Home /News /ahmedabad /Gujarat Assembly Elections: ગુજરાતના રાજકારણમાં OBC સમુદાયનું કેમ છે મહત્ત્વ? જાણો OBC અને અન્ય જ્ઞાતિઓનું ગણિત

Gujarat Assembly Elections: ગુજરાતના રાજકારણમાં OBC સમુદાયનું કેમ છે મહત્ત્વ? જાણો OBC અને અન્ય જ્ઞાતિઓનું ગણિત

વિધાનસભાની ચૂંટણી પહેલા ઓબીસી સમાજને રિઝવવા પ્રયત્નો ચાલી રહ્યા છે.

Gujarat Politics: ગુજરાતમાં જ્ઞાતિની વસ્તીની વાત કરીએ તો OBC 52 ટકા, ક્ષત્રિય અને અન્ય ઉચ્ચ વર્ગ -14 ટકા, પાટીદાર-16 ટકા, દલિત-7 ટકા, આદિવાસી-11 ટકા અને મુસ્લિમ-9 ટકા છે.

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ ગુજરાતમાં 52 ટકા જેટલી વસ્તી ધરાવતા ઓબીસી સમાજને રિઝવવા પ્રયત્નો ચાલી રહ્યા છે. ઓબીસીની 146 જ્ઞાતિઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 10 ટકાને સ્થાને 27 ટકા અથવા જ્ઞાતિની વસ્તી પ્રમાણે આપવા સમર્પિત આયોગમાં દરેક રાજકીય પક્ષો એ રજુવાત કરી છે ત્યારે શું છે ઓબીસી અને અન્ય જ્ઞાતિઓનું ગણિત.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજ્યમાં ઓબીસી જ્ઞાતિ પર સૌ કોઈ રાજકીય પક્ષોની નજર ગઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઓબીસી સમાજને 10 ટકાના સ્થાને 27 ટકા અનામત અથવા વસ્તી આધારિત અનામતની માગણી રાજ્યમાં બે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા સમર્પિત આયોગને રજુઆત કરવામાં આવી છે. સમર્પિત આયોગની રચના રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકાર દ્વારા  નિવૃત ન્યાયાધિશ કે. એસ. ઝવેરીની અધ્યક્ષતામાં રચાયું છે. જે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોના પ્રતિનિધિત્વ નિર્ધારિત કરવા અંગે સ્વતંત્ર પંચની રચનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો-અમદાવાદની 'સૂરત' બગાડનાર રાજકીય પક્ષોની હવે ખેર નથી! AMC વસૂલશે ખર્ચ

ગુજરાત હાઇકોર્ટના નિવૃત ન્યાયાધિશ કે. એસ. ઝવેરી આ સ્વતંત્ર પંચના અધ્યક્ષ રહી સમગ્ર મુદ્દે વિસ્તૃત અહેવાલ રજૂ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે હેતુસરના સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબની કાર્યવાહી માટે એક સ્વતંત્ર પંચની રચના કરવાનો નિર્ણય કર્યો હતો. આ સ્વતંત્ર પંચ સ્થાનિક સ્વરાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલાં આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને અસરોનો તેમજ તેની રાજનીતિક સ્થિતિ અનુસાર આંકડા એકત્ર કરીને અને તેનું વિશ્લેષણ કરીને સંપૂર્ણ અને કાળજીપૂર્વકનો અભ્યાસ કરવા માટે રચવામાં આવેલુ છે. આ સ્વતંત્ર પંચની ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મુજબ લોકલ બોડી વાઇઝ અનામત પ્રમાણને નક્કી કરવાનો સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપેલો છે.

જો ગુજરાતમાં જ્ઞાતિની વસ્તીની વાત કરીએ તો OBC 52 ટકા  ક્ષત્રિય અને અન્ય ઉચ્ચ વર્ગ -14 ટકાપાટીદાર-16 ટકા દલિત-7 ટકાઆદિવાસી-11 ટકામુસ્લિમ-9

આ પણ વાંચો- અંબાજી મેળામાં જવાના હોય તો જોઈ લો એસટી નિગમનો પ્લાન

વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીના કુલ 62 ઓબીસી ધારાસભ્યોએ જીત મેળવી હતી. જ્યારે 45 પાટીદાર (કડવા અને લેઉઆ) ધારાસભ્યોએ જીત મેળવી હતી. જો OBC ઉમેદવારોની વાત કરીએ તો વર્ષ 2012ની ચૂંટણીની સરખામણીમાં વર્ષે 2017 ની વિધાનસભામાં 3 ઘણા વધારે OBC ધારાસભ્યો છે. જ્યારે પાટીદાર ધારાસભ્યોની સંખ્યા સરખામણીમાં ઘટી હતી. ચૂંટાયેલા OBC ધારાસભ્યોમાંથી 16 ઠાકોર, 14 કોળી પટેલ અને 15 ક્ષત્રિય (રાજપુત) સમાજના છે. વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીએ 182 બેઠકોમાં 57 OBC ઉમેદવારોને ટિકિટ આપી હતી. પાટીદાર વોટ બેન્ક જાળવી રાખવા માટે ભાજપે 52 પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી. જો કે ભાજપે 2012માં પણ 52 પાટીદાર ઉમેદરાવોરને જ ટિકીટ આપી હતી. કોંગ્રેસની વાત કરીએ તો, કોંગ્રેસે 2012માં 57 OBC ઉમેદવારોને ટિકિટ આપી હતી, જ્યારે 2017માં 65ને ટિકિટ આપી છે.
Published by:rakesh parmar
First published:

Tags: 2022 Assembly elections, Assembly by-elections, Gujarati news, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन