Home /News /ahmedabad /

Ahmedabad: ઓમકારેશ્વર મહાદેવના દર્શન માત્રથી મળશે આધિ,વ્યાધિ અને ઉપાધીથી મુક્તિ; આ છે શિવ મંદિરની ખાસિયત

Ahmedabad: ઓમકારેશ્વર મહાદેવના દર્શન માત્રથી મળશે આધિ,વ્યાધિ અને ઉપાધીથી મુક્તિ; આ છે શિવ મંદિરની ખાસિયત

ઓમકારેશ્વર

ઓમકારેશ્વર મંદિરને કાચના મંદિર તરીકે પણ ઓળખાય છે

શ્રાવણ માસના બીજો સોમવારે ભગવાન ભોળાનાથના યોગ અને તપથી મોક્ષથી પ્રાપ્તિ થાય છે.પવિત્ર શિવલિંગના દર્શન કરતા જ ભક્તો મંત્રમુગ્ધ થઈ જાય છે.મંત્રનો નિરતંર જાપ કરવાથી આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મળે છે દૂ:ખોથી મુક્તિ.

  Parth patel, Ahmedabad: શ્રાવણ (Shravan) માસના બીજો સોમવારે ભગવાન ભોળાનાથના યોગ અને તપથી મોક્ષથી પ્રાપ્તિ થાય છે. તેવા દેવોના દેવ મહાદેવનું (Mahadev) પ્રસિદ્ધ મંદિર અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલું છે. અહીં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મહાદેવના દર્શન (Darshan) કરવા લોકો દૂર દૂરથી આવે છે. ત્યારે આજે આપણે વાત કરીશું આ પૌરાણિક મંદિર ઓમકારેશ્વર મહાદેવ વિશે.

  કાચના મંદિરમાં દર્શન કરતા ભક્તો થઈ જાય છે મંત્રમુગ્ધ

  ઓમકારેશ્વર મહાદેવનું ભવ્ય શિવાલય (Shivalay) અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં સ્થિત છે. આ મંદિર આશરે 30 વર્ષ જુનું છે. શિવાલયમાં રહેલા પવિત્ર શિવલિંગના (Shivling) દર્શન કરતા જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે. કારણકે આ આખા મંદિરને કાચના જડતરથી જડિત કરવામાં આવેલું છે. ઓમ નમઃ શિવાય (Om Namh Shivay) મંત્રનો નિરતંર જાપ કરવાથી આધિ, વ્યાધિઅને ઉપાધિમાંથી મુક્તિ મેળવવા ભક્તજન અહીં આવી શિવની (Shiv) આરાધના કરે છે.

  ઓમકારેશ્વર મંદિરને કાચના મંદિર તરીકે પણ ઓળખાય છે

  જ્યારે વર્ષો પહેલા આ વિસ્તારમાં નજીકમાં કોઈ શિવમંદિર (Shiv Temple) નહોતું ત્યારે આજુબાજુના રહીશોએ ભેગા મળીને આ અનોખા કાચના શિવમંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ શિવલિંગની સ્થાપના વખતે મિથુન રાશિ આવતી હોવાથી કારેશ્વર (Kareshwar) નામ પાડવામાં આવ્યું. સમયાંતરે લોકો ઓમકારેશ્વરના નામથી ઓળખવા લાગ્યા. આ સમગ્ર મંદિરના સ્તંભો, ગર્ભગૃહ, દિવાલો તથા મહાદેવજીના અલગ અલગ સ્વરૂપો દર્શાવતી પ્રતિમા વગેરે કાચના જડતરથી જડવામાં આવ્યા છે. આ મંદિરને કાચના મંદિર (Glass Temple) તરીકે પણ ઓળખાય છે.

