Home /News /ahmedabad /Gujarat Darubandi: ગુજરાતમાં દારૂબંધી હોવા છતા દારૂ પીવાનું પરમિટ મળી જાય છે, જાણો શું છે નિયમ?

Gujarat Darubandi: ગુજરાતમાં દારૂબંધી હોવા છતા દારૂ પીવાનું પરમિટ મળી જાય છે, જાણો શું છે નિયમ?

વિપક્ષ આક્રમક બનીને સવાલ ઉઠાવી રહ્યો છે કે જ્યારે ગુજરાતમાં દારૂબંધી છે તો પછી આટલી મોટી સંખ્યામાં લોકો દારૂ પીવાથી કેવી રીતે મૃત્યુ પામ્યા?

રાજ્યમાં દારૂ માટે હેલ્થ પરમિટ મેળવવા માટે કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે મુજબ જેને હેલ્થ પરમિટ જોઈએ છે, તેમની ઉંમર ઓછામાં ઓછી 40 વર્ષ હોવી જોઈએ અને તેમની માસિક આવક ઓછામાં ઓછી 25 હજાર હોવી જોઈએ.

ગુજરાતના બોટાદ (Botad Incident) જિલ્લા અને અમદાવાદ જિલ્લાની આસપાસના વિસ્તારોમાં ઝેરી અને કેમિકલયુક્ત દારૂ (Botad Chemical Liquor) પીવાથી અત્યાર સુધીમાં કુલ 37 લોકોના મોત થયા છે. ત્યાં જ આસપાસના ગામ લોકોમાં ચિંતા છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. ગઇકાલે જ્યાં મોતનો આંકડો 4 હતો તે છેલ્લા 24 કલાકમાં વધી 37 પર પહોંચી ગયો છે. ત્યાં જ કેમિકલયુક્ત દારૂ (Botad Chemical Liquor) પીનારા ઘણા લોકોની હાલત હજુ પણ ગંભીર બતાવાઇ રહી છે. આ ઘટના બાદ ગુજરાતમાં દારૂબંધી (Gujarat Darubandi)ને લઈને સવાલો ઉઠ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ઝેરી દારૂની દુર્ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને કહ્યું હતું કે આ ડ્રાય સ્ટેટમાં દારૂનું વેચાણ કરનારાઓને રાજકીય સમર્થન મળી રહ્યું છે. તેમણે નકલી દારૂના વેચાણના પૈસા ક્યાં જાય છે તેની પણ તપાસની માંગણી કરી હતી.

બોટાદના બરવાળા અને રોજિંદ ગામે થયેલા આ મોતની તપાસ એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS) સહિતની અનેક એજન્સીઓ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા બનેલી આ ઘટનાને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો થઇ રહ્યા છે. વિપક્ષ આક્રમક બનીને સવાલ ઉઠાવી રહ્યો છે કે જ્યારે ગુજરાતમાં દારૂબંધી છે તો પછી આટલી મોટી સંખ્યામાં લોકો દારૂ પીવાથી કેવી રીતે મૃત્યુ પામ્યા? સાથે જ સરકારની દારૂબંધી નીતિઓ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

