Ahmedabad Latest News: વટવા જી.આઇ.ડી.સી વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિ અને નણંદે ત્રાસ આપતા હતાં. નાની-નાની બાબતોમાં મેણા ટોણા મારીને પરિણીતાના ચારીત્ર્ય પર શંકા કુશંકા રાખીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
અમદાવાદ: વટવા જી.આઇ.ડી.સી વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિ અને નણંદે ત્રાસ આપતા હતાં. નાની-નાની બાબતોમાં મેણા ટોણા મારીને પરિણીતાના ચારીત્ર્ય પર શંકા કુશંકા રાખીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જો કે પરિણીતા ગર્ભવતી થતાં આ બાળક મારુ નથી તેમ કહીને પતિ શંકા કરતાં અંતે કંટાળીને પરિણીતાએ ગોળીઓ ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
સાસરિયાના ત્રાસથી પરિણીતા માનસિક તાણમાં રહેતી
મૂળ મહારાષ્ટ્ર અને જશોદાનગર વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ વટવા જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, માર્ચ 2022માં સમાજના રીત રિવાજ મુજબ તેમના લગ્ન થયા હતાં. લગ્નના થોડા મહિના બાદ જ પરિણીતાને સમાજ તરફથી ભણવા માટે સ્કોલરશીપ મળવાની હોવાથી તે અમદાવાદ તેના નણંદ સાથે રહેવા આવી હતી. આ દરમિયાન નણંદે જુદા-જુદા ફોટા પાડીને પતિ-સાસુને મોકલી આપ્યા હતા અને તારી વહુ કોઇ કામ કરતી નથી તેમ જણાવ્યુ હતુ. જો કે તેના પતિએ ફોન કરીને તેને કહ્યું હતું કે હવે તું ચિંતા કરીશ નહીં, બંધી જવાબદારી મારી રહેશે તું અહીંયા આવી જા તેમ જણાવતા પરિણીતા કોઇને કહ્યા વગર મુંબઇ ખાતે જતી રહેલ. ત્યાં રસ્તામાં તેના પતિ તેને લેવા માટે આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, ચાર પાંચ દિવસ સુધી તેને સારી રીતે રાખ્યા બાદ તેના નણંદ નાની નાની વાતોમાં પતિની ચઢામણી કરતા હતાં. તેના પતિ પણ નણંદના છોકરાનું ધ્યાન રાકવું પડશે, ધરના કામકાજ તે કહે તે રીતે કરવા પડશે તેમ કહીને માર ઝુડ કરતો હતો. ઘરની કોઇ વસ્તુ પણ તેને ઉપયોગ કરવા દેતા નહીં. ગરમીમાં પણ પંખો ચાલુ કરવા દેતા નહીં. પરિણીતાને એક દિવસ ઉલ્ટી થતાં તેના નણંદ દવાખાને લઇ ગયા હતાં. જ્યાં ડોક્ટરએ પ્રાથમિક તપાસ કર્યા બાદ હાલ તે પ્રેગનેન્ટ છે કે નહીં તે જાણી શકાશે નહીં પરંતુ થોડા દિવસ બાદ તપાસ માટે આવવા કહ્યું હતું. તે સમયથી જ તેના નણંદ એ આના પેટમાં બાળક છે તે મારા ભાઇનું નથી. તેમ કહીને તેના માતાને ત્યાં મુકી ગયા હતાં.
પરિણીતા પર ખોટી શંકા વહેમ રાખતા હતા
પરિણીતા સારી ચાલગતની નથી તેવી વાત પણ સમાજમાં ફેલાવી દીધી હતી. જો કે પરિણીતાએ તપાસ કરાવતા તેને એક મહીનાનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાબતની જાણ તેણે તેના પતિને કરતાં આ બાળક તેઓનું નથી, તેમ ખોટી શંકા વહેમ રાખીને તેની સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. જેથી માનસિક તણાવમાં આવીને પરિણીતાએ પંદર જેટલી દવાઓની ગોળીઓ ખાઇ લીધી હતી. જેથી તેના સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે બાબતની જાણ પોલીસને કરતાં પોલીસએ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.