Ahmedabad Crime News: ઝઘડો કરતા પત્નીએ તેના પતિને માથામાં (husband wife fight) રિમોટ અને રીમોટ મૂકવાનું સ્ટેન્ડ માર્યું હતું. જેથી ગભરાઈ ગયેલો પતિ પોતાને બચાવવા માટે ફ્લેટના પાર્કિંગમાં જઈને છુપાઈ ગયો હતો.
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં એક પતિએ તેની પત્ની સામે (husband wife complaint) ફરિયાદ નોંધાવી છે. આ પતિ જ્યારે ઘરે હોય ત્યારે તેની પત્ની બીજી સ્ત્રી સાથે આડા સંબંધ છે (extra marital affair) તે વાતને લઈને ઝઘડો કરતી હતી. ફરી એક વખત આવો ઝઘડો કરતા પત્નીએ તેના પતિને માથામાં (husband wife fight) રિમોટ અને રીમોટ મૂકવાનું સ્ટેન્ડ માર્યું હતું. જેથી ગભરાઈ ગયેલો પતિ પોતાને બચાવવા માટે ફ્લેટના પાર્કિંગમાં જઈને છુપાઈ ગયો હતો. બાદમાં પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે યુવકની તેની પત્ની સામે ફરિયાદ તપાસ શરૂ કરી છે.
શહેરના નરોડા પાટિયા પાસે રહેતો 38 વર્ષીય યુવક તેની પત્ની અને બે બાળકો સાથે રહે છે. સાથે જ એક મસાલા કંપની ચલાવી પરિવારનું ગુજરાત ચલાવે છે. તેની પત્ની તેનાથી એક વર્ષ મોટી છે અને આ પત્નીએ તેના પતિને બીજી સ્ત્રી જોડે આડા સંબંધો છે તેવું કંઈ અવારનવાર બોલાચાલી ઝઘડો કરતી હતી. ગઈકાલે સવારના સુમારે આ યુવક ઘરે હાજર હતો તે દરમિયાન તેની પત્ની કહેવા લાગી કે તમારે એક યુવતી સાથે પ્રેમ સંબંધ છે તેમ કહી ઝઘડો કરવા લાગી હતી.
યુવકે ઝઘડો કરવાની ના પાડતા પત્ની ગાળો બોલવા લાગી હતી અને ટીવીનું રીમોટ લઈ પતિને માથાના ભાગે મારી દીધું હતું. બાદમાં રિમોટ મૂકવાનું ફાઇબરનું સ્ટેન્ડ ફરી માથામાં મારી દેતા યુવકને માથામાં ઇજાઓ પહોંચી અને ચક્કર આવી ગયા હતા.
પત્નીથી ગભરાઈ ગયેલા પતિએ પોલીસને ફોન કરતા પોલીસ આવે તે પહેલા પત્નીએ તને જાનથી મારી નાખીશ તેમ કહી ઘરમાંથી ચપ્પુ લઈ આવી પતિને મારવા માટે દોડી હતી. યુવક તેના ઘરની બહાર નીકળી સોસાયટીના પાર્કિંગમાં આવીને બેસી ગયો હતો.
" isDesktop="true" id="1227712" >
બાદમાં યુવકને ઇજાઓ થઈ હોવાથી 108 ને ફોન કરતાં 108 તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જ્યાં પોલીસે યુવકની તેની પત્ની સામે ફરિયાદ લઈ ગુનો નોધી તપાસ શરૂ કરી છે.