Home /News /ahmedabad /Exit Poll Results 2022 : એક્ઝિટ પોલ એટલે શું, અને તે કેવી રીતે થાય છે તૈયાર?
Exit Poll Results 2022 : એક્ઝિટ પોલ એટલે શું, અને તે કેવી રીતે થાય છે તૈયાર?
એક્ઝિટ પોલ એટલે શું?
Gujarat Election Exit Poll 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન (Gujarat Election 2022) પૂર્ણ થઈ ગયું છે. જેને લઈને તમામ રાજકીય પક્ષો પોતાની સત્તા બનાવવાનો દાવો કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી પૂર્ણ થતા એક્ઝિટ પોલ (Exit Poll 2022) પણ બહાર આવ્યા છે. ત્યારે આ અહેવાલમાં જણાવીશુંવ કે, એક્ઝિટ પોલ શું છે અને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Election 2022) છેલ્લા અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જણાવી દઈએ કે, પ્રથમ તબક્કામાં 63.14 ટકા મતદાન નોંધાયું હતું અને આજે બીજા તબક્કામાં 67 ટકા મતદાન થયું છે. બન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થતા જ દેશની અલગ અલગ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ (Exit Poll 2022) પણ બહાર પાડવામાં આવ્યો છે. ત્યારે આ એક્ઝિટ પોલ શું છે અને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?
એક્ઝિટ પોલ શું છે?
તમામ એજન્સીઓ તેમના એક્ઝિટ પોલ જાહેર કરે છે. એક્ઝિટ પોલ ચોક્કસપણે ચૂંટણી પરિણામોની ખાતરી આપતા નથી હોતા. જણાવી દઈએ કે, ચૂંટણી પંચ સત્તાવાર આંકડા જાહેર કરે છે. આવી સ્થિતિમાં કઈ સર્વે એજન્સીનો એક્ઝિટ પોલ સૌથી સચોટ છે તે તો પરિણામની તારીખે જ ખબર પડે છે. એક્ઝિટ પોલ શું હોય અને એક્ઝિટ પોલ કેવી રીતે તૈયાર થાય છે?
સર્વે એજન્સીઓ મતદારને પ્રશ્ન કરે છે, જ્યારે તે મતદાન કર્યા પછી મતદાન મથકની બહાર આવે છે. મતદારને પૂછવામાં આવે છે કે, તેણે કઈ પાર્ટીને મત આપ્યો છે. આને એક્ઝિટ પોલ કહેવામાં આવે છે.
એક્ઝિટ પોલ કેવી રીતે થાય છે તૈયાર?
મતદારોના અભિપ્રાયના આધારે એજન્સીઓ તેમનો ડેટા તૈયાર કરે છે. સર્વે એજન્સીઓ મતદારોના જવાબો એકત્રિત કરે છે. ડેટા એકત્રિત કર્યા પછી એક્ઝિટ પોલનું પ્રસારણ કરવામાં આવે છે.