Home /News /ahmedabad /અમદાવાદનો કિસ્સો: યુવકને પૂર્વ પત્ની પર શંકા રાખવી ભારે પડી, રણચંડી બનેલી યુવતીએ કરી ફરિયાદ

અમદાવાદનો કિસ્સો: યુવકને પૂર્વ પત્ની પર શંકા રાખવી ભારે પડી, રણચંડી બનેલી યુવતીએ કરી ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

Ahmedabad News: એકાદ દિવસ પહેલા એટલે કે 24મીએ આ યુવતી ભૂતપૂર્વ પતિ ભાનુપ્રસાદને મળવા ઓઢવ વિસ્તારમાં ગઈ હતી. જ્યાં એક હોટલ નીચે બંને મળ્યા હતા. ત્યારે ભાનુપ્રસાદએ યુવતીને જણાવ્યું કે, તું કોઈ બીજા છોકરા સાથે કેમ વાત કરે છે?

અમદાવાદ: શહેરમાં રોજબરોજ ચોરી અને લૂંટની અનેક ઘટનાઓ સામે આવે છે. પરંતુ પૂર્વ વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં ફરિયાદી યુવતીના લગ્ન થોડા મહિનાઓ પહેલા ગાંધીનગર ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. જોકે, બંને વચ્ચે મનમેળ ન રહેતા ત્રણ જ મહિનામાં છૂટાછેડા લઈ લીધા હતા. બાદમાં એકાદ દિવસ પહેલા યુવતી અને તેનો પૂર્વ પતિ એક હોટલ નીચે મળ્યા હતા. આ દરમિયાન પૂર્વ પતિએ શંકા રાખી હતી કે આ યુવતી અન્ય યુવક સાથે ફોન પર વાતચીત કરે છે. આ બાબતને લઈને યુવકે ગુસ્સો કરી યુવતીનો મોબાઇલ ફોન ઝૂટવી લીધો હતો. યુવતી તેનો ફોન પરત લેવા જાય તે પહેલા પૂર્વ પતિ મોબાઇલ લઈને ફરાર થઈ ગયો હતો. સમગ્ર બાબતને લઈને યુવતીએ પૂર્વ પતિ સામે ફરિયાદ આપતા પોલીસે આ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરોડામાં રહેતી 26 વર્ષીય યુવતી ઓઢવ જીઆઇડીસીની એક કંપનીમાં નોકરી કરે છે. વર્ષ 2022ના માર્ચ મહિનામાં તેઓએ ભાનુપ્રસાદ કે જે ગાંધીનગર ખાતે રહે છે તેની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બાદમાં બંને વચ્ચે મનમેળ ન રહેતા ત્રણ મહિનામાં છૂટાછેડા લીધા હતા. લગ્ન કર્યાના બીજા મહિને આ યુવતીએ એક મોબાઈલ ફોન લીધો હતો.

આ પણ વાંચો: ત્રણ મહિના પહેલા મૃત્યુ પામેલો વ્યક્તિ ઘરે જમવાનું લઈ પહોંચ્યો, પત્નીના ઝઘડાથી કટાળી છોડ્યું હતું ઘર

એકાદ દિવસ પહેલા એટલે કે 24મીએ આ યુવતી ભૂતપૂર્વ પતિ ભાનુપ્રસાદને મળવા ઓઢવ વિસ્તારમાં ગઈ હતી. જ્યાં એક હોટલ નીચે બંને મળ્યા હતા. ત્યારે ભાનુપ્રસાદએ યુવતીને જણાવ્યું કે, તું કોઈ બીજા છોકરા સાથે કેમ વાત કરે છે? જેના જવાબમાં યુવતીએ કહ્યું હતુ કે, હવે આપણા છૂટાછેડા થઈ ગયા છે, હવે હું ગમે તેની સાથે વાત કરું તારે શું લેવાદેવા? તેમ કહેતા જ ભાનુપ્રસાદ ગુસ્સે થઈ ગયો હતો અને જેમ ફાવે તેમ બોલવા લાગ્યો હતો.
" isDesktop="true" id="1256253" >

બાદમાં તારી પાસે મોબાઇલ હશે તો તું બીજા સાથે વાત કરીશને એમ કહી યુવતીના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો હતો. આ યુવતી તેનો મોબાઇલ ફોન પરત લે તે પહેલા ભાનુપ્રસાદ બાઈક લઈને ભાગી ગયો હતો. જેથી યુવતીએ તેના પૂર્વ પતિ સામે ફરિયાદ આપતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે યુવક યુવતી બને વચ્ચે છૂટાછેડા થયા હતા. આ ઘટના બની ત્યારે યુવતી સાથે પુરાવા તરીકેનું મોબાઈલ બિલ ન્હોતું. જેથી મોબાઈલ બિલ મળ્યા બાદ યુવતીએ પોલીસનો સંપર્ક સાધતા પોલીસે આરોપીને શોધવા પ્રયાસ હાથ ધર્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Husband, Wife, અમદાવાદ, ગુનો, પોલીસ

विज्ञापन
विज्ञापन