અ'વાદઃ હેડ કોન્સ્ટેબલ સામે તેની પત્નીએ કરી ત્રાસ ગુજાર્યાની ફરિયાદ

News18 Gujarati
Updated: April 9, 2019, 7:48 PM IST
અ'વાદઃ હેડ કોન્સ્ટેબલ સામે તેની પત્નીએ કરી ત્રાસ ગુજાર્યાની ફરિયાદ
ફાઇલ તસવીર

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં એક હેડ કોન્સ્ટેબલ સામે તેની જ પત્નીએ શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે. હેડ કોન્સ્ટેબલની ફરિયાદી પત્નીનું કહેવું છે કે તેના પતિ તેના પર છેલ્લા 14 મહિનાથી શારીરિક અને ત્રાસ ગુજારી રહ્યા છે. તો કેટલીકવાર તેના પર તેના પતિએ છરી વડે પણ હુમલો કર્યો અને ગરમ તેલ પણ તેમની ઉપર નાખવા સુધીનો ત્રાસ ગુજર્યો છે.

અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં એક હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ હેડ કોન્સ્ટેબલ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. નોંધનીય છે કે આ ફરિયાદ પોલીસ કર્મચારીની પત્નીએ દાખલ કરાવી છે. ફરિયાદી મહિલાનું કહેવુ છે કે તેમના પતિ છેલ્લા 14 વર્ષથી તેમને શારીરિક ત્રાસ અને માનસિક ત્રાસ આપી રહ્યા છે. કેટલીક વાર તો પોલીસ કર્મચારી તેની પત્ની પર છરી વડે હુમલો પણ કર્યો હતો અને ગરમ તેલ પણ તેમની ઉપર નાખ્યુ હતુ.

અહીં ક્લિક કરી વાંચોઃ કોંગ્રેસના MLA ગેનીબેન ઠાકોર ભૂલ્યા ભાન, અશોભનીય શબ્દનો કર્યો પ્રયોગ

જોકે સામાજિક રીતી રિવાજને લઈ તે પોલીસ સુધી પહોંચી નહતી પરંતુ ચાર દિવસ પહેલા ફરી આરોપી પોલીસ કર્મચારીએ ફરિયાદીને ઢોર માર માર્યો જેથી તેમને પોલીસ પતિને સબક શિખવાડવા પોલીસનો સહારો લીધો હતો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસ અધિકારીનુ કહેવુ છે કે આરોપી પતિ સામે અલગ-અલગ કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી તપાસ શરુ કરી છે.
First published: April 9, 2019
વધુ વાંચો
अगली ख़बर