Home /News /ahmedabad /અમદાવાદઃ સોલામાં મેનેજર પતિએ પત્ની પાસે દહેજમાં 250 ગ્રામ સોનું લીધું છતાં ન ધરાયો, પત્નીએ કરી આત્મહત્યા

અમદાવાદઃ સોલામાં મેનેજર પતિએ પત્ની પાસે દહેજમાં 250 ગ્રામ સોનું લીધું છતાં ન ધરાયો, પત્નીએ કરી આત્મહત્યા

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad crime news: લગ્નના બે વર્ષમાં (marriage) જ પતિ સુજીત કુમાર સિંગ પત્ની ઋચીરાજ પાસે  દહેજની માગણી (Dowry demand) કરવાનું શરૂ કરી શારીરિક માનસિક ત્રાસ (domestice violence) આપવાનું શરૂ કર્યું. જો કે શરુઆતમાં મારઝૂડ કરતાં પરિણીત મહિલા (married woman beaten) પરિવારે સોના-ચાંદી દાગીના આપ્યા હતા.

વધુ જુઓ ...
    અમદાવાદઃ દહેજ પ્રથાને (dowry case) રોકવા માટે દહેજ પ્રતિબંધક કાયદો ઘડવામાં આવ્યો છે. સમાજમાં વ્યાપક પ્રમાણમાં ફેલાઇ ગયેલી પ્રથા જેમાં દહેજની માંગણી અનેક કિસ્સાઓ હજી પણ સામે આવી રહ્યા છે. જેમાં વધું એક કિસ્સો સામે આવ્યો છે. ખાનગી ફાર્મ કંપની મેનેજરે (Private farm company manager) દહેજની માંગણી કરતા પત્નીએ કંટાણી આત્મહત્યા કરી દીધી. સોલા પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

    બિહારમાં રહેતી રુચિરાજએ વર્ષ 2006માં મૂળ બિહારના સુજીત કુમાર સિંગ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષમાં જ પતિ સુજીત કુમાર સિંગ પત્ની ઋચીરાજ પાસે  દહેજની માગણી કરવાનું શરૂ કરી શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. જો કે શરુઆતમાં મારઝૂડ કરતાં પરિણીત મહિલા પરિવારે સોના-ચાંદી દાગીના આપ્યા હતા.

    બાદમાં જ પતિ સુજીતકુમારની બિહારથી અમદાવાદ ટ્રાન્સફર થતાં જ દહેજ માંગણી વધું કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. દહેજના ત્રાસથી કંટાળીને પરિણીત મહિલા ઋચીરાજે 18 ઓગસ્ટના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

    ખાનગી ફાર્મ કંપનીમાં રીજનલ મેનેજર તરીકે નોકરી કરનાર સુંજીતકુમાર બેથી ત્રણ વખત દહેજ લીધુ હોવાનું સામે આવ્યુ છે. જેમાં દહેજમાં અલગ અલગ વસ્તુઓની ડિમાન્ડ કરતા હોવાનું પરિવાર આક્ષેપ કર્યો છે. જેમાં 250 ગ્રામ જેટલું સોનુ આપ્યું હોવાનું સામે આવ્યુ છે.

    ઉલ્લેખનીય છે કે પત્ની રુચિરાજએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી દહેજ ન મળ્યું હોવાનું કહી પતિ સુજીતકુમાર પત્નીને પરેશાન કરતો હતો. દહેજના ભૂખ્યા એવા શિક્ષિત યુવક સુંજીતકુમાર કારણે પત્નીએ જીવ ગુમાવ્યો છે..જેનાં કારણે પરિણીત મહિલા ના પરિવારે સોલા પોલીસે દુષ્પ્રેરણા ની ફરિયાદ નોંધાવી છે.

    આ પણ વાંચોઃ-બાથરૂમમાં સ્નાન કરતી પત્નીએ જોયો ગુપ્ત કેમેરો, પતિની હરકતો જોઈને મહિલા થઈ ગઈ શરમથી 'પાણી-પાણી'

    ઉલ્લેખનીય છે કે ઓઢવ વિસ્તારમાં રહેતી એક મહિલાના લગ્ન ફેબ્રુઆરી 2020માં નાના ચિલોડામાં રહેતા એક યુવક સાથે થયા હતા. જો કે લગ્નના ત્રણ ચાર મહિના બાદ તેના સાસુ તેને નાની નાની બાબતો માં ત્રાસ આપતા હતા. આ બાબતની જાણ તેણે તેના સસરા અને પતિને કરતા તેઓ પણ તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હતાં તેના પતિ તેને માર મારતાં હતાં.

    આ પણ વાંચોઃ-OMG! સૂપ બનાવા માટે કોબ્રાનું માથું કાપ્યું, 20 મિનટ બાદ કપાયેલા ફેણે માર્યો ડંખ, શેફનું થયું મોત

    જ્યારે તેના સાસુ તેને મહેણા મારતાં કે જો તારે બંગલામાં રહેવું હોય તો બંગલાને શોભે તેવો કરિયાવર તું તારા પિયરમાંથી લઈ આવ. પાંચેક મહિના પહેલા સાસુ અને પતિએ ઝઘડો કરીને તેનો પતિ મહિલાને ઓઢવ પિયર ખાતે મૂકી ગયો હતો.

    આ પણ વાંચોઃ-વલસાડઃ 'કબાટ ભરીને રૂપિયા છે નીકાલ કેવી રીતે કરવો?', ડોક્ટરને મોટી ડીંગો મારવી ભારે પડી, 4 અપહરણકાર ઝડપાયા

    24મી ઓગસ્ટના દિવસે મહિલાના પતિ એ તેને ફોનમાં છૂટાછેડા આપી દેવા માટેની જાણ કરતા મહિલાને લાગી આવતા બાથરૂમમાં પડેલ ફિનાઇલ ગટગટાવી દીધું હતું. મહિલાની તબિયત લથડતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે આ બાબતની જાણ પોલીસ ને કરતા પોલીસ એ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Ahmedabad news, Commited suicide, Crime news, Dowry case, Gujarati News News