  આ પણ વાંચો : આઝાદી કા અમૃત મહોત્સવ:સાધના વિનય સ્કૂલના વિદ્યાર્થીઓએ 75 શૂરવીરોની થીમ પર બનાવી 400 ફૂટ લાંબી રાખડી

  આ ભવ્ય શિવમંદિરના ગર્ભ ગૃહમાં જ્યોતિર્લિંગના (Jyotirlinga) દર્શન થાય તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. લોકમાન્યતા અનુસાર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાળુઓ (Devotees) મહાદેવજીના શરણે આવી જળાભિષેક કરી અને શિવની આરાધના કરી ધન્યતા અનુભવતા હોય છે. આ મંદિરમાં દેવી પાર્વતી માતાજી (Parvati Mataji) ગર્ભ ગૃહમાં સ્થિત કાચથી જડિત મહાદેવજીના અલગ અલગ સ્વરૂપોથી ઘેરાયેલા છે.

  ગર્ભ ગૃહમાં પ્રવેશતા પહેલાં નંદી અને કાચબાની સ્થાપના કરવામાં આવેલી છે અને પ્રવેશદ્વાર પાસે ભગવાન ગણપતિ (Ganapati) અને વીર હનુમાનજીની (Hanumanji) સુંદર આંખને મોહી લેતી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવેલી છે. તથા મંદિરની આજુબાજુ અને બહારના ભાગે નાના ગોખમાં ભગવાન (God) શિવના વિવિધ સ્વરૂપો સ્થાપિત છે. મંદિરની એક બાજુએ દેવી અંબા, રામ, લક્ષમણ અને જાનકીજીનું મંદિર તથા બીજી બાજુએ રાધાકૃષ્ણ દેવ અને અક્ષરપુરૂષોત્તમનું મંદિર આવેલું છે.  દર સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે

  આ ઉપરાંત અન્ય શીતળા માતાજી અને બળિયા બાપાની નાની દેરી પણ આવેલી છે. અહીં ઓમકારેશ્વર (Omkareshwar) મંદિરમાં વાર-તહેવારે ઉત્સવો, નિદાન કેમ્પ, ગરીબોને દાન, બ્લડ ડોનેશન કેમ્પ, ધજારોપણ તથા અનેક સેવાકિય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. તથા 12 મહિનાઓમાં આવતી મહિલાઓની (Women) શિવ-પાર્વતી માટેની પૂજાઓનું પણ આયોજન કરવામાં આવે છે. શિવજીની અન્ય પૂજાઓ (Worships) જેમકે કેવડા ત્રીજ, શિવરાત્રી, જયા-પાર્વતી વ્રત વગેરે અહીં થાય છે.

  આ પણ વાંચો : મહિલા અભિવ્યક્તિને દર્શાવતી પેઈન્ટિંગ આર્ટ ગેલરીના પ્રદર્શનમાં મૂકાશે; આ છે ખાસિયત

  ઓમકારેશ્વર શિવાલયમાં શિવરાત્રીએ ભગવાનને અનોખો શણગાર (Decoration) કરવામાં આવે છે. આવે છે. ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં મહાદેવના દર્શન (Darshan) કરવા દર સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. આ મંદિર ચાણક્યપુરી સેવા મંડળ ટ્રસ્ટ (Trust) દ્વારા સંચાલન કરવામાં આવે છે.

  મંદિર દર્શનનો સમય (Time) :

  મંદિર સવારે 5.00 વાગ્યે ખુલે છે

  મંગળા આરતી સવારે 5.30 કલાકે

  સંધ્યા આરતી સાંજે 7.30 કલાકે

  આરતી :

  ઓમ જય શિવ ઓમકારા, સ્વામી જય શિવ ઓમકારા

  બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, અર્ધાંગી ધારા ॥

  ઓમ જય શિવ ઓમકારા ॥

  તમારે પણ આ પ્રાચીન ઓમકારેશ્વર મહાદેવના (Omkareshwar Mahadev) દર્શન માટે ઓમકારેશ્વર મહાદેવ, ચાણક્યપુરી બ્રિજની નીચે, ચાણક્યપુરી, અમદાવાદની મુલાકાત (Visit) લઈ શકો છો અને પાવન થઈ શકો છો.
  First published:

  Tags: Lord shiva, Shiv Temple, અમદાવાદ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन