Home /News /ahmedabad /‘તારો બાપ તો ભિખારી છે, તું કંઇક લઇને આવી નથી’ સાસરિયાના ત્રાસથી પરિણીતા પરેશાન

‘તારો બાપ તો ભિખારી છે, તું કંઇક લઇને આવી નથી’ સાસરિયાના ત્રાસથી પરિણીતા પરેશાન

પરિણીતા પર સાસરિયાનો ત્રાસ

Ahmedabad news: દહેજ સહીત નાની નાની બાબતોમાં પતિ અને સાસરિયા પરિણીતાને અપમાનિત કરતાં અને મેણા ટોણા મારીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતાં. પતિએ કહ્યું કે, ‘તું જાડી છે જેથી ચાલી શક્તી નથી.’ જ્યારે માસિક ધર્મમાં હોય કપડાં ધોવા બાબતે તેના પતિએ તેને મોઢું દબાવીને પથારીમાં પછાડી હતી.

વધુ જુઓ ...
અમદાવાદ: દહેજ સહીત નાની નાની બાબતોમાં પતિ અને સાસરિયા પરિણીતાને અપમાનિત કરતાં અને મેણા ટોણા મારીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતાં. હનીમુનમાં ટ્રેકીંક કરતાં પરિણીતા થાકી ગઇ તો તેના પતિએ કહ્યું કે, તું જાડી છે જેથી ચાલી શક્તી નથી. પતિના ફોનમાં અન્ય સ્ત્રીના ફોન આવતા તે અંગે વાતચીત કરતાં તેનો પતિ ઉશ્કેરાઇ ગયો અને કહ્યું કે હું ખુબ મોટો ઓફિસર છું, કોઇપણ સ્ત્રી સાથે વાત કરૂ તો તારે મને કંઇ કહેવાનું નહીં. મને સારૂ લાગશે તો દિવસમાં 100 ટાઇમ કોલ કરીશ તેમ કહીને મોં તથા ગળું દબાવીને માર માર્યો. અને આ યુવતી પાસે માફી મંગાવી.

વારંવાર દહેજ મામલે મહેણા મારતા હતા


નવા વાડજ વિસ્તારમાં રહેતી એક પરિણીતા મેટ્રોમોની સાઇટ પરથી મુંબઇના એક સાથે સંપર્કમાં આવી હતી. બંન્ને ને એકબીજા પસંદ આવતાં પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતાં. લગ્નના પ્રથમ નાઇટના દિવસે પરિણીતાએ તેના પતિને વોચ ગીફ્ટ આપી તો તેણે કહ્યું હતું કે, અમે ખુબ મોટા માણસો છીએ અને તુ અમારા લેવલ મુજબ ખુબ જ સસ્તી ઘડીયાળ આપેલ છે, જેથી મારે જોઇતી નથી. તેઓ હનીમુન માટે ઉત્તરાખંડ ગયા હતાં. જ્યાં ટ્રેકીંક કરતાં પરિણીતા થાકી ગઇ તો તેના પતિએ કહ્યું કે, ‘તું જાડી છે જેથી ચાલી શક્તી નથી.’ જ્યારે માસિક ધર્મમાં હોય કપડાં ધોવા બાબતે તેના પતિએ તેને મોઢું દબાવીને પથારીમાં પછાડી હતી. આ સાથે સાથે શરીરસંબંધ બાંધતા ખુબ જ દુઃખાવો થતાં તેના પતિએ તેને ખરાબ શબ્દો બોલ્યા હતાં.

આ પણ વાંચો: ચામીચીડિયાથી નહી, આ પ્રાણીમાંથી થઈ હતી કોરોનાની ઉત્પત્તિ

પરિણીતા સાથે પતિ કરતો દુરવ્યવહાર


પરિણીતા તેના પતિ સાથે સિધ્ધિ વિનાયક મંદિરે દર્શન કરવા ગયેલ ત્યારે તેના પતિના ફોનમાં કોઇ પરસ્ત્રીના ફોન આવતા હતાં. જે અંગે તેના પતિએ તેને ગોળ ગોળ જવાબ આપ્યો હતો. જ્યારે તેની સાથે તે પ્રેમભરી વાતો કરતો હતો. અને હીસ્ટ્રી ડીલીટ કરી દેતો હતો. પરિણીતાએ સામેથી આ યુવતી સાથે વાતચીત કરી તો તેણે કહ્યું હતું કે, તેને પતિ સાથે પ્રોબ્લેમ ચાલે છે. જેથી મદદ લેવા માટે ફોન કરે છે. જ્યારે તેના પતિએ કહ્યું હતું કે, હું ખુબ મોટો ઓફીસર છું. અને હું કોઇપણ સ્ત્રી સાથે વાતચીત કરૂ તારે મને ક્ંઇ કહેવાનું નહીં. જેથી પરિણીતા તેના પિયર આવી ગઇ હતી.


આખરે પરિણીતાએ નોંધાવી ફરિયાદ


મળતી વિગતો પ્રમાણે સમાધાન થતાં તે ફરીથી તેના સાસરીમાં રહેવા માટે ગઇ હતું. જ્યાં તેના સસરાએ કહ્યું હતું કે મારા દિકરાની લાઇફ બગાડી છે, તું કોઇ દિવસ રાત્રે સુઇશ તો ગળું દબાવી દઇશ. તેના સાસુ સસરા અને જેઠ જેઠાણીએ કહ્યું હતું કે, તું આ ઘરમાંથી નીકળી જા, તને આજે કે કાલે ક્યારેય નહીં અપનાવે. તારો બાપ તો ભિખારી છે. તું કંઇક લઇને આવેલ નથી. આમ ગળું દબાવીને તેન માર્યો હતો. જ્યારે તેના સાસરી વાળાએ તમે તો ચાલી જેવામાં રહો છો, તેમ કહીને મેણા ટોણા મારતા હતાં.આમ અંતે કંટાળીને પરિણીતાએ આ બાબતની જાણ પોલીસને કરતાં પોલીસ એ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad news, Ahmedabad police

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો