Home /News /ahmedabad /રસ્તા વચ્ચે કાર ઊભી રખાવી એક્ટીવા ચાલક મહિલાએ કરી ઝપાઝપી, પોલીસે મામલો થાળે પાડ્યો

રસ્તા વચ્ચે કાર ઊભી રખાવી એક્ટીવા ચાલક મહિલાએ કરી ઝપાઝપી, પોલીસે મામલો થાળે પાડ્યો

રસ્તા વચ્ચે કાર ઊભી રખાવી મહિલાએ ઝપાઝપી કરી

Ahmedabad: રાસ ગરબા જતા કાર ચાલકને એકટીવા ચાલક મહિલાએ ઇશારો કરી રસ્તા વચ્ચે કાર ઊભી રખાવી, બાદમાં તમને ગાડી ચલાવતા આવડે છે કે નહીં તેમ કહીને ઝપાઝપી કરવા લાગ્યા, પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો.

અમદાવાદ: રાસ ગરબા જોવા માટે પરિવાર સાથે ઘરે જઈ રહેલ કાર ચાલકને રસ્તામાં એક એકટીવા ચાલક મહિલાએ ઇશારો કરતા મહિલાને કોઈ મદદની જરૂર હશે એવું માનીને કાર ચાલકે કાર સાઈડમાં રોકી હતી. એકટીવા ચાલક મહિલાએ તમને ગાડી ચલાવતા આવડે છે કે નહીં તેમ કહીને ઝપાઝપી કરી અપશબ્દો બોલ્યા.

થલતેજ વિસ્તારમાં રહેતા અનિલભાઈ નામના વ્યક્તિ ગઈ કાલે મોડી રાત્રે તેમના પત્ની અને બન્ને બાળકો સાથે કારમાં કર્ણાવતી ક્લબ ખાતે રાસ ગરબા જોવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન પકવાન ચાર રસ્તાથી ઇસ્કોન તરફથી જવા માટે વળતા એક એકટીવા ચાલક મહિલા તેમની ગાડીની પાછળ આવી જોર જોરથી અચાનક હોર્ન મારવા લાગ્યા અને ગાડીની ખાલી સાઇડ તરફ આવી કાર ચાલકને ઈશારો કરી ગાડી ઉભી રખાવા માટેનો ઈશારો કર્યો હતો. જેથી કાર ચાલક અનિલભાઈને એમ લાગ્યું કે, આ એક્ટીવા ચાલક મહિલાને કોઈ જરૂર હશે. તેમ સમજી ગાડી સાઈડમાં કરીને ઉભી રાખી હતી ત્યારે એક્ટીવા ચાલક મહિલા તેમના નજીક આવી અને અનિલભાઈએ ગાડી ઉભી રખાવવા પાછળનું કારણ પૂછતા જ મહિલા અપ શબ્દો બોલવા લાગી હતી.

આ પણ વાંચો: અમદાવાદના આંગણે નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવતા PM મોદી

મહિલા કાર ચાકલ પર બડગતા તમને ગાડી ચલાવતા આવડે છે કે નહીં તેવું કહીને તેમની સાથે ઝપાઝપી કરવા લાગી હતી જેથી તેમના પત્ની અને બંને બાળકો પણ નીચે ઉતરીને તેમની પાસે આવ્યા હતા. તેમના પત્નીએ આ મહિલાને અપશબ્દો નહીં બોલવા તેમજ ઝઘડો નહીં કરવા માટે સમજાવતા એકટીવા ચાલક મહિલાએ ફોન કરતા અન્ય એક મહિલા પણ ત્યાં આવી પહોંચી હતી. જો કે, આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે બે મહિલા ઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી દીધી છે.
Published by:Azhar Patangwala
First published:

विज्ञापन
विज्ञापन