Home /News /ahmedabad /અમદાવાદમાં હાથ-પગ અને માથા વિનાની લાશ કોણ ફેંકી ગયું, સીસીટીવી ફુટેજ આવ્યા સામે

અમદાવાદમાં હાથ-પગ અને માથા વિનાની લાશ કોણ ફેંકી ગયું, સીસીટીવી ફુટેજ આવ્યા સામે

આ મામલે ક્રાઈમ બ્રાન્ચે કેટલાક લોકોની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

મર્ડરની આ ઘટનામાં હત્યારાએ હદે ક્રૂર બન્યા કે એક યુવકના તમામ શરીરના અંગોના ટુકડેટુકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. બે દિવસ પહેલાં વાસણા વિસ્તારમાં કચરાના ઢગલામાંથી યુવકનું માત્ર ધડ જ મળી આવતા હડકંપ મચી ગયો હતો.

અમદાવાદ શહેર (Ahmedabad)માં એક યુવકના માનવ અવશેષ (human remains) મળવાના મામલે પોલીસે આંબાવાડી (Ambavadi)ના મકાનના સીસીટીવી (CCTV) કબ્જે કર્યા છે. આ સીસીટીવી ફુટેજમાં દેખાતા વૃદ્ધ હાલમાં ફરાર થયા છે. ત્યાં જ આ વૃદ્ધનો પુત્ર પણ ભેદી રીતે ગુમ હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રાથમિક ધોરણે એવું અનુમાન છે કે, પિતાએ જ પોતે પોતાના પુત્રની હત્યા (Murder) કરી હોવાની આશંકા છે. સીસીટીવી ફુટેજમાં દેખાતા વૃદ્ધ રિટાયર્ડ અધિકારી છે અને આરોપીના ઘરમાંથી પોલીસને લોહીના ડાઘ મળ્યા છે. જેથી હત્યાની શંકા વધુ પ્રબળ બની રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસ પહેલાં વાસણામાં કચરાના ઢગલામાંથી એક યુવકનું ધડ મળ્યું હતું. હજુ આ તપાસ ચાલી રહી હતી ત્યાં બીજા દિવસે શુક્રવારે એક પોલિથીનની બેગમાંથી યુવકના કપાયેલી હાલતમાં બે પગ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે સીસીટીવી તપાસ કરતા એક એક્ટિવાચાલક દેખાયો હતો જે આ બેગ ફેંકતો નજરે ચડયો હતો. પોલીસે એક્ટિવાના નંબરના આધારે સરનામું રાયપુરની સાંકડી શેરી પાસેનું જાણવા મળ્યું હતું.



પોલીસ એક્ટિવાના માલિકના ત્યાં પહોંચી તો તેમણે જણાવ્યું કે, મેં તો એક્ટિવા વેચી દીધું છે, તેઓ આંબાવાડી ખાતે રહે છે. આથી પોલીસ જે વ્યક્તિને એક્ટિવા વેચ્યું હતું તેના ઘરે પહોંચી, જોકે ઘરની બહાર તાળું હોવાથી પોલીસે તાળું તોડી અંદર પ્રવેશ કર્યો. ત્યારે ઘરમાંથી લોહીના ડાઘા તેમજ હથિયારો પણ જોવા મળ્યાં હતા. આસપાસમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, આંબાવાડી સ્થિત આ મકાનમાં એક 25 વર્ષનો પુત્ર તેના પિતા સાથે રહેતો હતો. પુત્ર છેલ્લા ઘણા દિવસથી જોવા મળ્યો નથી. ત્યાં જ હાલમાં પિતા ફરાર હોવાનું સામે આવ્યું છે અને પોલીસે પણ આરોપીને પકડી પાડવા માટે ચાર ટીમો બનાવી તેની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો- પાવાગઢ જતા માઇ ભક્તોને GST સ્લેબમાં થયેલા ફેરફારથી થશે મોટો ફાયદો

આ મામલે ક્રાઈમ બ્રાન્ચે કેટલાક લોકોની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. હાલમાં પિતાએ પુત્રની હત્યા કરી હોવાની થિયરી પર પોલીસ તપાસ કરી રહી છે. મુખ્ય આરોપીને શોધવા ચાર ટીમ ગુજરાતમાં ફરી રહી છે.

આ પણ વાંચો- પ્રેમીએ ગળેફાંસો ખાતા પરિણીત પ્રેમિકાએ પાંચમા માળેથી કૂદી જીવ આપ્યો

મર્ડરની આ ઘટનામાં હત્યારાએ હદે ક્રૂર બન્યા કે એક યુવકના તમામ શરીરના અંગોના ટુકડેટુકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. બે દિવસ પહેલાં વાસણા વિસ્તારમાં કચરાના ઢગલામાંથી યુવકનું માત્ર ધડ જ મળી આવતા હડકંપ મચી ગયો હતો. ત્યાં જ આટલી ભયાનક રીતે હત્યા થયેલી લાશ મળી આવતા પોલીસનું માનવું છે કે, આરોપી ઘણો વિકૃત માનસિકતા ધરાવતો હોઇ શકે છે.
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad crime branch, Ahmedabad Crime latest news, Gujarati news