Home /News /ahmedabad /અમદાવાદઃ પતિ પત્ની ઔર વો! 11 વર્ષ પહેલાની પ્રેમિકાના અશ્લીલ Photos-videos પતિના ફોનમાં જોઈ ગઈ પત્ની અને પછી..
અમદાવાદઃ પતિ પત્ની ઔર વો! 11 વર્ષ પહેલાની પ્રેમિકાના અશ્લીલ Photos-videos પતિના ફોનમાં જોઈ ગઈ પત્ની અને પછી..
પત્નીની પ્રતિકાત્મક તસવીર
Ahmedabad news: મહિલા ઘરે હતી ત્યારે તેનો પતિ ન્હાવા ગયો હતો ત્યારે મહિલાએ પતિનો ફોન (wife caught husband affair) જોતા 11 વર્ષ પહેલા જે મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો તેના અશ્લિલ ફોટો અને વીડિયો (girl friend photos video in husband mobile) મળી આવ્યા હતા. જેથી મહિલા સાથે પતિએ ઝગડો (husband wife fight) કર્યો હતો.
અમદાવાદ: સમાજમાં પતિ પત્ની ઔર વોના કિસ્સાઓ (Pati, patni aur woh) છાસવારે બનતા રહે છે ત્યારે અમદાવાદ શહેરમાં (Ahmedabad news) આવો જ એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં રહેતી 51 વર્ષીય મહિલાએ (51 year old woman) તેના પતિ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલા ની બાજુમાં તેની નણંદનું ઘર હતું ત્યાં ભાડે રહેતી મહિલા સાથે તેના પતિને પ્રેમ થઈ ગયો હતો. મહિલાએ પતિનો આ પ્રેમ સંબંધ (husband love with woman) પકડી પાડ્યો હતો. જોકે પતિએ માફી માંગી હતી. પણ બાદમાં 11 વર્ષ બાદ હવે પતિના ફોનમાંથી આ પ્રેમિકાના અશ્લીલ ફોટો વીડિયો મળી આવતા પતિએ આ બાબતે બબાલ કરી મહિલાને ત્રણ વાર તલાક કહી દીધું હતું. રિવાજ મુજબ મહિલા ઇદત માંથી બહાર આવતા તેણે હવે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મકરબા નેહરુનગર ખાતે રહેતી 51 વર્ષીય મહિલાને ત્રણ પુત્રીઓ છે. એક પુત્રી સાથે આ મહિલા રહે છે અને બે પુત્રીઓના લગ્ન કરાવી દીધા છે. વર્ષ 1991માં આ મહિલાએ લગ્ન કર્યા હતા અને બાદમાં પતિ તથા અન્ય પરિવારજનો સાથે તે રહેતી અને દરજી કામ કરે છે. લગ્ન બાદ આ મહિલાના સાસરિયાઓ તેને સારી રીતે રાખતા હતા. આશરે દસેક વર્ષ સુધી તેને સારી રીતે રાખી હતી.
પણ બાદમાં વર્ષ 2001થી મહિલાનો પતિ અને નણંદ નાની નાની બાબતોમાં ત્રાસ આપવા લાગ્યા હતા. પંદરેક વર્ષ પહેલા મહિલાની સાસુ સસરા અને નણંદ બાજુમાં અલગ રહેતા હતા. પણ સાસુ સસરાનું અવસાન થયા બાદ આ નણંદ મહિલાના પતિને ચઢામણી કરી ત્રાસ આપવા લાગી હતી.
આજથી 11 વર્ષ પહેલા નણંદ ના મકાનમાં ભાડે રહેતી એક મહિલા સાથે પતિનો પ્રેમ સબન્ધ આ મહિલાએ પકડી પાડ્યો હતો. બાદમાં સમાજના આગેવાનો ને વચ્ચે રાખી પતિએ માફી માંગી આવું ફરી નહિ થાય તેવી માફી માંગી હતી.
આટલું જ નહીં હમણાં જ્યારે મહિલા ઘરે હતી ત્યારે તેનો પતિ ન્હાવા ગયો હતો ત્યારે મહિલાએ પતિનો ફોન જોતા 11 વર્ષ પહેલા જે મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો તેના અશ્લિલ ફોટો અને વીડિયો મળી આવ્યા હતા. જેથી મહિલા સાથે પતિએ ઝગડો કર્યો અને નણંદને કહેતા તેણે મહિલાના પતિનો પક્ષ ખેંચ્યો હતો. બાદમાં દીકરીઓ આ બાબતની જાણ થતાં આવી ગઈ તો પતિએ આ મહિલાને મારે તારી સાથે રહેવું નથી કહીને મહિલાને ત્રણ વાર તલાક બોલી તલાક આપી દીધા હતા.
જેથી મહિલા ધાર્મિક રિવાજ મુજબ ત્રણ માસ ઇદત માં બેઠી હતી. બાદમાં મહિલાએ આ અંગે સરખેજ પોલીસને જાણ કરતા હવે પોલીસે પતિ અને નણંદ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.