Home /News /ahmedabad /

અમદાવાદ : લગ્ન બાદ મહિલાની જિંદગી બની નરક, પતિ આપતો ત્રાસ, દિયર કરતો હતો અડપલાં

અમદાવાદ : લગ્ન બાદ મહિલાની જિંદગી બની નરક, પતિ આપતો ત્રાસ, દિયર કરતો હતો અડપલાં

Ahmedabad Domestic Violence : અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો, પતિની ગેરહાજરીમાં દીયર કરતો હતો અડપલા

Ahmedabad News : અમદાવાદના વસ્ત્રાલની (Ahmedabad Vastral) પરિણીતાએ જશોદાનગરમાં (Jashodanagar) રહેતા સાસરિયાઓ સામે નોંધાવી પોલીસ ફરિયાદ (Police Complain). પતિ અને દિયર વટાવી મર્યાદા

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં (Ahmedabad West) રહેતી એક યુવતીએ (girl) તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો છે કે લગ્નના પંદર જ દિવસમાં ફિઝિકલ રિલેશન રાખવા બાબતે તેના પતિએ તેની સાથે ઝઘડો કર્યો હતો. આટલું જ નહીં સાસુ-સસરા અવાર નવાર દહેજની માગણી કરી તેની સાથે ઝઘડા કરી માનસિક ત્રાસ આપતા હતા. યુવતીનો દિયર પણ અવારનવાર શારિરીક અડપલા કરતો હતો. આ બધી બાબતોથી કંટાળી યુવતીએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે .

શહેરના વસ્ત્રાલ ખાતે રહેતી 31 વર્ષીય યુવતી પંદર દિવસથી તેના પિતાના ઘરે રહે છે. તેનું સાસરુ જશોદા નગર ખાતે આવેલું છે અને તેનો પતિ મોબાઇલ એન્ડ ઇલેક્ટ્રોનિક ની દુકાન ધરાવે છે. આ યુવતી ના લગ્ન દસેક વર્ષ પહેલાં આ યુવક સાથે થયા હતા.

બાદમાં તે તેના પતિ સસરા સાસુ અને દિયર સાથે રહેતી હતી. લગ્નના 15 દિવસ બાદ પતિએ તેની સાથે ફિઝિકલ રિલેશન બાબતે ઝઘડો કર્યો હતો. જે બાબતની જાણ યુવતીએ તેના માતા-પિતાને કરતાં તેઓએ લગ્ન નવું હોવાથી થોડો સમય માગ્યો હતો.

ત્યારબાદ સાસુ-સસરાએ આ યુવતીને જણાવ્યું કે તારા માતા-પિતાએ દહેજમાં ઘરઘંટી આપી છે અને સિલાઈ મશીન સારું આપ્યું નથી તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે આ યુવતી ગર્ભવતી થઈ હતી ત્યારે તેના સાસુ-સસરાએ કહ્યું હતું કે તારા પિયરમાંથી 25 હજાર રૂપિયા લઇ આવ નહીંતર તું તારા પિયર જતી રહે અમારે તારો ખર્ચ કરવો નથી. જેથી આ યુવતી નવ મહિના તેના પિયર જતી રહી હતી.

અવારનવાર સાસુ-સસરા દહેજ બાબતે હેરાન પરેશાન કરતા હતા અને યુવતીનો પતિ પણ આ બધી બાબતોને લઈને માનસિક ત્રાસ આપી માર મારતો હતો. પાંચેક વર્ષ પહેલા આ યુવતીનો દિયર અવારનવાર તેની ઉપર ખરાબ નજર રાખતો હતો અને યુવતીનો પતિ કામ માટે જ્યારે બહાર જાય ત્યારે યુવતીનો દિયર રૂમમાં આવી તેની સાથે શારીરિક અડપલાં કરતો હતો.

એટલું જ નહીં જ્યારે યુવતી રસોઈ બનાવતી હોય ત્યારે પણ કોઈ બહાને તેનો દિયર રસોડામાં જઈને શારીરિક અડપલાં કરતો હતો. સમગ્ર બાબતોથી કંટાળીને યુવતીએ આ અંગે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:

Tags: અમદાવાદ, અમદાવાદના સમાચાર, ક્રાઈમ crime, ગુજરાતી સમાચાર

આગામી સમાચાર