Home /News /ahmedabad /Ahmedabad Girl Shoplifting: માતા-પિતા ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા તો દીકરી ત્યાં જ બેઠી હતી!

Ahmedabad Girl Shoplifting: માતા-પિતા ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા તો દીકરી ત્યાં જ બેઠી હતી!

પશ્ચિમ અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો.

Ahmedabad Girl Shoplifting: અમદાવાદના પશ્ચિમ વિસ્તારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સરકારી અધિકારી અને ઉચ્ચ હોદ્દા ધરાવતા માતા-પિતાની દીકરીએ કંઈક એવું કર્યુ છે કે તેમને પોલીસ સ્ટેશનના દાદરા ચડવા પડ્યાં હતા. આવો જાણીએ સમગ્ર ઘટના.

વધુ જુઓ ...
  અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 17 વર્ષીય વંદના (નામ બદલ્યું છે) નામની છોકરીના માતા-પિતા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચે છે. ત્યારે વંદના તે જ પોલીસ સ્ટેશનમાં બેઠી હતી. તેને જોઈને માતા-પિતા હપભ્રત થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, એક દુકાનદારે ચોરી કરતા પકડી હતી.

  માતા-પિતા દરેક જીદ્દ પૂરી કરતા હતા


  અભયમ 181ના જણાવ્યા પ્રમાણે, વંદનાના માતા-પિતા સરકારી અધિકારીઓ છે અને ખૂબ ઉચ્ચ હોદ્દા ધરાવે છે. વંદનાનો જન્મ તેમના લગ્નના દસ વર્ષ પછી થયો હતો. માતા-પિતાની દરેક વાત માનતા હતા અને તેની બધી જીદ્દ પૂરી કરતા હતા. વંદનાના માતા-પિતાનું કહેવું છે કે, તે તેના મિત્રો સાથે વધુ સમય વીતાવીને બગડી ગઈ છે.

  આ પણ વાંચોઃ નામચીન ગુનેગાર વિનોદ સહિત બે આરોપીની ધરપકડ

  બારીમાંથી કૂદીને ઘરેથી ભાગી ગઈ


  કાઉન્સેલરે આ મામલે જણાવ્યું હતુ કે, ‘તેના વ્યવહારથી કંટાળીને માતા-પિતા વંદના સ્કૂલેથી આવે પછી તેને રૂમમાં બંધ કરી દેતા હતા અને તેઓ પાછા આવે પછી તેને બહાર કાઢતા હતા. પછી તેને એક મોબાઇલ લઈ આપ્યો હતો અને તે આખો દિવસ મોબાઇલ સ્ક્રિનની સામે જ ચોંટાયેલી રહેતી હતી. તો શુક્રવારે વંદના બારીમાંથી કૂદી જાય છે અને ઘરેથી ભાગી જાય છે. ત્યારે તે બે દુકાનોમાં જાય છે. તે દુકાનોમાંથી એક ફોન અને થોડાં કપડાંની ચોરી કરે છે. ત્યારે દુકાનદાર તેને જોઈ જાય છે અને પકડી પાડે છે. આ મામલે ફરિયાદ નોંધાવવા માટે ચોરી કરતી છોકરીને લઈને પોલીસ સ્ટેશન પહોંચે છે. હાલ હેલ્પલાઇનની મદદથી વંદના અને તેના માતા-પિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યુ છે.

  Dr. Prashant bhimani
  ગુજરાતના જાણીતા સિનિયર કન્સલટન્ટ સાયકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણી

  જાણો સાયકોલોજિસ્ટનું આ વિશે શું કહેવું છે


  ગુજરાતના સિનિયર કન્સલટન્ટ સાયકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણીએ આ અંગે News18 Gujarati સાથે વાતચીત કરી હતી અને જણાવ્યુ હતુ કે, ઘણીવાર એવું બનતું હોય છે કે, ઘરમાંથી જ વેલ્યૂ બરાબર આપવામાં આવતી નથી. તેમનામાં મૂલ્યોનું સિંચન કરવામાં આવતું નથી. આ ઉપરાંત કદાચ ઘરમાં પેરેન્ટ્સના ઝઘડા ચાલતા હોય ત્યારે પણ આવી પરિસ્થિતિ ઊભી થાય છે. બાળકના વર્તનમાંથી તેનો ભાવનાત્મક ખાલીપો આ રીતે બહાર આવે છે. આ સિવાય તેઓ ઘરની ઓથોરિટીનો જ વિરોધ કરતા થાય છે. તેથી સોશિયલ ઓથોરિટીનો પણ સ્વીકાર કરી શકતા નથી. તેઓ કોઇપણ સામાજિક ધારાધોરણના સ્ટ્રક્ચર ફોર્મમાં રહેવાનું પસંદ કરતા નથી. તેથી આવો બિહેવિયર થઈ જાય છે.’
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Ahemdabad News, Ahmedabad Breaking News, Ahmedabad police

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन