Home /News /ahmedabad /Who is the new Chief Minister of Gujarat?: જુઓ વજુભાઈ વાળા, પુરષોત્તમ રૂપાલા, ભુપેન્દ્ર યાદવે શું કહ્યું?
Who is the new Chief Minister of Gujarat?: જુઓ વજુભાઈ વાળા, પુરષોત્તમ રૂપાલા, ભુપેન્દ્ર યાદવે શું કહ્યું?
વજુભાઈ વાળા, પુરૂષોત્તમ રૂપાલા અને ભુપેન્દ્ર યાદવ
કેટલાક દિગ્ગજ નેતાઓના નામ પ્રમુખ દાવેદારમાં માનવામાં આવી રહ્યા છે. ત્યારે રાજીનામા બાદ રાજ્યના અન્ય મોટા નેતાઓ વજુભાઈ વાળા, પરષોત્તમ રૂપાલા, અમને ભુપેન્દ્ર યાદવે આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે
અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીના (Vijay Rupani resign)મા બાદ હવે રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ (Who is the new Chief Minister of Gujarat?) તે મામલે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ગુજરાતના મુખ્યમંત્રીના પદ માટેની રેસમાં નીતિન પટેલ (Dy CM Nitin Patel), મનસુખ માંડવીયા (Mansukh Mandaviya), સી.આર. પાટીલ (C R Patil), પ્રફૂલ પટેલ જેવા દિગ્ગજ નેતાઓના નામ પ્રમુખ દાવેદારમાં માનવામાં આવી રહ્યા છે. ત્યારે રાજીનામા બાદ રાજ્યના અન્ય મોટા નેતાઓ વજુભાઈ વાળા, પરષોત્તમ રૂપાલા, અમને ભુપેન્દ્ર યાદવે આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. તો જોઈએ તેમણે શું કહ્યું?
આવતીકાલે નવા સીએમનું નામ ખબર પડી જશે : રૂપાલા
સૌપ્રથમ પુરષોત્તમ રૂપાલાની વાત કરીએ તો, તેમણે રાજ્યના નવા મુખ્યમંત્રીને લઈ મોટું નિવેદન આપ્યું છે. રૂપાલાએ રૂપાણીના રાજીનામા બાદ કહ્યું કે, નવા મુખ્યમંત્રી અંગે આવતીકાલ સાંજ સુધીમાં ખબર પડી જશે. તે સિવાય તેમણે કશું કહેવાનું ટાળ્યું હતું. જોકે, આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રીના નામની જાહેરાત થવાની વાત કરી છે.
ગઈકાલે સાંજે જ રૂપાણીને રાજીનામું આપવાનું કહી દેવાયું હતું
News18 gujaratiને મળેલી Exclusive માહિતી અનુસાર, ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ગુજરાત આવ્યા છે. તેમણે ગઈકાલે સાંજે જ સીએમ વિજય રૂપાણીને રાજીનામું આપવા કહ્યું હતું, જોકે સીએમ રૂપાણીએ તેમને થોડો સમય આપવા માટે કહ્યું હતું. આ સિવાય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મહામંત્રીઓ સાથે કરી બેઠક કરી હતી. બી એલ સંતોષ રૂટિન સંગઠનાત્મક મિટીંગ માટે ગુજરાત આવ્યા હતા, અને ગઈકાલ સાંજથી જ પાર્ટીમાં વિજય રૂપાણીના રાજીનામાની રૂપરેખા તૈયાર થઈ ગઈ હતી.
Gujarat Exclusive : Vijay Rupani ને ગઈ કાલે જ રાજીનામા વિશે કહેવામાં આવ્યું હતુ pic.twitter.com/iTNsCH09Dt
મીડિયામાં ચાલતા નામથી અલગ નામ પણ હોઈ શકે છે : વજુભાઈ વાળા
તો રૂપાણીના રાજીનામા બાદ વજુભાઈ વાળાએ કહ્યું છે કે, મીડિયામાં જે નામોની ચર્ચા ચાલે છે તેના કરતાં ચોંકાવનારું નામ આવશે. નવા મુખ્યમંત્રી કોણ તે અંગે કોઈએ વિચાર્યું નહીં હોય તેવું નામ આવશે.
ગુજરાતના પૂર્વ નાણા મંત્રી અને કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાનું નું સુચક નિવેદન
"લોકોની ચાહનાથી ભાજપ સત્તામાં આવે છે" pic.twitter.com/KtSt95eRRQ
તેમણે રાજીનામું આપતા કહ્યુ છે કે તેઓ પાર્ટી સોંપે તે કામ કરતા રહેશે. આ સાથે જ તેમણે ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી (BJP)નો આભાર માન્યો હતો. રાજ્યપાલને મળીને બહાર આવેલા વિજય રૂપાણીને જ્યારે પ્રશ્ન પૂછાયો કે તેમણે રાજીનામું અપ્યું છે કે લઈ લેવાયું છે? ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "મેં રાજીખુશીથી રાજીનામું આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે તે પોતાના કાર્યકર્તાને નવી નવી જવાબદારી સોંપે છે. હવે મારી જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવશે. હું પક્ષ કહેશે તે કામ કરતો રહીશ."
ભુપેનેદ્ર યાદવનું નિવેદન
પાર્ટીની પ્રક્રીયા પ્રમાણે નક્કી થશે નવા સીએમ: ગુજરાત ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવનુ નિવેદન pic.twitter.com/UcqmMpXDF9
ઉલ્લેખનીય છે કે, આજે 11 સપ્ટેમ્બર, 2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું (Vijay Rupani resign) આપી દીધું છે. રાજ્યપાલ (Governor of Gujarat)ને મળીને તેમણે પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Dy CM Nitin Patel)અને મંત્રીગણના તમામ સભ્યો હાજર હતા.