'તારે બીજા સાથે અફેર છે,' પતિ WhatsApp સ્ટેટ્સમાં લખાણ મૂકતો હોવાનો આક્ષેપ

પતિ નશો કરીને પત્નીને માર મારતો હોવા છતાં સસરાએ પુત્રની તરફેણી કરી, મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ.

News18 Gujarati
Updated: September 9, 2019, 9:00 AM IST
'તારે બીજા સાથે અફેર છે,' પતિ WhatsApp સ્ટેટ્સમાં લખાણ મૂકતો હોવાનો આક્ષેપ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 9, 2019, 9:00 AM IST
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં મહિના પર ત્રાસ ગુજારવાની એક ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં એક મહિલાનો પતિ તેને નશો કરીને માર મારી ત્રાસ આપતો હતો. પતિના માર બાદ મહિલાના તેના સસરા પાસે મદદ માંગતી હતી. પરંતુ બદનસિબે તેના સસરા પણ તેને મદદ કરતા ન હતા. મદદ કરવાના બદલે તે તેના પુત્રને ઉશ્કેરતા હતા અને એવું કહેતા કે, 'તું આને છોડી દે, હું તને બીજી લાવી દઇશ'. હાલ સમગ્ર મામલે મહિલાએ સાસરિયાઓ સામે પોલીસે ફરિયાદ આપી છે.

મળતી માહિતી પ્રમાણે દાણીલીમડામાં પિયરમાં રહેતી 27 વર્ષની યુવતીના વર્ષ 2011માં બોડકદેવ ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નના થોડા સમય બાદ જ નણંદે અને સાસરિયાઓએ તેને ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. મહિલા કંટાળીને પોતાનો સંસાર ન બગડે તે માટે આ ત્રાસ સહન કરતી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : ગેરવર્તણૂક કરતા કંપનીએ કાઢી મૂક્યો, જનરલ મેનેજરે કરી વિચિત્ર હરકત

ઘરકામ બાબતે પતિ ઝઘડો કરી પત્નીને માર મારતો ત્યારે સસરા પણ તેના પુત્રને કહેતા કે 'તું આને છોડી દે, હું તને બીજી લાવી દઇશ.' પતિ અવારનવાર નશો કરતો હતો અને સાસુસસરા પણ મહિલાને મ્હેંણા ટોણાં મારતા હતા. સાસુ-સસરા તેની પુત્રવધૂ પર આક્ષેપ લગાવતા હતા કે તે ચઢામણી કરતી હોવાથી તેનો પતિ નશો કરે છે.

સતત ઝઘડા અને મારના ત્રાસથી કંટાળીને મહિલા તેના પતિને લઈને અન્ય જગ્યાએ રહેવા આવી ગઈ હતી. પરંતુ અહીં પણ પતિ તેને માર મારતો હતો. મહિલાને સંતાનમાં બાળકો ન હોવાથી સાસરિયાઓ ત્રાસ આપતા આખરે કંટાળીને મહિલાએ પોલીસ સ્ટેશનમાં પતિ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

તારે બીજા સાથે અફેર છેઃ પતિનું વોટ્સએપ સ્ટેટસ
Loading...

આ કેસમાં પતિ અને પત્ની વચ્ચેનો ઝઘડો સોશિયલ મીડિયા સુધી પહોંચ્યો હતો. પતિ પત્ની પર શંકા રાખી તેને બીજા કોઇ સાથે અફેર હોવાનું કહી વોટ્સએપ સ્ટેટસમાં આ પ્રકારના લખાણ લખતો હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે.
First published: September 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...