Home /News /ahmedabad /Navratri 2022: જાણો નવરાત્રીના નવ દિવસ GMDC ગ્રાઉન્ડમાં કયા કયા કલાકારો ધૂમ મચાવશે

Navratri 2022: જાણો નવરાત્રીના નવ દિવસ GMDC ગ્રાઉન્ડમાં કયા કયા કલાકારો ધૂમ મચાવશે

ગ્રાઉન્ડ પર ખેલૈયાઓને થીમ પેવેલિયન, ક્રાફ્ટ બજાર આનંદ નગરી બાળનગરી ફુડ સ્ટોલ ગ્રાઉન્ડ પર જોવા મળશે.

Ahmedabad GMDC Ground Navratri: ગુજરાતના 300 કલાકારો સોમવારે દિવસે એટલે કે પહેલા નોરતે સ્ટેજ ઉપર આદ્યશક્તિ આરાધારી થીમ ઉપર સ્ટેજ પરફોર્મન્સ આપશે. આ સમય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, રાજ્ય કક્ષાના પ્રવાસન મંત્રી અરવિંદ રૈયાની, રમતગમત મંત્રી હર્ષ સંઘવી સાંસદ કિરીટ સોલંકી અને હસમુખ પટેલ હાજર રહેશે.

વધુ જુઓ ...
અમદાવાદમાં નવલા નોરતાને લઈને પુર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે. બે વર્ષ બાદ નવરાત્રી યોજતા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આ વખતે કોઈ કચાસ નહિ છોડવામાં આવે. ગુજરાત ટુરીઝમ દ્વારા આ વર્ષે માં આદ્યશકિતની થીમ પર ગરબા કરવામાં આવશે.

નવલા નોરતાના નવે નવ દિવસ ખેલૈયાઓને પાસનાં ટેન્શન વગર ગરબા રમવા હોય તો તે એક માત્ર સ્થળ જીએમડીસી છે. અહી ન તો પાસનું ટેન્શન છે ન તો એન્ટ્રી ફી નું. જીએમડીસી પર રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવલા નોરતાં નવ દિવસે ખેલૈયાઓને ગરબા ઘૂમવા મળશે. આ માટે મેમનગર વિસ્તારમાં આવેલા જીએમડીસી ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ માટે ગ્રીન કાર્પેટ પાથરવામાં આવી છે.

ગ્રાઉન્ડ પર ખેલૈયાઓને થીમ પેવેલિયન, ક્રાફ્ટ બજાર આનંદ નગરી બાળનગરી ફુડ સ્ટોલ ગ્રાઉન્ડ પર જોવા મળશે આ સિવાય થીમ બેઝેડ ગેટ્સ બનાવવામાં આવ્યા છે. જેમાં નડાબેટ દાંડિયા ગેટ દિયા અને ગરબી થીમ જોવા મળશે. આ સિવાય અટલ બ્રીજ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ચબુતરા ગાર્ડન વર્લ્ડ હેરિટેજ સ્વામિનારાયણ મંદિર આર્ટ વોલ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની રેપ્લિકા પણ ગ્રાઉન્ડ પર મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો- અમેરિકાની એમેઝોન નદીમાં જોવા મળતી દુર્લભ માછલી વલસાડની ઔરંગા નદીમાંથી મળી આવી

ગુજરાતના 300 કલાકારો સોમવારે દિવસે એટલે કે પહેલા નોરતે સ્ટેજ ઉપર આદ્યશક્તિ આરાધારી થીમ ઉપર સ્ટેજ પરફોર્મન્સ આપશે. આ સમય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, રાજ્ય કક્ષાના પ્રવાસન મંત્રી અરવિંદ રૈયાની, રમતગમત મંત્રી હર્ષ સંઘવી સાંસદ કિરીટ સોલંકી અને હસમુખ પટેલ હાજર રહેશે. બીજા નોરતેથી ગ્રાઉન્ડ ખાતે ગાયક કલાકારો ખેલૈયાઓને ઝુમાવવા માટે સાંજે 7:00 વાગેથી ધૂમ મચાવશે.

પહેલા દિવસે આદ્યશકિત આરાધના થીમ પર ગરબાનું આયોજન.
બીજા દિવસે શ્યામલ સૌમિલ મુન્શી.
ત્રીજા દિવસે સમીર માના રાવલ.
ચોથા દિવસે દેવાંગ પટેલ અને દેવિકા રબારી.
પાંચમા દિવસે હિરલ બ્રહ્મભટ્ટ પાયલ વખારિયા.
છઠ્ઠા દિવસે અમિત ઠક્કર અને દીપ્તિ દેસાઈ  દર્શના ગાંધી ઠક્કર
સાતમના દિવસે બ્રિજરાજ ગઢવી અને મિતાલી નાગ.
આઠમ ના દિવસે જયકાર ભોજક અને પાયલ શાહ.
નોમ ના દિવસે પ્રિયંકા બાસુ હિમાલી વ્યાસ.

આ પણ વાંચો- ગુજરાતના જાણીતા 300 કલાકારો GMDC ગ્રાઉન્ડમાં ગરબા-રમઝટની જમાવટ કરશે

નવરાત્રિ મહોતસવ 2022 ની તૈયારીઓ જે રીતે લાગી રહી છે એ રીતે અમદાવાદમાં નવરાત્રીને લઈને ધૂમ મચશે. બીજી તરફ જીએમડીસી ખાતે ખેલૈયાઓ નિરાશ ન થાય એ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Ahmedabad news, Navratri 2022, Navratri Festival, અમદાવાદ, ગુજરાત