અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રમતગમત ક્ષેત્રે ખેલાડીઓનું આગવું કૌશલ્ય ઉભુ થાય તે માટે રમતોત્સવનું આયોજન કરાયું છે. પરંતુ આ રમતોત્સવમાં ખેલાડીઓના નામે કટકી મહોત્સવ બની ગયો હોય તેમ લાગે છે. દિવ્યાંગ નગર રમતોત્સવના આયોજન પાછળ 15 લાખની રકમ ખર્ચ કરાશે. જેમા ભાગ લેનાર દિવ્યાંગો માટે રૂપિયા 180 લેખે અલ્પાહાર વ્યવસ્થા કરી છે. તેમજ અધિકારીઓ અને કાઉન્સિલરોના રમતોત્સવમાં નેતાઓના ભોજન માટે રૂપિયા 500ની ડિશ રખાઇ છે. દિવ્યાંગો કરતા અધિકારીઓ મોંઘીદાટ ડિશ પિરસવામાં આવશે .
એએસમી રિક્રેએશન કમિટી મંજૂર કરેલ દરખાસ્ત આખરે સ્ટેન્ડિંગ કમિટીએ પણ મંજૂરીની મ્હોર મારી છે. બન્ને દરખાસ્ત તફાવત આંખે ઉડી દેખાઇ રહ્યો છે. દિવ્યાંગ નગર રમતોત્સવમાં દિવ્યાંગ ખેલાડીઓને પ્રથમને રૂપિયા 405, દ્રિતયને રૂપિયા 375 અને તૃતિયને રૂપિયા 345 કિંમતના ઇનામો અપાશે. અને પ્રોત્સાહિત કરવા માટે પ્રતિ ખેલાડી રૂપિયા 130ની કિંમતના ઇનામો પણ અપાશે. તો બીજી તરફ ઉચ્ચ અધિકારી અને કાઉન્સિલરો રમતોત્સવમાં ભાગ લેશે. તો તેમના માટે મોંઘાદાટ ઇનામો અપાશે. અધિકારીઓ અને કાઉન્સિલરો મૈત્રિ મેચ બાદ અધિકારીઓ અને ચૂટાયેલ કાઉન્સિલરો રૂપિયા 500ની ડિશ સાથે ભોજન આરોગશે. અને માત્ર એક જ દિવસમાં રૂપિયા 3 લાખનું ભોજન ઝાપટી જશે. તો વળી માર્કેટમાં મળતી 50 રૂપિયાની કેપ (ટોપી) રૂપિયા 100ની કેપ પહેરી રોફ જમાવશે.
વાર્ષિક રમતોત્સવનું આયોજન પાછળ રૂપિયા 13 લાખની માતબર રકમ ખર્ચ કરાશે. એક તરફ ટેક્ષ બિલમાં તોતિગો વધારો ઝિંકાયો છે. બીજી તરફ એએસમી અધિકારીઓ અને કાઉન્સિલરો પોતાના મોજ શોખ પાછળ લાખો રૂપિયાનું આંધણ કરશે. મેયર અને કમિશનર ટીમના ખેલાડીઓ માટે પણ ઇનામ રકમ રૂપિયા 2 હજાર રખાશે. તો વળી સામાન્ય કર્મચારી રમત રમશે અને જીતશે તો માત્ર રૂપિયા 450થી 525 રૂપિયા ઇનામ અપાશે. અહીં કર્મચારી અને ઉચ્ચ અધિકારના ઇનમામા પણ તફાવત જોવા મળી રહ્યો છે.
માર્કેટમાં મળતી રૂપિયા 50ની કેપ એએસમી હવે 100 રૂપિયા લેખે 300 નંગ ખરીદી કરશે. અને રૂપિયા 30 હજારના બજેટની જોગવાઇ કરાઇ છે. કમિશનર અને મેયર ટીમ રમત રમશે. ત્યારે રમત ગમતના સાધનો ખરીદી પાછળ 75 હજાર ખર્ચ કરાશે.તે વળી દિવ્યાગ રમતોત્સવ પાછળ રમત ગમત સાધન માટે માત્ર રૂપિયા 30 હજારનો ખર્ચે કરાશે.