હેલ્થ પરમિટના નામે દારૂ પીવાય છે

જો કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ પરમીટના સહારે અનેક લોકો દારૂ પી રહ્યા છે. તમે વિચારશો કે જ્યારે દારૂ પર પ્રતિબંધ છે ત્યારે સરકાર પરમીટ ક્યાંથી આપી રહી છે? આ પરમિટ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવે છે. સ્વાસ્થ્યનો ઉલ્લેખ કરતાં તમે દેશી બનાવટનો વિદેશી દારૂ (દેશમાં બનેલો વિદેશી દારૂ) પી શકો છો. આ પરમિટ તેમના માટે દારૂ પીવાનું કાયદેસર બનાવે છે. આંકડાઓ પર નજર કરીએ તો હેલ્થ પરમિટના નામે અમદાવાદમાં જ સૌથી વધુ દારૂ પીવામાં આવી રહ્યો છે. અત્યારે 13034 લોકો હેલ્થ પરમિટના આધારે દારૂ પીવે છે. ત્યાં જ સુરતમાં 8054 હેલ્થ પરમિટ લોકો છે. આ બધા ઉપરાંત મહાત્મા ગાંધીનું જન્મસ્થળ એવા પોરબંદરમાં પણ 1989 લોકો હેલ્થ પરમિટ ધરાવે છે. સૌથી ઓછી હેલ્થ પરમિટ ધરાવતો જિલ્લો ડાંગ છે, જ્યાં માત્ર એક જ વ્યક્તિ પાસે આવી હેલ્થ પરમિટ છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો એકંદરે આરોગ્ય પરમિટ ધરાવતા 70 ટકા લોકો રાજ્યના ચાર મુખ્ય જિલ્લાઓ એટલે કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જિલ્લામાં છે.

આ પણ વાંચો- બોટાદ કેમિકલ કાંડમાં મોતનો આંકડો 36 પર પહોંચ્યો

આરોગ્ય પરવાનગી માટે આ નિયમો

તમને જણાવી દઈએ કે રાજ્યમાં દારૂ માટે હેલ્થ પરમિટ મેળવવા માટે કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે મુજબ જેને હેલ્થ પરમિટ જોઈએ છે, તેમની ઉંમર ઓછામાં ઓછી 40 વર્ષ હોવી જોઈએ અને તેમની માસિક આવક ઓછામાં ઓછી 25 હજાર હોવી જોઈએ. જે બાદ સિવિલ હોસ્પિટલમાંથી તપાસ કરાવ્યા બાદ જ પરમિટ મેળવવાની પ્રક્રિયા શરૂ થાય છે. સિવિલ હોસ્પિટલ આ હેલ્થ પરમિટની ભલામણ કરે તો પણ તેમને ઉંમર પ્રમાણે દારૂના યુનિટ લેવાની છૂટ આપવામાં આવે છે. જેમાં 40 થી 50 વર્ષની વયજૂથના દર્દીઓને મહિનામાં 3 યુનિટ દારૂ પીવાની છૂટ મળે છે અને 50 થી 65 વર્ષની વયના દર્દીઓને મહિનામાં ચાર યુનિટ દારૂ પીવાની છૂટ મળે છે. જોકે તેમાં એક શરત એવી પણ છે કે તેઓ પ્રમાણિત વિક્રેતાઓ પાસેથી જ દારૂ ખરીદી શકે છે.

આ પણ વાંચો- બોટાદમાં લોકોએ 40-40 રૂપિયામાં મોતની પોટલી ખરીદી

ગામડાના લોકો જાતે જ દારૂ બનાવે છે

ત્યાં દ ગુજરાતમાં તો ગ્રામ્ય વિસ્તારના લોકો ગામમાં જ દેશી દારૂ બનાવે છે. ગામમાં છુપાઈને ભઠ્ઠીઓ બનાવે છે અને તેમાં દારૂ બનાવે છે. દારૂનો નશો વધારવા માટે તેમાં કેમિકલ ભેળવીને પોતે પીધા પછી ગામના લોકોને વહેંચે છે. આ કામ ગુપ્ત રીતે કરવામાં આવે છે. રાજસ્થાન અને હરિયાણામાંથી અંગ્રેજી શરાબની દાણચોરી સૌથી વધુ થાય છે. સ્થાનિક પોલીસ દારૂની હેરાફેરી પર નજર રાખે છે છતા રાજ્યમાં દારૂને ગેરકાયદે ઘૂસાડવામાં આવે છે. ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં નિયમો અનુસાર પ્રવાસીઓ દારૂ પી શકે છે.
First published:

Tags: Botad, Gujarat police, Gujarati news, બોટાદ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો