Home /News /ahmedabad /અમદાવાદઃ સુખી સંમ્પન ઘરનો શરમજનક કિસ્સો! બંગલામાં શોભે તેવો કરિયાવાર માંગતા પરિણીતાએ ફિનાઈલ પીધું

અમદાવાદઃ સુખી સંમ્પન ઘરનો શરમજનક કિસ્સો! બંગલામાં શોભે તેવો કરિયાવાર માંગતા પરિણીતાએ ફિનાઈલ પીધું

મહિલાની પ્રતિકાત્મક તસવીર

Ahmedabad crime news: લગ્નના બાદ પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ શરૂ થયા હતા. જેનું કારણ દહેજ હતું. ત્યારબાદ સાસરીઆઓએ પણ પરિણીતાને દહેજ માટે ત્રાસ આપવાનું શરું કર્યું હતું. પાંચેક મહિના પહેલા સાસુ અને પતિએ ઝઘડો કરીને તેનો પતિ મહિલાને ઓઢવ પિયર ખાતે મૂકી ગયો હતો.

વધુ જુઓ ...
અમદાવાદઃ સમાજમાંથી દહેજનું દૂષણ (dowry case) દૂર કરવા માટે અનેક પ્રયત્નો કરવા છતાં હજી પણ કેટલીક જગ્યાએ લોકો દહેજના ભૂખ્યા હોય તેમ લાગી રહ્યું છે. દહેજના કારણે ઘરેલુ હિંસાન (domestice violence for dowry) અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ શહેરના ઓઢવ (othav area) વિસ્તારમાં જોવા મળ્યો છે. જ્યાં એક મહિલાએ (woman suicide attempt) પતિ અને સાસુ સસરાના ત્રાસથી ફિનાઇલ પી લીધું છે.

ઓઢવ વિસ્તારમાં રહેતી એક મહિલાના લગ્ન ફેબ્રુઆરી 2020માં નાના ચિલોડામાં રહેતા એક યુવક સાથે થયા હતા. જો કે લગ્નના ત્રણ ચાર મહિના બાદ તેના સાસુ તેને નાની નાની બાબતો માં ત્રાસ આપતા હતા. આ બાબતની જાણ તેણે તેના સસરા અને પતિને કરતા તેઓ પણ તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હતાં તેના પતિ તેને માર મારતાં હતાં.

જ્યારે તેના સાસુ તેને મહેણા મારતાં કે જો તારે બંગલા માં રહેવું હોય તો બંગલાને શોભે તેવો કરિયાવર તું તારા પિયરમાંથી લઈ આવ. પાંચેક મહિના પહેલા સાસુ અને પતિએ ઝઘડો કરીને તેનો પતિ મહિલાને ઓઢવ પિયર ખાતે મૂકી ગયો હતો.

24મી ઓગસ્ટના દિવસે મહિલાના પતિ એ તેને ફોનમાં છૂટાછેડા આપી દેવા માટેની જાણ કરતા મહિલાને લાગી આવતા બાથરૂમમાં પડેલ ફિનાઇલ ગટગટાવી દીધું હતું. મહિલાની તબિયત લથડતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે આ બાબતની જાણ પોલીસ ને કરતા પોલીસ એ ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે હરિયાણામાં પણ પ્રોપર્ટીના ઝઘડામાં પતિએ પત્ની અને બાળકોને રૂમમાં બંધ કરીને આગ લગાવી દીધી હતી. મહિલાએ પોલીસેને ફરિયાદમાં જણાવ્યું હતું કે 15 વર્ષ પહેલા તેના લગ્ન રાજનગરમાં રહેનારા પ્રદીપ ઉર્ફે લંબૂ સાથે થયા હતા. લગ્ન બાદ તેને બે પુત્રો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે લગ્ન બાદ તેનો પતિ અને સાસરિયાના લોકો તેને દહેજ માટે હેરાન કરવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ-OMG! સૂપ બનાવા માટે કોબ્રાનું માથું કાપ્યું, 20 મિનટ બાદ કપાયેલા ફેણે માર્યો ડંખ, શેફનું થયું મોત

નશાની હાલતમાં પતિ તેને અને તેના બાળકોને માર મારતો હતો. તેના પીયરમાંથી પાંચ લાખ રૂપિયા લાવીને પતિને આપ્યા હતા. જેમાંથી એક મકાન ખરીદ્યું હતું અને રજીસ્ટ્રી તેના નામે કરાવી હતી. આ વાતથી સાસરીના લોકો તેને હેરાન કરવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ-વલસાડઃ 'કબાટ ભરીને રૂપિયા છે નીકાલ કેવી રીતે કરવો?', ડોક્ટરને મોટી ડીંગો મારવી ભારે પડી, 4 અપહરણકાર ઝડપાયા

પીડિતાનો આરોપ છે કે તેના પતિ અને સાસુ અને જેઠાણીના કહેવા પર તેની સાથે મારપીટ કરતો હતો. મકાન તેના નામે કરવા માટે દબાણ કરતો હતો. 21 ઓગસ્ટ સવારે 7.30 વાગ્યે તેને પતિ પાસે રક્ષાબંધન ઉપર પિયર જવા અંગે પૂછ્યું તો પતિએ તેને માર માર્યો હતો.

આ પણ વાંચોઃ-બાથરૂમમાં સ્નાન કરતી પત્નીએ જોયો ગુપ્ત કેમેરો, પતિની હરકતો જોઈને મહિલા થઈ ગઈ શરમથી 'પાણી-પાણી'

માતાને બચાવવા માટે આવેલા બે પુત્રોને રૂમમાં બંધ કરી દીધા હતા. અને ઘરના લોકો સાથે મળીને આગ લગાવી દીધી હતી. પીડિતાએ જણાવ્યું કે તેનો પતિ હાથમાં ચપ્પુ લઈને ધમકી આપી રહ્યો હતો કે ત્રણેયને કાપી નાંખશે.
Published by:Ankit Patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Domestice violence, Dowry case