Home /News /ahmedabad /અમદાવાદ : મુત્યુ પછી પોસ્ટ મોર્ટમ કેમ કરાવવું જોઈએ? જાણી લો કારણ
અમદાવાદ : મુત્યુ પછી પોસ્ટ મોર્ટમ કેમ કરાવવું જોઈએ? જાણી લો કારણ
પોસ્ટ માર્ટમ બી.જે. મેડિકલ કોલેજ અમદાવાદ
અકસ્માતે મોત થાય કે, કોઈ ક્રાઈમથી મોત બાદ પોલીસ મૃતદેહનું પીએમ કરાવવાનો આગ્રહ રાખે છે. તમને ખબર છે વર્ષે માત્ર સિવિલમાં કેટલા પીએમ થાય છે. શા માટે પીએમ કરાવવું જરૂરી છે.
અમદાવાદ : બી જે મેડિકલ કોલેજ (B J medical college). આ કોલેજ દ્વારા અલગ અલગ વિષય પર રિસર્ચ કરવામાં આવે છે. તેમજ સૌથી વધુ પોસ્ટ મોર્ટમ (post mortems) બી જે મેડીકલમાં કરવામાં આવે છે. રોજના સરેરાશ 12 થી 15 પોસ્ટ મોર્ટમ કરવામાં આવે છે. પોસ્ટ મોર્ટમ કરવા માટે 30 લોકોની ટીમ કામ કરે છે. પોસ્ટ મોર્ટમ બાદ ક્યાં કારણોસર મૃત્યુ થયું તેનું કારણ જાણવા મળે છે. દર વર્ષે 3500થી 4000 પોસ્ટ મોર્ટમ કરવામાં કરવામાં આવે છે. અકસ્માત (Accident), આત્મહત્યા (Suicide), બીમારીથી થયેલા મોતમાં પોસ્ટ મોર્ટમ થાય છે.
ફોરેન્સિક એક્સપર્ટ હરીશ ખૂબચંદાણી જણાવ્યું છે, શરીરનું પરિક્ષણ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. કેટલાક નમૂના લેવામાં આવે છે. ડીએનએ અથવા તો કઈ બીમારીના કારણે મૃત્યુ થયું છે તેનું ચોકસ કારણ શોધવા માટે નમૂના હિસ્ટોપેથોલોજીને મોકલતા હોય છે. ત્યારબાદ ફાઇનલ રિપોર્ટ તૈયાર કરતા હોય છે.
ફોરેન્સિક એક્સપર્ટ દિપક વોરાએ જણાવ્યું છે કે, મૃત્યુ પછી પોસ્ટ માર્ટમ કરવું જરૂરી છે. તેનાથી પોસ્ટ મોર્ટમ કર્યા બાદ મુત્યુનું કારણ જાણી શકાય છે. તેમજ ઈન્સ્યુરન્સ માટે રિપોર્ટ મહ્ત્વનો બની રહે છે અને સાથે કોઈ બીમારી હોય અને તેનાથી મૃત્યુ થયું હોય તે જાણી શકાય છે. પરંતુ પોસ્ટ મોર્ટમ માટે લોકો જાગૃત થાય તે પણ જરૂરી છે. ઘણી વખત એવું બને છે કે, મૃત્યુ થયા બાદ પોસ્ટ મોર્ટમ કરવવાની સ્વજનો ના પાડતા હોય છે. પરંતુ અમુક ઘટનામાં પોસ્ટમોર્ટમ કરાવવું જરૂરી હોય છે.
બી.જે. મેડિકલ કોલેજ અમદાવાદ
ક્યા વર્ષમાં કેટલા પી.એમ.થયા અને ક્યા પ્રકારે થયેલા મોતના આંકડાઓ પર એક નજર
કોરોનામાં પણ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યા હતા.તેમજ કોરોના થી મૃત્યુ થયું તેવા લોકોના પોસ્ટ મોર્ટમ કરીને તેના પર અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો.પોસ્ટ મોર્ટમના કારણે એક તારણ પર આવી શકાય.અને મેડિકલ ફિલ્ડમાં રિસર્ચ મહત્વનો બની રહે છે.જેથી બીજા દર્દીઓ કઈ રીતે બચાવી શકાય તે જાણી શકાય છે