Home /News /ahmedabad /અમદાવાદ: 'તું LED TV, ડબલ ડોરનું ફ્રીઝ, બાઈક નથી લાવી, તું વાંઝણી છે,' પરિણીતા પર સાસરિયાનો અત્યાચાર

અમદાવાદ: 'તું LED TV, ડબલ ડોરનું ફ્રીઝ, બાઈક નથી લાવી, તું વાંઝણી છે,' પરિણીતા પર સાસરિયાનો અત્યાચાર

પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેનો પતિ તેણીને વારંવાર એવું કહેતો હતો કે તું તારા પિતાને ત્યાંથી LED ટીવી, મોટું ડબલ ડોરનું ફ્રીઝ, અને બાઈક લાવી નથી. તું રૂપિયા 5 લાખ રોકડા લઈ આવ."

અમદાવાદ: લગ્નમાં દહેજ પેટે ઘરવખરીનો સમાન અને સોના ચાંદીના દાગીના આપ્યા હોવા છતાં પરિણીતાને સાસરિયાએ માનસિક ત્રાસ (Physical and Mental harassment) આપ્યો હોવાનો એક કિસ્સા અમદાવાદમાં નોંધાયો છે. આ ઉપરાંત મહિલા તેના પિયરમાં રહેવા ગયા બાદ તેનાં પતિએ રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. પૈસાની માંગણી પૂરી થયા બાદ જ ફરિયાદીને પિયરમાંથી તેડી જવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત સાસરિયાના લોકો મહિલાને વાંઝણી હોવાનું કહીને મ્હેણાં ટોણા મારતા હતા.

શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશન (Gomtipur police station)માં ફરિયાદ દાખલ કરાવી છે કે, લગ્નના એકાદ મહિના સુધી સાસરિયાના લોકોએ તેણીને સારી રીતે રાખી હતી. બાદમાં તેના જેઠ અને જેઠાણી નાની નાની વાતમાં શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા.

ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેનો પતિ તેણીને વારંવાર એવું કહેતો હતો કે તું તારા પિતાને ત્યાંથી LED ટીવી, મોટું ડબલ ડોરનું ફ્રીઝ, અને બાઈક લાવી નથી. તું રૂપિયા 5 લાખ રોકડા લઈ આવ." આવું કહીને પતિ ઝઘડો કરતો હતો અને માર મારતો હતો. ફરિયાદીના કહેવા પ્રમાણે મહિલાને સાસરિયાના લોકો છૂટાછેડા આપી દેવાની ધમકી આપીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા. પરિણીતાને સંતાન ન હોવાથી તેના સાસરિયા તેણીને તું વાંઝણી છે તેમ કહીને મ્હેણાં ટોણા મારતા હતા.

આ પણ વાંચો: સુરતમાં ગુંડારાજ: હપ્તાખોરી ખુલ્લી પાડવા ગયેલા વકીલને પડ્યો માર

પરિણીતાના માતાની તબિયત સારી ન હોવાથી તે માતાની સારવાર કરાવવા માટે પિયર આવી હતી. જોકે, તબિયત સારી થઈ ગયા બાદ તેણીએ તેના પતિને સાસરીમાં પરત લઈ જવા માટે કહેતા પરત લઈ ગયા ન હતા. આ ઉપરાંત ફરિયાદીના પતિએ મહિલાના પિતાને ફોન કરીને રૂપિયા 5 લાખ આપો તો જ તમારી દીકરીને દેડી જઈશું તેવું કહ્યું હતું. મહિલાએ કંટાળીને આ મામલે પોલીસ ફરિયાદ આપી છે.

કેસ-2: 'અત્યારથી બાળક લાવવાની શું ઉતાવળ હતી?'


શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ તેનો પતિ દારૂ પીતો હોવાથી છૂટાછેડા લીધા હતા. જોકે, બાદમાં તેની જ સાથે બીજીવાર લગ્ન કર્યા હતા. જોકે, દહેજ માટે સાસરિયાએ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા અંતે કંટાળીને પરિણીતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, ચારનાં મોત

વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી પરિણીતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, તેણીના લગ્ન ફેબ્રુઆરી 2019 માં વસ્ત્રાલમાં રહેતા યુવક સાથે થયા હતા. જોકે, તેનો પતિ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી મતભેદ થતાં છૂટાછેડા લીધા હતા. બાદમાં ફરિયાદીએ ફરીથી આ જ યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્નના બે ત્રણ માસ બાદ તેના સાસુ નાની-નાની વાતોમાં તેને બોલતા હતા અને કહેતા હતા કે 'તું ફરીથી આ ઘરમાં શું લેવા આવી? મારા દીકરાને બીજી જગ્યાએ ધામધૂમથી લગ્ન કરવાના હતા. તારા બાપે કઈ આપ્યું નથી. મારા છોકરાના બીજે લગ્ન કર્યા હોત તો ગાડુ ભરીને દહેજ આપતાં.' (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Husband, Wife, અમદાવાદ, ગુનો, પોલીસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन