Home /News /ahmedabad /

1930માં નીકળેલી દાંડીયાત્રાનો રોડમેપ તૈયાર કરવામાં સરદાર પટેલની શું હતી મહત્વની ભૂમિકા, જાણો

1930માં નીકળેલી દાંડીયાત્રાનો રોડમેપ તૈયાર કરવામાં સરદાર પટેલની શું હતી મહત્વની ભૂમિકા, જાણો

રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું હતું કે દાંડીકૂચ અસહકાર સત્યાગ્રહની મોટી ઐતિહાસિક ઘટના હતી.

અંગ્રેજ સરકારે મીઠા પર નાખેલા કર સામે મહાત્મા ગાંધીજીએ વર્ષ 1930ની 12મી માર્ચે દાંડીયાત્રા યોજી હતી

અમદાવાદ : અંગ્રેજ સરકારે મીઠા પર નાખેલા કર સામે મહાત્મા ગાંધીજીએ વર્ષ 1930ની 12મી માર્ચે દાંડીયાત્રા યોજી હતી. પણ બહુ ઓછા લોકોને ખબર છે કે આ દાંડીયાત્રા યોજવા પાછળની સરદાર વલ્લભભાઈ પટેલની મહત્વની ભૂમિકા હતી. કોઈપણ સમાજ માટે તેનો ભૂતકાળ અને સંઘર્ષ મહત્વનો હોય છે. ભારતની આઝાદી માટે લડાયેલી 1857થી 1947 સુધીની ચળવળ આંદોલન હતા તેમાં ઘણા મહત્વના વળાંકો આવ્યા છે.

રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું હતું કે દાંડીકૂચ અસહકાર સત્યાગ્રહની મોટી ઐતિહાસિક ઘટના હતી. નમક પકવવા પર પ્રતિબંધો હતા તે દૂર કરવા ગાંધીજીએ આ લડત ચાલુ કરી હતી. દાંડીએ આખા દેશમાં જાગૃતિ ફેલાવી હતી. દાંડી યાત્રા યોજાય તે પહેલાં યાત્રાનો રૂટ ક્યાંથી ક્યાં જાય તે સરદાર વલ્લભભાઈ પટેલે નક્કી કરી આપ્યો હતો. વલ્લભભાઈને દાંડીકૂચ પહેલા પકડી લીધા હતા અને જેલમાં પૂરી દેવાયા હતા. સરદાર અનેક ગામડાઓ સુધી પહોંચ્યા હતા. સરકારને લાગ્યું કે સરદારને બહાર રાખવા ખતરનાક છે. સરદારની ધરપકડ કરી લેવાઈ હતી.

આ પણ વાંચો - અમદાવાદ : પ્રધાનમંત્રીની સુરક્ષામાં કેટલા અધિકારીઓ રહેશે હાજર, કયા રસ્તાઓ રહેશે બંધ, જાણો

વિષ્ણુ પંડ્યાએ કહ્યું હતું કે જો દાંડીયાત્રામાં ગાંધીજી અને સરદાર પટેલ સાથે હોત તો દાંડીકૂચના રૂપરંગ પણ વધારે જોમ અને જુસ્સા વાળા હોત. આ ઐતિહાસિક ઘટનાઓને હાલના વડાપ્રધાન એ રીતે જુએ છે કે આમાંથી આત્મનિર્ભર ભારતનો સંદેશો લોકો સુધી પહોંચી શકે તેમ છે. એટલે આ યાત્રા શરૂ કરી છે. 1930ના દિવસોમાં એટલી બધી મહત્વની ઘટનાંઓ બની હતી.

તેમણે કહ્યું હતું કે ગાંધીજી દાંડીયાત્રાએ નીકળ્યા અને ભારતમાં 100 જેટલી જગ્યાએ મીઠાનો સત્યાગ્રહ અને ગુજરાતમાં 35 જગ્યાએ સત્યાગ્રહ થયો. નવા સમાજની રચના માટે આપણે જીવવાનું શીખવાનું છે. વૈભવશાળી રાષ્ટ્ર થાય અને પ્રબળ ઈરાદાથી આ શરૂઆત થઈ છે એ સમયે પણ પ્રજાની જાગૃતિનો ઉદ્દેશ હતો આજે પણ પ્રજાની જાગૃતિનો જ ઉદ્દેશ છે. બંનેમાં સમય અને સ્થિતિ બદલાઇ છે. પરિણામ અને સ્વરૂપ બદલાયું. દેશના વડાપ્રધાન દાંડી માટે સાબરમતીથી નીકળે એટલે દુનિયા ઉત્સુકતાથી જોશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Dandi yatra, Sardar Patel, અમદાવાદ

આગામી સમાચાર