Home /News /ahmedabad /

અમદાવાદ: લગ્નના પાંચ જ મહિનામાં પત્નીએ પતિનું અફેર પકડી પાડ્યું, ફરિયાદ કરતા સાસુએ શરીરે આપ્યા ડામ

અમદાવાદ: લગ્નના પાંચ જ મહિનામાં પત્નીએ પતિનું અફેર પકડી પાડ્યું, ફરિયાદ કરતા સાસુએ શરીરે આપ્યા ડામ

અમદાવાદ ડોમેસ્ટિક વાયોલેન્સ (Shutterstock, તસવીર)

Ahmedabad domestic violence: પતિ અને સસરાએ નવું મકાન લેતા હપ્તા ભરવામાં તકલીફ પડતી હોવાથી યુવતીને પિયરમાંથી 10 લાખ લઈ આવવા દબાણ કર્યું હતું. ન લાવે તો છૂટાછેડા આપી દેવા ધમકી આપી હતી.

અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીના પાંચેક માસ પહેલા લગ્ન (Marriage) થયા હતા. લગ્ન બાદ સાસુ અને પતિએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ અને સસરાએ નવા મકાનના હપ્તા ભરવામાં તકલીફ પડતા આ યુવતીને તેના પિતા પાસેથી 10 લાખ લઈ આવવા કહ્યું હતું. યુવતી વ્યવસ્થા ન કરી શકતા તેનો પતિ માર મારતો હતો. યુવતીના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધ (Extra marital affairs) હતા અને એક દિવસ યુવતીઓ સાથે કરેલી વાતો તે જોઈ જતા સાસરિયાઓ તેની પર તૂટી પડ્યા અને સાસુએ ગરમ વાસણના ડામ (Domestic violence) આપ્યા હતા.

રામોલમાં રહેતી 21 વર્ષીય યુવતીના પાંચેક મહિના પહેલા જ જામનગરના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ યુવતી સાસરે રહેવા ગઈ હતી. જ્યાં એકાદ મહિના સુધી સાસુ પતિ સહિતના સાસરિયાઓએ યુવતીને સારી રીતે રાખી હતી. બાદમાં યુવતી એકાદ મહિનો પિયરમાં રોકાવા આવી હતી અને પરત સાસરે ગઈ ત્યારથી સાસુએ કામને લઈને ત્રાસ આપવાનું અને પતિને ચઢામણી કરવાનું શરૂ કર્યું હતું. યુવતીનો પતિ તેની માતાની વાતોમાં આવી જઈને ફરિયાદીને માર મારતો હતો. થોડા સમય બાદ યુવતીને જાણ થઈ કે તેના પતિનું અનેક યુવતીઓ સાથે લફડું છે. તે બાબતે પૂછતાં પતિએ 'હું મારી રીતે રહીશ. પોષાય તો રહે નહીં તો બાપના ઘરે જતી રહે' તેવી ધમકી આપી.

આ પણ વાંચો: રાજકોટ: પટેલ વિહારના માલિક અને તેના ભાઈઓએ કઈ રીતે કરી હતી પ્રગતિ

પતિ અને સસરાએ નવું મકાન લેતા હપ્તા ભરવામાં તકલીફ પડતી હોવાથી યુવતીને પિયરમાંથી 10 લાખ લઈ આવવા દબાણ કર્યું હતું. ન લાવે તો છૂટાછેડા આપી દેવા ધમકી આપી હતી. પતિએ પણ સસરાને કહ્યું કે, પૈસાની વ્યવસ્થા કરજો પછી દીકરીને તકલીફ નહિ પડે. બાદમાં એક દિવસ પતિએ અનેક યુવતીઓ સાથે કરેલી વાતોનો ભાંડો ફૂટી જતા યુવતીએ સસરાને આ વાત કરતા સાસરિયાઓએ તેણીને માર માર્યો હતો અને યુવતીને ગરમ વાસણથી ડામ આપ્યા હતા.

આ પણ વાંચો: રાજકોટની પ્રસિદ્ધ પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલિકે કર્યો આપઘાત

યુવતીને સાસરિયાઓએ આજે તો આને પતાવી જ નાખો કહેતા તેણી માંડ માંડ જીવ બચાવી ભાગી હતી. આ વાતની યુવતીએ તેણીની માતાને જાણ કરતા માતા લેવા માટે આવી હતી. બાદમાં કપડાં લેવા માતા-પુત્રી ઘરે ગયા ત્યારે યુવતીના સાસરિયાઓએ ઝગડો કર્યો હતો. સમગ્ર બાબતને લઈને યુવતીએ રામોલ પોલીસ (Ramol Police station)માં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Domestic violence, અમદાવાદ, ગુનો, પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन