જીયોએ કેમ પરત ખેંચી સમર સરપ્રાઇઝ ઓફર? જાણો, કારણ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
જીયોએ કેમ પરત ખેંચી સમર સરપ્રાઇઝ ઓફર? જાણો, કારણ
રિલાયન્સ જીયોએ અચાનક સમર સરપ્રાઇઝ ઓફર કેમ પરત ખેંચી એ સવાલ જીયોના તમામ ગ્રાહકોના મનમાં ઉઠી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, જીયોએ આ પગલું ટ્રાઇના અનુરોધને લીધે ઉઠાવ્યું છે. ટ્રાઇના સચિવ સુધીર ગુપ્તા જણાવી રહ્યા છે કે છેવટે કેમ આ ઓફર પરત ખેંચવી પડી, સીએનબીસી ટીવી 18 સાથે ખાસ મુલાકાતમાં સુધીર ગુપ્તાએ શું કહ્યું? આવો જાણીએ
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #રિલાયન્સ જીયોએ અચાનક સમર સરપ્રાઇઝ ઓફર કેમ પરત ખેંચી એ સવાલ જીયોના તમામ ગ્રાહકોના મનમાં ઉઠી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, જીયોએ આ પગલું ટ્રાઇના અનુરોધને લીધે ઉઠાવ્યું છે. ટ્રાઇના સચિવ સુધીર ગુપ્તા જણાવી રહ્યા છે કે છેવટે કેમ આ ઓફર પરત ખેંચવી પડી, સીએનબીસી ટીવી 18 સાથે ખાસ મુલાકાતમાં સુધીર ગુપ્તાએ શું કહ્યું? આવો જાણીએ સુધીર ગુપ્તાએ કહ્યું કે, જીયોના તમામ ગ્રાહકો, કે જેમણે 303 રૂપિયામાં કે એનાથી વધુનો પ્લાન રિચાર્જ કરાવ્યો છે. એમને 1લી જુલાઇ સુધી સમર સરપ્રાઇઝ ઓફરના તમામ લાભ મળતા રહેશે. જીયો દ્વારા આ ઓફરને પરત ખેંચ્યાના એક દિવસ બાદ ટ્રાઇ તરફથી આનું કારણ બતાવાયું છે. ટ્રાઇના સચિવે જણાવ્યું કે, જીયોની આ ઓફર ટ્રાઇના નિયમો મુજબ ન હતી. જીયોએ સમર સરપ્રાઇઝ ઓફરની જાહેરાત 31 માર્ચે કરી હતી. જે અંતર્ગત કંપનીએ એવા ગ્રાહકોને વધુ ત્રણ મહિના ફ્રી ડેટા અને કોલિંગની સુવિધા આપવાની જાહેરાત કરી હતી કે જેમણે 303 કે એનાથી વધુનું રિચાર્જ કરાવ્યું હોય. સુધીર ગુપ્તાના અનુસારા ટ્રાઇની આ જાહેરાતના એક દિવસ બાદ સમગ્ર પ્લાન અંગે જાણકારી માંગવામાં આવી હતી. એ બાદ 5 એપ્રિલે જીયોના અધિકારીઓ સાથે બેઠક બોલાવાઇ હતી. જેમાં ટ્રાઇના અધિકારીઓ દ્વારા જીયોના અધિકારીઓને પુછવામાં આવ્યું હતું કે શું આ ઓફર પણ પ્રમોશનલ ઓફર છે. તો જીયોના અધિકારીએ કહ્યું હતું કે, આ પ્રમોશનલ ઓફર નથી પણ ગ્રાહકો માટે એક ખાસ વિશેષ ઓફર છે. પરંતુ ટ્રાઇના અધિકારીઓ આ તર્ક સાથે સહમત ન હતા અને છેવટે આ ઓફર પરત ખેંચવા માટે કહેવાયું અને ઓફર પરત ખેંચાઇ છે.
First published: April 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर