પતિ-પત્ની અને વોનો કિસ્સો આવ્યો સામેઃ પત્નીએ પતિ પર મુક્યા ગંભીર આરોપ

અમદાવાદના સાબરમતિ વિસ્તારમાં પતિ-પત્ની અને વો જેવો કિસ્સો સામે આવ્યો છે. એક પરણિતાએ પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી છે.

News18 Gujarati
Updated: May 17, 2019, 8:20 PM IST
પતિ-પત્ની અને વોનો કિસ્સો આવ્યો સામેઃ પત્નીએ પતિ પર મુક્યા ગંભીર આરોપ
વરુણની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: May 17, 2019, 8:20 PM IST
નવીન ઝા, અમદાવાદઃ અમદાવાદના સાબરમતિ વિસ્તારમાં પતિ-પત્ની અને વો જેવો કિસ્સો સામે આવ્યો છે. એક પરણિતાએ પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી છે અને પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોને લઈ ગંભીર આરોપો મુક્યા છે. નોંધનીય છે કે પતિ સીટી સિવિલ કોર્ટમાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે ત્યારે ફરિયાદી પોતે બિઝનેશ વુમન છે. આ મહિલાએ પોતાના પતિ સામે ફરિયાદ કરી છે અને આ ફરિયાદ પાછળ મુંબઈની એક મહિલા જવાબદાર હોવાનું જણાવ્યુ છે.

ફરિયાદી મહિલાનું કહેવું છે કે તેમના પ્રેમ લગ્ન 10 વર્ષ પહેલા વરુણ ખુમાન સાથે થયા હતા અને બધુ સારુ ચાલી રહ્યુ હતુ. મહિલાએ પોતાની એક પ્રાઈવેટ લિમિટેડ કંપની ખોલી અને હેન્ડીક્રાફ્ટનો ધંધો કર્યો હતો.ધંધો પણ સારો ચાલી રહ્યો હતો. પરંતુ આજે તેની પાસે ખાવાના રુપિયા પણ નથી. પત્નીએ જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષથી તેના પરિવારમાં ગ્રહણ લાગી ગયું છે અને તેની જવાબદાર સ્પા અને સલુન ચલાવતી એક મુંબઈની મહિલા છે.

પત્નીનું કહેવુ છે કે આશરે બે વર્ષ પહેલા વરુણના ઈન્ટરનેટ મારફતે મુંબઈની એક મહિલા સાથે વાત થઈ હતી. ત્યાર બાદ વાત વધી અને બન્ને વચ્ચે સંબંધો વધી ગયા હતા. આ વાતની જાણ પત્નીને થતા તેમને વિરોધ કર્યો હતો. કારણ કે પત્ની જે રુપિયા ધંધામાં કમાવી રહ્યા હતા. તે વરુણ મુંબઈની મહિલાને મોકલી રહ્યો હતો.

પતિ વરુણ તેમને ખુબજ માર મારતો હોવાનો પત્નીએ આરોપ લગાવ્યો હતો. કેટલી વાર મામલો પોલીસ સ્ટેશને પણ પહોંચ્યો હતો. પરંતુ પોલીસે સમાધાન કરાવ્યુ હતુ. નોંધીય છે કે વરુણ ઉપર એ પણ આરોપ છે કે તેમને ફરિયાદી વિરુધ્ધ અશ્લીલ વાતો વોટસ સ્ટેટસમાં પણ મુકતો હતો. જેનો પુરાવો પણ તેમની પાસે છે. એસીપી એલ ડિવિઝન ડી.એસ પટેલનું કહેવુ છે કે ફરિયાદમાં પત્નીના ધંધામાં વધારે શેર હોવા છતા તેમને કાઢી દેવામાં આવ્યા છે અને તેમના કેટલાક દાગીના અને ગાડીઓ પણ તેમની જાણ વગર વેંચી દેવાયુ છે. ત્યારે પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરુ કરી છે.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...