Home /News /ahmedabad /Ahmedabad Fraud News: આ બેન્કની એપ્લિકેશન ડાઉનલોડ કરતાં પહેલાં ચેતજો, નહીંતર તમારા પણ હજારો રૂપિયા ઉપડી જશે!

Ahmedabad Fraud News: આ બેન્કની એપ્લિકેશન ડાઉનલોડ કરતાં પહેલાં ચેતજો, નહીંતર તમારા પણ હજારો રૂપિયા ઉપડી જશે!

ઇસનપુર પોલીસ સ્ટેશન - ફાઇલ તસવીર

Ahmedabad Fraud News: અમદાવાદના ઇસનપુરમાં રહેતા મહિલાને બેન્કની એપ્લિકેશન ડાઉનલોડ કરવી ભારે પડી છે. એપ્લિકેશન ચાલતી ના હોવાથી તેમણે પ્લે સ્ટોરમાંથી બેન્કની અન્ય એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ એક ગઠિયાએ ‘કસ્ટમર કેરમાંથી બોલુ છું’ કહીને લિંક મોકલીને હજારો રૂપિયા સેરવી લીધા હતા.

વધુ જુઓ ...
અમદાવાદઃ ઇસનપુરમાં રહેતા મહિલાને બેન્કની એપ્લિકેશન ડાઉનલોડ કરવી ભારે પડી છે. એપ્લિકેશન ચાલતી ના હોવાથી તેમણે પ્લે સ્ટોરમાંથી બેન્કની અન્ય એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ એક ગઠિયાએ ‘કસ્ટમર કેરમાંથી બોલુ છું’ કહીને લિંક મોકલીને ડોક્ટરના એકાઉન્ટમાંથી 85 હજાર રૂપિયા સેરવી લીધા હતા. પરંતુ બીજા દિવસે બેન્કનો રૂપિયા કપાયાનો મેસેજ આવતા છેતરપિંડીની જાણ થઇ હતી. આ અંગે ડૉકટરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

એપ્લિકેશન ડાઉનલોડ કરતાં જ છેતરપિંડી થઈ


ઇસનપુર વિસ્તારમાં રહેતા અને પાલડીમાં વેદાંત આયુર્વેદ પંચકર્મ ક્લિનિક ધરાવતા જયશ્રીબેન વાઢેરે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં થોડાં દિવસો અગાઉ તેમના મોબાઇલમાં આઇસીઆઇસીઆઇ બેન્કની એપ્લિકેશન ખૂલતી નહોતી. તેથી 18 જાન્યુઆરીએ તેમને બેન્કમાં કામ કરતા નરેશભાઇને ફોન કર્યો હતો અને તેમને જણાવ્યું હતું કે, ‘આ એપ્લિકેશન તમે ડિલીટ કરી નાંખો અને નવી એપ્લિકેશન ડાઉનલોડ કરી નાંખો.’ જેથી ફરિયાદીએ પ્લેસ્ટોરમાંથી આઇસીઆઇસી બેન્કની IBIZZ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.


85 હજાર રૂપિયા બારોબાર ટ્રાન્સફર કરી નાંખ્યા


ત્યારબાદ તેમના મોબાઇલમાં અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે, ‘હું કસ્ટમર કેરમાંથી બોલુ છું, તમારો કોલ રેકોર્ડ થઇ રહ્યો છે.’ તેથી ફરિયાદીએ તેમને રજૂઆત કરી હતી કે, તેમના મોબાઇલમાં બેંકની એપ્લિકેશન છે તે એપ્લિકેશન ચાલતી નથી. જેથી ગઠિયાએ ફરિયાદીના મોબાઇલમાં એક લિંક મોકલી હતી અને તેના પર ક્લિક કરતાં જ એપ્લિકેશન ખૂલી ગઈ હતી. ત્યારબાદ ગઠિયાએ બે રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહીને ડૉકટરના ખાતામાંથી 85 હજારની રકમ બારોબાર તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધી હતી. ત્યારે બીજા દિવસે ફરિયાદીને રૂપિયા કપાયાનો મેસેજ આવતા તેમની સાથે ઓનલાઇન છેતરપિંડી થઇ હોવાની જાણ થઇ હતી. આ અંગે ડૉકટરે અજાણ્યા શખ્સ સામે ઇસનપુર પોલીસ સ્ટેશન માં છેતરપિંડી ની ફરિયાદ નોધાવી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad news, Fraud News