Home /News /ahmedabad /પરિણીતા બની ઘરેલું હિંસાનો શિકાર, સીગારેટ પિવાની ના પાડતાં પતિએ આપ્યા ડામ

પરિણીતા બની ઘરેલું હિંસાનો શિકાર, સીગારેટ પિવાની ના પાડતાં પતિએ આપ્યા ડામ

પરિણીતા બની ઘરેલું હિંસાનો શિકાર

Ahmedabad Domestic Violence: અમદાવાદ શહેરમાં ઘરેલુ હિંસાનો ફરી એક બીજો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી એક યુવતીએ પતિ અને સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીના લગ્ન પાલડીના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી સાસુ સસરા અને પતિ સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદ શહેરમાં ઘરેલુ હિંસાનો ફરી એક બીજો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી એક યુવતીએ પતિ અને સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીના લગ્ન પાલડીના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી સાસુ સસરા અને પતિ સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના થોડા દિવસ સુધી પતિ અને સાસુ સસરાએ તેને સારી રીતે રાખી હતી. જે બાદ સાસરિયાઓએ યુવતી પાસે વારંવાર ધંધો કરવા માટે પૈસાની માંગણી કરી હતી.

સાસુ સસરા વારંવાર ઘરકામ બાબતે મેણા મારતા


લગ્ન કર્યાના થોડા સમય બાદ પરિણીતાને હેરાન કરવાનું ચાલુ કરી દીધું હતુ. સાસુ સસરા વારંવાર ઘરકામ બાબતે મેણા ટોણા મારતા હતા. પતિ તેને કહેતો કે તારી સાથે લગ્ન કરીને મારી સમાજમાં આબરૂ ગઈ છે. આમ માનસિક અને શારિરીક ત્રાસ આપવામાં આવતો હતો. સાસરિયાઓ યુવતીના માતા-પિતા પાસે રહેલા સ્કૂટરની માંગણી કરતા યુવતીના પિતાએ આ સ્કુટર તેના પતિને આપ્યું હતું. માર્ચ 2020માં યુવતી સમાજના રીત રિવાજ મુજબ પિયરમાં ગઈ હતી. ત્યાર બાદ સાસરીમાંથી તેને કોઈ તેડવા માટે ન આવતા તે જાતે જ તેના સાસરીમાં ગઈ હતી.

આ પણ  વાંચો: સાયન્સ સિટીના બાળકોને ચંદ્રગ્રહણનો થયો અનોખો અનુભવ, જુઓ તસવીરો 

પતિએ સિગારેટથી તેના ઢીચણ ઉપર ડામ આપ્યા


એક દિવસ યુવતીએ તેના પતિને સિગારેટ પીવાની ના પાડતા પતિએ ઘરના દરવાજા સાથે તેને ભટકાવી હતી અને સળગતી સિગારેટથી તેના ઢીચણ ઉપર ડામ આપ્યા હતાં. થોડા દિવસ પછી યુવતી ઘરનો સામાન લેવા માટે બહાર ગઈ હતી અને ઘરે પરત ફરી ત્યારે ઘરમાં તાળું મારેલું હોય જેથી પતિ અને સાસરિયાઓને વારંવાર ફોન કરવા છતાં કોઈએ ફોન ન ઉપાડતા રાત્રે રાહ જોયા બાદ તે પિયરમાં જતી રહી હતી.

સાસરીના કોઈપણ પ્રસંગની તેને જાણ ન કરાતી


ફરિયાદ પ્રમાણે યુવતી 2020માં આસો સુદ પૂનમના રોજ બહુચરાજી છેડાછેડી છોડવા માટે ગઈ હતી. પાંચ દિવસ તેના પતિ તથા સાસુ સસરા સાથે ત્યાં રોકાઈ હતી. તે બાદ પતિએ તેને કહ્યું હતું કે, હવે તું તારા ઘરે જતી રહે આપણી વિધિ પૂરી થઈ ગઈ છે, આથી હવે તારી જરૂર નથી. જેથી યુવતી તેના પિયરમાં જતી રહી હતી. તે પછી દિવાળીના તહેવારો હોવાથી તે સાસરીમાં ગઈ હતી, પરંતુ જેઠાણી દ્વારા તેને જાણવા મળ્યું હતું કે પતિ અને સાસુ સસરા તેમજ અન્ય મિત્રો બહાર ફરવા ગયા છે. જેથી તે ફરીવાર પિયરમાં પરત ફરી ગઈ હતી. આમ, સાસરીમાં કોઈપણ જાતના પ્રસંગ કે અન્ય બાબતોની જાણ તેને કરવામાં આવતી ન હતી.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ, મોહનસિંહ રાઠવા ધારણ કર્યો કેસરિયો

ઘરકંકાસથી કંટાળીને યુવતીએ ફરિયાદ નોંધવી


જાન્યુઆરી 2021માં યુવતીએ સાસુને ઘરે જવા માટે ફોન કર્યો ત્યારે સાસુએ કમુરતા હોવાના કારણે સાસરે આવવાની ના પાડી હતી. કમુરતા પૂરા થયા બાદ યુવતી તેના સાસરીમાં જતી હતી, ત્યારે યુવતીને કોરોના થતાં તેની કોઈએ કાળજી રાખી ન હતી અને સારવાર પણ કરાવી ના હતી. એટલું જ નહી તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેની તમામ સારવાર માતા પિતાએ કરી હતી. યુવતીએ અવારનવાર સમાધાનના પ્રયાસો કર્યા હતા. પરંતુ સપ્ટેમ્બર 2021માં યુવતીનો પતિ તેના કાકીને છુટાછેડા માટેના કાગળો આપી ગયો હતો. પરિણીતાનો પતિ તેને સમાજમાં બદનામ કરવાનું જણાવી માનસિક ત્રાસ આપતા હોવાથી યુવતી તેના સાસરે જવા માંગતી ન હતી. અંતે ઘરકંકાસથી કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધવા પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad news, Domestic crime, Domestic Violance

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन