હતી. બાદમાં આ યુવક યુવતીએ બંનેને એકબીજાના મોબાઈલ નંબર આપ લે કર્યો હતો. યુવકે પોતાનું નામ જીવન પરમાર જણાવ્યું હતું અને નરોડા ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું.
બાદમાં અવારનવાર વાતચીત દરમિયાન યુવક ફરિયાદી યુવતીને હું તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરવા માંગુ છું, તેવી વાતો કરવા લાગ્યો હતો. જેથી યુવતીએ તેણીના લગ્ન થઈ ગયા છે પરંતુ મારે મારા પતિ સાથે બનતું ન હોવાથી પિયરમાં રહેવાની વાત કરી હતી. આ દરમિયાન જીવન નામના યુવકે તું ચિંતા ન કર, હું તારી સાથે લગ્ન કરવા માગું છું, તું પહેલા પતિથી છૂટાછેડા લઈ લે તેમ કહેતા યુવતીને જીવન ઉપર વિશ્વાસ આવી ગયો હતો અને પતિ સાથે છૂટાછેડા લેવાની તજવીત કરવા લાગી હતી.
બે મહિના પહેલા આ યુવતી તથા જીવન કુબેરનગર ખાતે મળ્યા હતા ત્યાં નરોડા ખાતે આવેલી એક હોટલમાં ગયા હતા. જ્યાં જીવન યુવતી સાથે બળજબરી કરવા લાગ્યો હતો, જેથી યુવતીએ તેવું કરવાની ના પાડતા જીવને હું તારો પતિ થવાનો છું, લગ્ન કરવાનો છું, તારાથી કોઈ દિવસ અલગ નહીં રહું, આખી જિંદગી પત્ની બનાવીને રાખીશ તેમ કહી શરીર સંબંધ બાંધ્યો હતો.
" isDesktop="true" id="1250323" >
આ દરમિયાન યુવતીની માતા અને માસીને બંનેના સંબંધની જાણ થઈ હતી. બંનેને પણ જીવન ઉપર વિશ્વાસ આવતા યુવતીના છૂટાછેડાની વિધિ શરૂ કરી હતી. જે બાદમાં યુવતીએ થોડા સમયમાં છૂટાછેડા પણ લઈ લીધા હતા. બાદમાં યુવતીએ જીવનને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. જીવન પરમારે બતાવેલી સોસાયટીમાં યુવતી પહોંચી ત્યારે ખબર પડી હતી કે આવી કોઈ વ્યક્તિ ત્યાં રહેતી ન હતી. આ મામલે યુવતીએ પોલીસ ફરિયાદ કરતા નરોડા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.