Home /News /ahmedabad /વોલ્વોની ઇલેક્ટ્રિક XC40 કારની ભારતમાં પ્રથમ ડિલિવરી, જાણો કોણ છે તેના માલિક અજય મોકરિયા

વોલ્વોની ઇલેક્ટ્રિક XC40 કારની ભારતમાં પ્રથમ ડિલિવરી, જાણો કોણ છે તેના માલિક અજય મોકરિયા

ભારતની આ પ્રથમ કારના માલિક અજય મોકરિયા કોણ છે?

વોલ્વોની XC40 ઈલેક્ટ્રિક કાર ભારતમાં પ્રથમવાર અમદાવાદમાં ડિલિવરી કરવામાં આવી છે. કંપનીના MDએ પોતે આ કાર ભારતના પ્રથમ ગ્રાહક અજય મોકરિયાને પહોંચાડી છે, તેની તસવીર પણ ખૂબ વાયરલ થઈ છે. ચાલો જાણીએ કે, કોણ છે આ જાણીતી કુરિયર કંપનીના MD અજય મોકરિયા.

વધુ જુઓ ...
કેતન જોશી, અમદાવાદ: સમગ્ર ભારતમાં વોલ્વોની XC40 ઈલેક્ટ્રિક કારની પ્રથમ ડિલિવરી લેનાર અમદાવાદના અજય મોકરિયા મૂળ પોરબંદરના મોકર ગામના છે. દેશની જાણીતી કુરિયર કંપની શ્રી મારુતિ કુરિયરના MDની પોસ્ટ પર બેઠા છે. કુરિયર કંપની છેલ્લા 37 વર્ષથી કાર્યરત છે. અમદાવાદના ઔદ્યોગિક ગૃહમાં તેમનું નામ આદરથી લેવામાં આવે છે. નાની ઉંમરે તેઓ મારુતિ કુરિયરના MDની જવાબદારી સંભાળી રહ્યા છે.

જણાવી દઈએ કે, અજયના પિતા રામભાઈ મોકરિયાએ કુરિયરનો વ્યવસાય શરૂ કર્યો હતો. અજય મોકરિયા અને તેમના ભાઈ મૌલિક મોકરિયાએ તેને સમગ્ર દેશના દરેક જિલ્લામાં ફેલાવવાનું કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, રામભાઈ મોકરિયા રાજ્યસભામાં સાંસદ છે. કંપનીની તમામ જવાબદારી અજય અને મૌલિક સંભાળી રહ્યા છે. અજય મોકરીયાના નેતૃત્વમાં લોજીસ્ટીક કંપની પણ ચાલી રહી છે. મારુતિ સુઝુકીની કારનું લોજિસ્ટિક કામ અજય મોકરિયાની કંપની કરી રહી છે.

આ પણ વાંચો: Investment: આ મ્યુચ્યુઅલ ફંડમાં જેમણે નાણાં રોક્યા થઇ ગયા માલામાલ, તમારે હવે રોકાય કે નહીં?

હાલમાં શ્રી મારુતિ કુરિયર ઈ-કોમર્સ ડિલિવરી સર્વિસ બિઝનેસમાં સાહસ કરી રહ્યું છે. ખાસ બાબત એ છે કે ગ્રીન કોન્સેપ્ટને વધુ અસરકારક બનાવવા માટે કંપનીએ અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. કંપનીના સીઈઓ મૌલિક મોકરિયા જણાવે છે કે "અમે શહેરોમાં કુરિયર લેવા અને પહોંચાડવા માટે ઈ બાઈક અને ઈ રીક્ષાનો પ્રયોગ કરીએ છીએ. અમારા સ્ટોર પાર્ટનરને નોટની એફએમસીજી વસ્તુઓ કે શાકભાજી ગ્રાહકોને પહોંચાડવાના હોઈ તો અમે તેને ઇલેક્ટ્રિક વાહન આપીએ છીએ. અમારી પાસે 200 થી વધુ ઇલેક્ટ્રિક સ્કૂટર અને રીક્ષા છે. આટલું જ નહિ પરંતુ ગ્રાહકોને અમે કુરિયરની રિસીપ તેમના વોટ્સઅપ ઉપર પીડીએફમાં મોકલીએ છીએ. આ રીતે કાગળનો ઉપયોગ ટાળીને વર્ષે 15 વૃક્ષો પરોક્ષ રૂપે બચાવીએ છીએ"
First published:

Tags: Ahmedabad news, Electric car, Volvo