Home /News /ahmedabad /રાજ્યના મુખ્ય સચિવનો તાજ કોના શિરે? કોનું નામ રેસમાં આગળ ચાલી રહ્યું છે?
રાજ્યના મુખ્ય સચિવનો તાજ કોના શિરે? કોનું નામ રેસમાં આગળ ચાલી રહ્યું છે?
મુખ્ય સચિવ તરીકે મહત્વના નામોને લઇને ગાંધીનગરની રાજકીય ગલિયારોમાં ચર્ચા થઈ રહી છે.
Gujarat News: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ હવે સૌ કોઈની નજર રાજ્યની બ્યુરોકેસી પર. રાજ્યના મુખ્ય સચિવનો તાજ કોના શિરે? કોનું નામ રેસમાં આગળ ચાલી રહ્યું છે?
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ હવે સૌ કોઈની નજર રાજ્યની બ્યુરોકેસી પર મંડાયેલી છે. ગુજરાતી વિધાનસભાની ચૂંટણીના પગલે રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજકુમાર અને રાજ્યના પોલીસ વડા તરીકે આશિષ ભાટિયા એમ આ બંને અધિકારીઓને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, ત્યારે હવે 31 જાન્યુઆરીએ આ અધિકારીઓના એક્સટેન્શન પૂર્ણ થવા જઇ રહ્યા છે. આવામાં મુખ્ય સચિવ તરીકે મહત્વના નામોને લઇને ગાંધીનગરની રાજકીય ગલિયારોમાં ચર્ચા થઈ રહી છે.
કોનું નામ રેસમાં આગળ ચાલી રહ્યું છે?
ખાસ કરી જો વાત કરવામાં આવે તો વર્તમાન ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર જેઓ 1987 બેન્ચના IAS અધિકારી છે, તેમનું નામ મુખ્ય સચિવ તરીકે રેસમાં આગળ ચાલી રહ્યું છે. જ્યારે પંકજ કુમારને મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા હતા ત્યારે રાજકુમારને ભારત સરકારના ડેપ્યુટેશનમાંથી ફરી ગુજરાત સરકારમાં મોકલવામાં આવ્યા હતા, ત્યારે એવું લાગી રહેલું હતું કે પંકજકુમારને રાજ્ય સરકાર એક્સટેન્શન નહીં આપે અને તેમના સ્થાને રાજકુમારને મુખ્ય સચિવની જવાબદારી સોંપશે, પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા પંકજ કુમારને એક્સટેન્શન આપવા માટેની ભલામણ ભારત સરકારને કરવામાં આવી હતી અને તે જ પ્રમાણે પંકજ કુમારને એક્સટેન્શન મળી ગયું હતું.
હવે તેવું લાગી રહ્યું છે કે, 1987 બેચના IAS રાજકુમારને રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે પસંદ કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. તેવી જ રીતે આ રેસમાં બીજું નામ વર્ષ 1988 બેચના મહિલા IAS અધિકારી એસ. અપર્ણાનું પણ ચાલી રહ્યું છે. તેઓ હાલ ભારત સરકારમાં ડેપ્યુટેશન પર છે. જો મહિલા મુખ્ય સચિવ બનાવવાના થાય તો એસ. અપર્ણાના નામની પહેલી પસંદગી કરવામાં આવે તે પ્રકારની શક્યતાઓ વર્તાઈ રહી છે. આવી જ રીતે વર્ષ 1988 બેચના IAS અધિકારી મુકેશપુરીનું નામ પણ મુખ્ય સચિવ પદની રેસમાં આગળ ચાલી રહ્યું છે. મુકેશપુરી પણ રાજ્ય સરકારના ગુડ લિસ્ટમાં આવતા અધિકારી છે. સિનિયોરિટી પ્રમાણે જોવા જઈએ તો વિપુલ મિત્ર અને બીબીસ્વેન આ બંને અધિકારીઓ પણ મુખ્ય સચિવની રેસમાં જોવા મળી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે કયા અધિકારીના શિરે રાજ્યના મુખ્ય સચિવનો તાજ જાય છે.