Home /News /ahmedabad /અમદાવાદની યુવતીની ફરિયાદ: 'પતિ રાત્રે લાતો મારે છે, મને પિયરમાં મૂકી અન્ય યુવતી સાથે ભાગી ગયો'
અમદાવાદની યુવતીની ફરિયાદ: 'પતિ રાત્રે લાતો મારે છે, મને પિયરમાં મૂકી અન્ય યુવતી સાથે ભાગી ગયો'
ફાઇલ તસવીર
Ahmedabad News: રાત્રે યુવતીનો પતિ શરીર સુખ માણ્યા બાદ લાતો મારી ગંદી ગાળો બોલી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. 18 મેથી 21 મે સુધી યુવતીનો પતિ તેણી સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ તેણીને લાતો અને ફેંટો મારી યુવતીને તેનાથી દૂર કરી દેતો હતો.
અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના પતિ, સાસુ-સસરા અને દિયર સામે ફરિયાદ (Domestic violence complaint) નોંધાવી છે. યુવતીનો આક્ષેપ છે કે લગ્નના છ મહિના પછી તેનો પતિ અને સાસુ તેણીને શારીરિક ત્રાસ (Physical harassment) આપવા લાગ્યા હતા. આટલું જ નહીં યુવતીનો પતિ રાત્રે શરીર સુખ માણ્યા બાદ તેણીને લાતો મારી ગળું દબાવી માર મારતો હતો. આટલું જ નહીં પતિ મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો. સાસુ અને પતિના ત્રાસથી યુવતી ડિપ્રેશનમાં આવી જતા મોઢું વાંકુ થઈ ગયું હતું. યુવતીની માતાનું અવસાન થયા બાદ તેની સાસુએ તેને વધુ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં થોડા સમય પહેલા યુવતીનો પતિ એક છોકરી સાથે ભાગી જવાની જાણ યુવતીને થઈ હતી. સમગ્ર બાબતને લઈને યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના નરોડા વિસ્તાર (Naroda area)માં રહેતી 29 વર્ષીય યુવતી અઢી મહિનાથી તેના પિયરમાં રહે છે. આ યુવતીના લગ્ન વર્ષ 2018માં દાણીલીમડા ખાતે રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના છ મહિના પછી તેના પતિએ તેની ઉપર ખોટી શંકાઓ રાખી અપશબ્દો બોલી મારઝૂડ કરવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, યુવતીની સાસુ પણ ઘરકામ બાબતે ત્રાસ આપી તેણીનું જીવવું હરામ કરી નાખ્યું હતું. પરંતુ સંસાર ન બગડે તે માટે યુવતી સાસરિયાઓનો ત્રાસ સહન કરતી હતી. એક વર્ષ પહેલાં જ્યારે ફરિયાદી યુવતીની માતાનું અવસાન થયું ત્યારથી યુવતીનો પતિ અને સાસુ તેમીને વધુ શારીરિક માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા.
પતિ રાત્રે લાતો મારતો
યુવતીનો પતિ તેણીને પ્રેમ કરતો નથી તેમ કહીને લાતો અને ફેંટો મારતો હતો. થોડા સમય પહેલા આ યુવતીને ગળામાં ચાંદા પડવાથી તેનાથી બોલી કે જમી શકાતું ન હતું, છતાં પણ પતિ અને સાસુ તેણીને ત્રાસ આપતા હતા. જે બાદમાં યુવતી ડિપ્રેશનમાં આવી જતા તેણીનું મોઢું વાંકુ થઈ ગયું હતું અને ડાબો હાથ વળી ગયો હતો. જેથી યુવતીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. દસેક દિવસની સારવાર બાદ યુવતીને રજા આપતા તેના પતિએ ઘરે લઈ જવાના બદલે યુવતીને પિયરમાં મોકલી દીધી હતી.
બે મહિના પિયરમાં રહ્યા બાદ યુવતીને તેના પતિએ મળવા બોલાવતા યુવતી ગઈ હતી તે દરમિયાન કાલે તને તેડવા આવીશ તેમ કહી તેનો પતિ જતો રહ્યો હતો. આ દરમિયાન યુવતીનો અકસ્માત થયો હોવા છતાં પણ તેનો પતિ તેણીને તેડવા આવ્યો ન હતો. યુવતીને ખભામાં ફ્રેક્ચર થયું હોવા છતાં પણ થોડા સમય બાદ તેની સાસુ તેણીને ઘરનું બધુ કામ કરવા માટે દબાણ કરતા હતા અને તેનો પતિ પણ યુવતીને બોલાવતો ન હતો.
" isDesktop="true" id="1237407" >
યુવતીન પતિ અન્ય યુવતી સાથે ભાગી ગયો
રાત્રે યુવતીનો પતિ શરીર સુખ માણ્યા બાદ લાતો મારી ગંદી ગાળો બોલી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. 18 મેથી 21 મે સુધી યુવતીનો પતિ તેણી સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ તેણીને લાતો અને ફેંટો મારી યુવતીને તેનાથી દૂર કરી દેતો હતો. સાસરિયાઓના આ ત્રાસથી યુવતી કંટાળી ગઈ હતી. સાસરિયાઓ તેણીને પિયરમાં મૂકી ગયા હતા અને પતિએ તેને એક પણ દિવસ ફોન પણ કર્યો નહોતો. આ દરમિયાન યુવતીના સાસરેથી યુવતીના કાકા ઉપર ફોન આવ્યો કે તેનો પતિ અન્ય છોકરી સાથે ભાગી ગયો છે. જેથી સમગ્ર બાબતને લઈને યુવતીએ પતિ, સાસુ-સસરા, દિયર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નથી તપાસ શરૂ કરી છે.