Home /News /ahmedabad /Side Effects Of Alcohol: દારૂ કેમ માણસ પર હાવી થઇ જાય છે? હકીકત જાણી તમે પણ માથું ખંજવાળશો
Side Effects Of Alcohol: દારૂ કેમ માણસ પર હાવી થઇ જાય છે? હકીકત જાણી તમે પણ માથું ખંજવાળશો
નશો એવી વસ્તુ છે કે માણસને તેના કંટ્રોલમાં કરી લે છે.
નશો કરવાથી લોકો માને છે કે ટેંશન મુક્ત થાય છે બધું ભૂલી જાય છે પરંતુ નશો કરવાના કારણે બ્રેઇન પર અસર થાય છે. વિવેક બુદ્ધી ખોય બેસે છે. શુ બોલવું તેનું ભાન રહેતું નથી.
બોટાદ ઝેરી કેમિકલકાંડ (Botad chemical scandal) બાદ નશાની લતમાં ઘણી જિંદગીઓ હોમાય ગઈ છે. હજુ પણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital)માં લાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ સિવિલમાં 41 દર્દીઓ કેમીકલ કાંડમાં સારવાર લઈ રહ્યા છે. 3 ની હાલત ખરાબ છે અને જેઓ વેન્ટિલેટર હેઠળ છે. અને 17 લોકોનું ડાયાલિસિસ પૂર્ણ થયુ છે. સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડોકટર રાકેશ જોષીએ જણાવ્યું છે કે, ઝેરી કેમિકલની અસર થયેલા દર્દીઓની તબિયત સુધારા પર છે. જોકે 3 દર્દીઓની હાલત ગંભીર છે.
સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક વિભાગ એક્શનમાં આવ્યું છે. અને ઝેરી કેમિકલના કારણે દાખલ દર્દીના પરિવારને નશાના લતથી દૂર રહેવા માટે સલાહ આપવામાં આવશે. મનોચિકિત્સક વિભાગના હેડ ડોકટર મીનાક્ષી પરીખએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, લોકો એવું માને છે કે નશો કરવાથી થાક, ટેન્સન દૂર થાય છે પરંતુ કોઈ પણ પ્રકારના નશો કરવાથી દૂર રહેવું જોઈએ.
નશાની લતે કેવી રીતે ચડે છે.
માનસિક તણાવ હોય, આર્થિક તકલીફ અને મિત્રો પણ નશો કરવા માટે ફોર્સ કરતા હોય છે. અને પછી ધીમે ધીમે નશો કરવાની લત લાગી જાય છે. દારૂનું સેવન પણ વધતું જાય છે. લત લાગ્યા બાદ છોડવું મુશ્કેલ બની જાય છે. અને નશો ન કરે એટલે શરીર તૂટે, માથામાં દુખાવો થાય છે. જેના કારણે લોકો દેશી દારૂ પણ પીવા લાગે છે. એક વખત નશાની લતે ચડી ગયા બાદ તે શું પી રહ્યો છે તેનું ભાન રહેતું નથી.
નશો કરવાથી લોકો માને છે કે ટેંશન મુક્ત થાય છે બધું ભૂલી જાય છે પરંતુ નશો કરવાના કારણે બ્રેઇન પર અસર થાય છે. વિવેક બુદ્ધી ખોય બેસે છે. શુ બોલવું તેનું ભાન રહેતું નથી.
નશાની આડ અસર
નશો એવી વસ્તુ છે કે માણસને તેના કંટ્રોલમાં કરી લે છે. મગજની બ્રેઇન પર અસર કરે છે. કિડની, ફેફસા, હૃદયને નુકસાન પહોંચાડે છે. નશાના કારણે યાદશક્તિ ઓછી થઈ જાય છે. ખેંચ આવી શકે છે અને ધીમે ધીમે શરીરના તમામ અંગો પર અસર થવા લાગે છે.
સિવિલ હોસ્પિટલમાં મનોચિકિત્સક વિભાગ દ્વારા પણ સારવાર લેવા આવતા દર્દીઓ અને તેમના પરિવારને જાગૃત કરવામાં આવે છે અને નશાથી દૂર રહેવા માટે સલાહ આપવામાં આવે છે. નશા મુક્તિ માટે પણ લોકોને જાગૃત કરવામાં આવે છે. નશા મુક્તિ માટે આવેલા લોકોને પણ દવા અને તેની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.