Home /News /ahmedabad /Bullet Train Project : બુલેટ ટ્રેન ક્યારથી દોડતી થશે? શું કહ્યુ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે

Bullet Train Project : બુલેટ ટ્રેન ક્યારથી દોડતી થશે? શું કહ્યુ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે

વિભુ પટેલ, અમદાવાદઃ મુંબઈ અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ (Mumbai Ahmedabad High Speed Rail Project) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) ડ્રિમ પ્રોજેકટ છે. મુંબઈથી અમદાવાદ 508 કિલોમીટરનો હાઇસ્પીડ રેલ કોરિડોર બનશે. અને બુલેટ ટ્રેન (Bullet train) માટેના ગુજરાતમાં (Gujarat) 8 સ્ટેશન બનશે. જો કે કોરિડોર તૈયાર કરવા માટે પીલ્લર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદ જિલ્લામાં 97 ટકા જમીન સંપાદનની (Land acquisition) કામગીરી પૂર્ણ થઈ છે.

bullet train project : રેલવેએ સ્ટાર્ટઅપ્સ સાથે જોડાણ કર્યું છે સ્ટાર્ટઅપ્સ કરનારને 1.5 કરોડ રૂપિયાનો સપોર્ટ રેલવે કરશે. પોસ્ટલ ડિપાર્ટમેન્ટ માં પણ સ્ટાર્ટઅપ્સ સાથે જોડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે

અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના ડ્રિમ પ્રોજેકટ બુલેટ ટ્રેનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav) એ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે બુલેટ ટ્રેન માટે 70 કિલોમીટર સુધીના પિલર્સ બની ચુક્યા છે. આગામી વર્ષ 2026માં બુલેટ સુરતથી બીલીમોરા સેક્શનમાં ચલાવવાનું આયોજન છે. ગાંધીનગરમાં આંતરપ્રિનીયોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા EDIIમાં સ્ટાર્ટપ્સ સાથે સંવાદ માટે આવેલા મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું છે.

કેન્દ્રીય રેલવે મંત્રી, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટીઓ અને ઇન્ક્યુબેશન સેન્ટર્સમાંથી આશાસ્પદ સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. અશ્વિની વૈષ્ણવે નવા ઉદ્યોગસાહસિકો માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવવામાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકે બહાર આવવા બદલ ગુજરાત રાજ્યને અભિનંદન આપ્યાં હતાં.

તેમણે જણાવ્યું કે સાત વર્ષ પહેલા મોદીજી એ ડિજિટલ ઇન્ડિયા ની શરૂઆત કરી હતી. હાલમાં આપણે ડીઝીટલ વીક ઉજવી રહ્યા છીએ જેનાથી બહુ મોટું પરિવર્તન આવ્યું છે. રેલવેએ સ્ટાર્ટઅપ્સ સાથે જોડાણ કર્યું છે સ્ટાર્ટઅપ્સ કરનારને 1.5 કરોડ રૂપિયાનો સપોર્ટ રેલવે કરશે. પોસ્ટલ ડિપાર્ટમેન્ટ માં પણ સ્ટાર્ટઅપ્સ સાથે જોડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. બુલેટ ટ્રેન બાબતે તેમણે જણાવ્યુ કે બુલેટ ટ્રેન માટે હાલ 70 કિલોમીટર પિલર્સ બની ચુક્યા છે. મહારાષ્ટ્ર માં પહેલાની સરકાર હતી તેના કારણે પ્રોબ્લેમ આવતા હતા હવે ત્યાં સરકાર બદલાઈ છે હવે કામ આગળ વધશે. બુલેટ ટ્રેન સુરતથી બીલીમોરા સેક્શનમાં ચલાવવાનું 2026માં આયોજન હોવાનુ પણ તેમણે જણાવ્યુ હતુ. અને તેનાથી આગળ નું સેક્શન 2027માં શરૂ થશે.
" isDesktop="true" id="1225588" >

આ પણ વાંચોAtum Vader : ભારતમાં લોન્ચ થઇ સસ્તી ઇલેક્ટ્રિક બાઈક : સિંગલ ચાર્જમાં દોડશે 100 કિમી, કિંમત પણ ઓછી

કાર્યક્રમમાં બોલતા એસ જે હૈદરે કહ્યું હતું કે, “જેનનેક્સટ એટલે કે આગામી પેઢી ઉદ્યોગસાહસિકતાને અપનાવે છે અને રોજગારસર્જકો બની રહી છે એ જોવું આનંદદાયક છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનો ઉદ્દેશ રાજ્યના સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનો છે અને નવા સ્ટાર્ટઅપ્સને મદદ કરીને રાજ્યમાં ઇન્ક્યુબેટર્સને સંસ્થાગત સ્વરૂપ આપીને દેશની અંદર રોજગારીનું સર્જન કરવાનો છે. અમને ખાતરી છે કે, અમે ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને નવી ઊંચાઈએ લઈ જઈ શકીએ.”
Published by:kiran mehta
First published:

Tags: Bullet train project, High speed Bullet train, Indian railways

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો