અમદાવાદઃ શરીર સંબંધ બાંધવાનો ઇન્કાર કરતા પતિએ પત્નીને ફટકારી

પત્નીએ શારીરિક સંબંધ બાંધવા દેવાની ના પાડતા પતિએ પત્નીને ઢોર માર માર્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

News18 Gujarati
Updated: April 26, 2019, 7:31 AM IST
અમદાવાદઃ શરીર સંબંધ બાંધવાનો ઇન્કાર કરતા પતિએ પત્નીને ફટકારી
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: April 26, 2019, 7:31 AM IST
ન્યૂઝ18ગુજરાતીઃ પતિ પત્ની વચ્ચે સામાન્ય બાબતોમાં ઝઘડાઓ થતાં હોય છે ત્યારે ક્યારેક પતિ પત્નીને માર મારતા કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાતા હોય છે. ક્યારેક શરીરસંબંધ બાંધવા ન દેતા પતિએ પત્નીને ઢોર માર માર્યો હોવાની ઘટનાઓ ભાગ્યે જ બની છે. આવો જ એક કિસ્સો અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નારોલમાં રહેતા દંપતીનો અંગત ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. નારોલમાં રહેતી પરિણીતાએ પતિ વિરુદ્ધ માર મારવાની ફરિયાદ નોંધાવી છે. પત્નીએ શારીરિક સંબંધ બાંધવા દેવાની ના પાડતા પતિએ પત્નીને ઢોર માર માર્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, પોલીસે આ અંગે અરજીના આધારે આગળની કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં બોયફ્રેન્ડ સાથે લિવ ઇનમાં રહેતી એક મહિલા સાથે પાંચ દિવસ પહેલાં બોયફ્રેન્ડે સાથે સંબંધ તોડી નાખ્યો હતો. જોકે, આ વાતની કિન્નાખોરી રાખી બોયફ્રેન્ડ તેના મિત્રો સાથે મહિલાને પજવી રહ્યો હતો. આ દરમિયાન બહેનપણનીના ઘરેથી જમીને પરત આવી રહેલી મહિલાનો બોયફ્રેન્ડે પીછો કરતા તે જીવ બચાવવા માટે એક કેફેમાં જતી રહી હતી અને ત્યાં રાત્રે 9.00 વાગ્યાથી મોડી રાત્રે 2.00 વાગ્યા સુધી બેસી રહી હતી.અંતે મહિલાએ 181ને કૉલ કરતા પોલીસે આવીને મહિલાનો છોડાવી હતી.

આ પણ વાંચોઃ-પીછો કરી રહેલા લિવ ઇન પાર્ટનરથી બચવા રાત્રે 2 વાગ્યા સુધી મહિલા કેફેમાં બેસી રહી

બનાવની વિગત એવી છેકે મૂળ ગાંધીનગરની અને અમદાવાદમાં જોબ કરતી એક પંજાબી મહિલાનું લગ્ન થોડા સમય પહેલાં થયું હતું જોકે, પતિ સાથે તેને મનમેળ ન થતાં તેણે છુટ્ટાછેડા લઈ લીધા હતા અને ત્યારબાદ અમદાવાદના એક યુવક સાથે ફ્રેન્ડશીપ થતા તેની સાથે ફ્લેટમાં લિવ ઇનમાં રહેવા જતી રહી હતી. મહિલાનો પરિવાર યુવક સાથે તેના લગ્ન કરાવા સંમંત હતો જોકે, યુવકે પાંચ દિવસ પહેલાં તેને તરછોડી દેતા તે પેઇન્ગ ગેસ્ટ તરીકે રહેવા જતી રહી હતી.
First published: April 25, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...