Home /News /ahmedabad /Gujarat Election Results 2022: શું 20 વર્ષથી ઘટતી બેઠકો સામે ભાજપ તેનો ટ્રેન્ડ ચેન્જ કરશે? જાણો અત્યાર સુધીનો ઇતિહાસ

Gujarat Election Results 2022: શું 20 વર્ષથી ઘટતી બેઠકો સામે ભાજપ તેનો ટ્રેન્ડ ચેન્જ કરશે? જાણો અત્યાર સુધીનો ઇતિહાસ

શું 20 વર્ષથી ઘટતી બેઠકો સામે ભાજપ તેનો ટ્રેન્ડ ચેન્જ કરશે?

Gujarat Assembly Election Results 2022: ગુજરાત વિધાનસભી ચૂંટણીનું 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે, ત્યારે શું ભાજપને છેલ્લા 20 વર્ષમાં ઘટતી બેઠકોમાં વધારો કરી શકશે? તેની સામે કોંગ્રેસ તેની વધતી બેઠકોમાં વધારો કરી શકશે?

વધુ જુઓ ...
    અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ માટે માત્ર ગણતરીની કલાકો જ બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની પાર્ટી સત્તા પર આવી રહી હોય તેવા દાવા કરી રહી છે. ગુજરાતની જનતા પણ 2022ની ચૂંટણી પરિણામોને લઈને આતુરતાથી રાહ જોઈ રહી છે. ત્યારે આજે આ અહેવાલમાં આપને જણાવીશું કે, છેલ્લા 20 વર્ષમાં ચૂંટણી પરિણામમાં ભાજપ-કોંગ્રેસની શું સ્થિતિ હતી.

    ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. ગુજરાતમાં વર્ષ 1992માં પ્રથમ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જે 1960માં મહારાષ્ટ્રથી અલગ થયા બાદ અસ્તિત્વમાં આવી હતી. કોંગ્રેસ રાજ્યમાં ત્યારથી લઈને 1995 સુધી સત્તામાં રહી, પરંતુ ભાજપ 1995ની ચૂંટણી જીતીને સત્તામાં આવી અને હજુ પણ સત્તામાં છે. જોકે, ભાજપની બેઠકો સતત ઘટતી આવી છે. આ સામે વાત કરીએ તો, કોંગ્રેસની 2002 બાદ બેઠકો વધતી આવી છે. ત્યારે આપને આ અહેવાલમાં જણાવીએ કે, ભાજપ અને કોંગ્રેસને 2002 બાદથી કેટલી બેઠકો મળતી આવી રહી છે.

    આ પણ વાંચો: આ 5 પરિબળોએ AAP તરફ જનાદેશ ફેરવ્યો, CM કેજરીવાલ પાસે આ માટે જાગી આશા



    જણાવી દઈએ કે, 2002માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બાદ ગુજરાતમાં ભાજપ સત્તા બનાવવા વેગવંતુ થયું હતું. ત્યારે આપને જણાવીએ કે, 1995માં ભાજપે જ્યારે પહેલી વખત સત્તા મેળવી ત્યારે 121 બેઠકો મેળવી હતી, આ બાદ 1998 તે બેઠકો ઘટીને 117 બેઠકો મળી હતી. આ બાદ, ભાજપે 2002માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સત્તા હાંસલ કરી અને તમામ રેકોર્ડ તોડીને ભાજપે 127 બેઠકો મેળવી હતી. આ 2002ની ચૂંટણીમાં ગુજરાતમાં પ્રથમ વખત સૌથી વધુ બેઠકો ભાજપે મેળવી હતી. તેની સામે કોંગ્રેસે 51 બેઠકો જીતી હતી. આ ઉપરાંત, અન્યના ફાળે 4 બેઠકો મળી હતી.

    bjp history in gujarat Assembly election 2022
    શું 20 વર્ષથી ઘટતી બેઠકો સામે ભાજપ તેનો ટ્રેન્ડ ચેન્જ કરશે?


    2002ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા અને 5 વર્ષ સુધી સત્તાની કમાન હાથમાં રાખી હતી. આ બાદ, જ્યારે 2007માં ભાજપને 127 બેઠકોમાંથી ઘટીને 117 બેઠકો પર સંતોષ માનવો પડ્યો હતો. જોકે, જેમ ભાજપની બેઠકોમાં ઘટાડો થયો, તેની સામે કોંગ્રેસની બેઠકોમાં વધારો નોંધાયો હતો. જણાવી દઈએ કે, 2007માં કોંગ્રેસને 59 બેઠકો મળી હતી, જોકે 2002માં માત્ર 51 બેઠકો જ તેમના ફાળે ગઈ હતી. આમ, 2002ની સામે કોંગ્રેસની બેઠકો વધી તો ભાજપની બેઠકો ઘટી હતી.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ભાજપને ફરીથી મારનો સામનો કરવો પડ્યો હતો, 2007માં મળેલી 117 બેઠકો સામે ભાજપને 115 બેઠકો એટલે કે 2 બેઠકો ઓછી મળી હતી. જેને સામે કોંગ્રેસને 2007માં 51 બેઠકોની સામે 59 બેઠકો મળી હતી, તો અન્યને 6 બેઠકો મળી હતી. આમ, કોંગ્રેસ અને ભાજપનો બેઠકોનો ગ્રાફ સતત ક્રમશ: ઉપર-નીચે જોવા મળી રહ્યો હતો. આ બાદ, 2012માં પણ આ જ પરિસ્થિતિ સામે આવી હતી. 2012ની ચૂંટણીમાં ભાજપને ફરી ઓછી બેઠક મળી હતી. જેમાં, 115 બેઠક મળી હતી. તેની સામે કોંગ્રેસને 61 બેઠકો મળી હતી.

    bjp history in gujarat Assembly election 2022
    શું 20 વર્ષથી ઘટતી બેઠકો સામે ભાજપ તેનો ટ્રેન્ડ ચેન્જ કરશે?


    આ પણ વાંચો: 2017ની જેમ આ વખતે પણ આ ટોપ 10 ઉમેદવારો સૌથી વધુ મત લેવામાં રહેશે સફળ?

    આ બાદ, 2014માં લોકસભાની ચૂંટણી બાદ ગુજરતાના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આનંદી બહેન પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. આ બાદ, ગુજરાતમાં અનેક આંદોલનો થતા આનંદી બહેનને રાજીનામું આપવું પડ્યું અને વિજય રૂપાણીને મુખ્યમંત્રી બન્યા હતા. આમ, તેમના નેતૃત્વમાં ભાજપ દ્વારા 2017ની ચૂંટણી લડાઈ હતી, જેમાં 99 બેઠકો આવી હતી, જેની સામે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. જોકે આ સમયની બેઠકોની સંખ્યા કોંગ્રેસ માટે ખુબ જ સારી સાબિત થઈ હતી.

    આમ, ભાજપની 2002 બાદ સતત બેઠકોમાં ઘટાડો થતો રહ્યો અને કોંગ્રેસની બેઠકોમાં સતત વધારો જોવા મળ્યો હતો. હવે જોવાનું એ છે કે, આવતી કાલે આવનારા વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામમાં કોંગ્રેસ તેની બેઠકોમાં વધારો અને ભાજપ તેની બેઠકોમાં ઘટાડો જાળવી રાખશે કે, પછી ફરી એક વખત ભાજપ છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તોડશે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections

    विज्ञापन
    विज्ञापन